________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨
દિગંમરાની ઉત્પત્તિ
૮૯
કત કે વસ્રસિવાય કાઇની પણ મુક્તિ થાય જ નહિ. અને આવી પ્રરૂપણા કરવાના હેતુ તરીકે ઉપકરણપણું જણાવી શકત. અર્થાત્ જેમ કઈ પણ કાર્યની સિદ્ધિ તેના સાધન વગર થતી જ નથી તેમ મેાક્ષમાર્ગના સાધનરૂપ જે ચારિત્ર કે જે અહિંસાદિસ્વરૂપ છે તે અહિંસાદિના પાલન માટે રજોહરણ, મુખસિકાદિ ઉપકરણો છે. અને એ ઉપકરણા વગર ન ચાલી શકે એમ જણાવી શકત. આ બાબતમાં એમ ન કહી શકાય કે કાર્યાત્મ આદિમાં રહેલા મુનિવરોના રજોહરણાદિ નિર્વ્યાપાર છે માટે તેની ન્યતા છે. કારણ કે જયણાબુદ્ધિ એ જ ચારિત્ર છે અને જયણાબુદ્ધિથી જયણા કરવા માટે જ ઉપકરણા રાખેલાં છે. એટલે સાધન જે રખાય તે સાધકતાની બુદ્ધિથી જ રખાય છે, માટે સાધના તે સાધકતાની બુદ્ધિનાં દ્યોતક તેથી સાધનરહીત માણસ સાધકપણાની બુદ્ધિમાં જ નથી એમ સ્પષ્ટ થાય ,. વળી શ્વેતાંબરે એમ પણ કહી શકત કે સિદ્ધદશામાં ચારિત્રમાહનીય કર્મના ક્ષય થઈ ગયા છે છતાં ત્યાં ચારિત્રનાં સાધના નથી તેથી જ ત્યાં ચારિત્ર નથી. દુનીયામાં પણ આપણે જોઇએ છીએ કે ધનુરની સવ કળામાં પારગામી માણસ પણ ધનુષ્યના અભાવમાં પેાતાની કળાના ઉપયોગ કરી શકતા નથી, કે પેાતાની કળા દેખાડી શકતા નથી. અતિ નિપુણ એવે પણ ચિત્રકાર રંગ, પીછી કે કાગળ વગર પેાતાની કળાનું પ્રદર્શન કરી શકતો નથી. માટીનાં વાસણો મનાવવામાં અત્યંત હુંશિયાર એવા પણ કુંભાર જો તેની પાસે તેને ઉપયેગી અને જરુરી બધાં સાધના ન હેાય તે શું કરી શકે છે? આ અને આવાં બીજા ઉદાહરણા અને અનેક યુક્તિથી શ્વેતાંબર સંપ્રદાય, ( જે તે દિગંબર સંપ્રદાયમાંથી જ ઉત્પન્ન થયેા હત તે ) જરુર સવસ્ત્રપણાના આગ્રહ કરત અને સાથે સાથે સ્વલિંગે જ સિદ્ધ થઈ શકે એમ સાબિત કરત. પરન્તુ જે સંપ્રદાય શ્રી જિનભાષિત મૂળ સિદ્ધાંતને માનતા હાય, અને જેને કેવળ બીજાની વાતને તેાડી પાડવાની ખાતર જ અનેકાન્તવાદના સ્વસિદ્ધાંતને તિલાંજલી આપીને પણ પેાતાના કકા ખરા કરવાની ખેાટી ભાવના ન હાય, તે શ્વેતાંબર સંપ્રદાય આવી પ્રરૂપણા ન જ કરે એ સમજી શકાય એવું છે! કારણ તે જાણે છે કે કેવળ બુદ્ધિવાદ કરતાં શ્રદ્ધાવાદમાં જ ધર્મીની પ્રાપ્તી છે. જેઆને વીતરાગ સર્વજ્ઞ પ્રભુના વચન ઉપર શ્રદ્વા છે તે તે ખરાખર સમજે છે કે અનુમાદિની સિદ્ધિ તે માત્ર સંવાદકપણે જ કાર્ય કરી શકે છે. પણ વિધાયક તરીકે કાર્ય કરી શકતી નથી એટલે કે અમુક વસ્તુની પુષ્ટિમાં અનુમાન જરુર ઉપયોગી થઈ પડે પરન્તુ કોઈ સિદ્ધાન્તનું વિધાન કરવા જેટલી એની શક્તિ નથી જ. તેથી જ શ્વેતાંબર સંપ્રદાયે બુદ્ધિપ્રેરિત
અને
For Private And Personal Use Only