SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir = = == = = = = વસંતવિલાસ (૧૧૭ “ફગ્ગ” ને બદલે ‘વસંતવિલાસ' નામ જ તેને રચનારે રાખવાનું યોગ્ય ધાર્યું હશે એમ સહેજે કલ્પના થઈ શકે તેમ છે. તેઓશ્રીની ત્રીજી કલ્પના એ છે કે “સમગ્ર કાવ્યમાં કઈ પણ સ્થળે જૈનધર્મને સુવાસ પૂરતો નથી, તેથી એ જૈનેતર એટલે વૈદિક કવિ હોય'. આખા કાવ્યમાં જૈનધર્મને કઈ પણ સ્થળે સુવાસ ફૂરતો નથી એટલે એને કર્તા જૈનેતર એટલે વૈદિક કવિ હોય તેમ માનવાની કોઈ પણ જરૂર નથી, કારણકે તેમાં જેમ જૈનધર્મને સુવાસ ફૂરતો નથી તેમ વૈદિક ધર્મને નામનિદેશ પણ સમગ્ર કાવ્યમાં મળી આવતા નથી. વળી તેઓશ્રી ઠેઠ સત્તરમા સૈકામાં થએલા જૈનેતર કવિકૃત દ્વાદશ માસ, ફાગણ, કડી ૩ માંની નીચે મુજબની છાયા માત્ર ઉપર આપણું ધ્યાન ખેંચીને આ શૃંગારિક કાવ્યના કર્તા જૈનેતર હોવાની ચોથી કલ્પના કરે છેઃ “કેસુ કુસુમની પાંખડી ( વાંકડી થઈ પર ). જાણે મન્મથ આંકડી રાંકડીને કરે કેર.' પરંતુ જૈન સાધુ રત્નમંદિરગણિ કૃત “ઉપદેશતરંગિણી' કે જેની એક પ્રત પૂનાના ડેક્કન કૉલેજના સરકારી સંગ્રહમાં સંવત ૧૫૧૮ ના ચૈત્ર સુદ ૨ ના દિવસે લખાએલી* ( એટલે કે આ ‘વસંતવિલાસ' કાવ્ય લખાયા પછી અગિયારમે વર્ષે જ લખાએલી ) છે તેમાં આ કાવ્યની ૭૮ મી ટૂંક “સખિ! અલિ ચરણ ન ચાંપાઈ ચાંપાઈ લિઈ નવિ ગબ્ધ, રૂડઈ દેહગ લાગઈ આગઈ ઈસુ નિબન્ધ. ૭૮ થોડા નજીવા ફેરફાર તથા કાવ્યના નામ સાથે અવતરણ તરીકે પાના ૨૬૮ ઉપર લીધેલી છેઃ वसन्तविलासेऽपि “અલિયુગ ! ચરણ ન ચાંપએ, ચાંપએ અતિહિ સુગન્ધ રૂડએ દેહગ લાગએ આગએ એહ નિબન્ધ. પંપમાં પ્રસ્તુત સમકાલીન અવતરણ ઉપરથી તેઓશ્રીની આ કલ્પના પણ નિમૂળ હરે છે અને આ શૃંગારિક કાવ્યના કર્તા જૈન જ હોવાની મારી દલીલેમાં એક વધારે દલીલ મળી આવે છે. વળી તેઓશ્રી જાતે જ “પ્રાચીન ગુર્જર કાવ્ય” ની પ્રસ્તાવનાના પાના ૧૩ ઉપર જણાવે છે કે “પ્રસ્તુત પ્રતમાં આરંભની છ તકતી નાશ પામી હોવાથી તથા બચેલી તકતીમાંથી કેટલીક દુર્વાચ્ય નીવડવાથી ‘વસંતવિલાસ” ની બીજી હાથપ્રત મેં પૂનાના સરકારી સંગ્રહમાંથી મેળવી હતી. તે પ્રત પોથીના આકારમાં હતી. એમાં કુલ પત્ર આઠ, પૃષ્ઠવાર લીટી અગિયાર અને દરેક લીટીમાં અક્ષર અડતાળીસ હતા. ગ્રંથમાન બસેં પચીસ શ્લોક આપ્યું હતું. પ્રત જૈન દેવનાગરી લિપિમાં ઉતારેલી હતી. તે સુવાચ્ય હતી, પણ બહુ શુદ્ધ ન હતી. એાળીઆની અને પછીની ગુજરાતી લગભગ સમાન હતી...... આ બે પ્રતા ઉપરાંત સુરતના સાહિત્ય પ્રદર્શનમાં રજુ થએલી એક જૈન પથીમાંની ‘વસંતવિલાસની કેટલીક ગુજરાતી કડીઓ જૂની ગુજરાતીના • "ઉપદેશ તરંગિણું', પ્રસ્તાવના, પાનું. ૨, For Private And Personal Use Only
SR No.521515
Book TitleJain Satyaprakash 1936 10 SrNo 15
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy