SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ શ્રી જૈન સત્ય પ્રકાશ આશ્વિન સિયા સગત મિલ્લ્લાલ કારભાઈ વ્યાસે મારા ઉપર ઉતારીને માકલી હતી, તેનેા પણ મેં સંશોધનમાં ઉપયોગ કર્યા છે.' તેઓશ્રીનું આ કથન પણ મારી માન્યતાને વધારે પુષ્ટિકર્તા છે, કારણ કે સંશાધન કાર્યાંમાં જે એ પેાથીઓને ઉપયાગ કરવામાં આવ્યા હતા તે એ પેાથીએ પણ જૈન પેથીએ જ હતી અને તેથી આ કાવ્યને કર્તા મૂળે જૈન અને તેના પ્રચાર પણ જૈનેમાં વધારે પ્રમાણમાં હાવાની મારી અટકળ સાચી ઠરે છે. વળી લખાણની તારીખ ભાદરવા સુદ ૫ ને મહામાંગલ્ય પંચમી તરીકે લેખકે એાળખાવી છે. ભાદરવા સુદ ૫ ને આજે પણ મહામાંગલ્ય પંચમી તરીકે જેનામાં ગણવામાં આવે છે; તેનું કારણ એ છે કે પહેલાં જૈન સંપ્રદાયના મહામંગલકારી પર્યુષણા પની સમાપ્તિ ભાદરવા સુદ ૫ ના રાજ થતી હતી, પરંતુ કાલકાચા ના સમયથી પંચમીની ચર્તુથી કરવામાં આવી અને ત્યારથી તેની પૂર્ણાહુતિ ભાદરવા સુદ ૪ના રાજ થાય છે, જે પ્રથા આજે પણ ચાલુ છે. પરંતુ પ્રાચીન પ્રથાની યાદગીરી નિમિત્તે ભાદરવા સુદ ૫ ના દિવસને મહામાંગલ્ય પંચમી તરીકે જૈન સંપ્રદાયમાં સાધવામાં આવે છે. જ્યારે ઈતર સપ્રદાયમાં તેને ઋષિપંચમી તરીકે ઓળખવામાં આવે છે. કાવ્યના લેખક પણ એક જૈન આચાય છે, સામાન્ય સાધુ નહિં. આચાર્ય'ની પાસે ધણા શિષ્ય સાધુએ હૈાય છે. શિષ્ય વગરના એકલા સાધુને આચાય જેવી જોખમદાર પદવી જૈન સોંપ્રદાયમાં કદાપિ આપવામાં આવતી ન હતી. આ બધાં ઉપલબ્ધ સાધને ઉપરથી મારી માન્યતા એવી છે કે આ કાવ્યના લેખક આચાર્યં રત્નાગર પોતે જ આ કાવ્યના બનાવનાર હેાવા જોઇએ. વિદ્વયમુનિમહારાજ શ્રી પુણ્યવિજયજીએ મારા તરફથી તાજેતરમાં પ્રસિદ્ધ થએલ ‘જૈન ચિત્રકલ્પદ્રુમ' નામના ગ્રન્થની અંદર ‘ભારતીય જૈન શ્રમણસસ્કૃતિ અને લેખનકળા' નામના લખેલા નિષ્ઠ ધની અંદર જણાવ્યું છે તે મુજબ આચાર્યે તથા વિદ્વાન સાધુએ ઘણી વખત પેાતાની ખાસ કૃતિએ પેાતાના હાથે જ લખતા. વળી ઉદેશ તર`ગિણી' વગેરેના સમકાલીન અવતરણ ઉપરથી એમ પણ અનુમાન થઈ શકે છે કે આચાર્ય રત્નાગરની આ કૃતિ તે વખતે જઇન સમાજમાં બહુ પ્રચલિત હશે. ' 9 પ્રસ્તુત ખીજા ઉલ્લેખમાં શ્રીયુત મહેતા આપણી સામે એક વધુ કલ્પના રજી કરે છે કે ‘ ચિત્રની અંદરમાં ચીતરેલા પુરુષ અને સ્ત્રી બંનેના કપાળમાં વૈષ્ણવતાનું ચિન્હ છે. ' આ ચિન્હ ઉપરથી આ કાવ્યના કર્તા અગર ચીતરાવનારને જૈનેતર માની લેવાની ભૂલ કરતાં પહેલાં મારા તરફથી તાજેતરમાં જ પ્રસિદ્ધ થયેલ ‘ જૈનચિત્રકલ્પમ ' નામના ગ્રન્થમાં ‘ગુજરાતની જૈનાશ્રિત કળા અને તેને ઇતિહાસ' એ નામના નિબંધના પાના ૩૭–૩૮ ઉપરના ખુલાસા વાંચી જોવાથી ખાત્રી થશે કે શ્રીયુત મહેતાની કલ્પના પણ તદ્દન નિરક છે. * વિદ્વાનાની દુનિઆમાં વર્ષો થયાં પ્રસિદ્ધિમાં આવેલ આ જૈન ચિત્રપટના શૃંગારિક કાવ્યના અક્ષરશઃ ઉતારા માગશર માસના જૈન સત્ય પ્રકાશ'ના અંકમાં વાચકો સમક્ષ રજી કરવાની ઈચ્છા રાખતા અને પાંતે આ ઐતિહાસિક કૃતિ ગમે તે રીતે આજે વૉશિ ́ગ્ટનના Freer Gallery of Art માં જૈનેાની બેદરકારીથી પહોંચી ગઈ છે, અને ત્યાં સુરક્ષિત છે તે વાતને નિર્દેશ કરવાની રજા લઉં છું. For Private And Personal Use Only
SR No.521515
Book TitleJain Satyaprakash 1936 10 SrNo 15
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy