________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
શ્રી જૈન સત્ય પ્રકાશ
આશ્વિન
મેળે કેવી રીતે બેસે ? સધ્યા સમયે જ્યારે તમેા મુખવસ્ત્રની ફેરવણી કરતા હતા ત્યારે ખુદ તમારા સૈનિકાના મનમાં એમ વસ્યું કે આ જાતના ધર્મભીરુ સરદારથી આવતી કાલે કેવી રીતે શસ્ત્રોની રમત રમાશે ? નાયક તે વળી અહિંસક રહી શકે ખરા? ધ શીલ તે અહિંસાપ્રેમી પુરુષથી તે લડાઈ સરખું ક્રૂર કાર્ય કેવી રીતે બની શકે ?
આમ છતાં ખીન્ન દિવસની તમારી વીરતાએ અને શીવ્રતાથી પ્રાપ્ત કરેલી વિજય વરમાળાએ અમે સને આશ્ચર્ય પમાડયુ છે! અને તેથી જ અમે જાણવા ઇચ્છીએ છીએ કે એક બીજાથી ભિન્ન દિશામાં જતી વાતને તમા કેવી રીતે સમન્વય સાધા છે ? અર્થાત્ હિંસા કરવા છતાં તમેા ધર્માંપાલન કરી કઈ રીતે અહિંસક રહી શકા છે?’
દંડનાયક આભૂએ સ્વસ્થતા પૂર્વક પોતાની વાત સમાવીઃ—
“મહારાણી, માં અહિંસા વ્રત મારા આત્માની સાથે સબંધ રાખે છે. મેં જે એકેદ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના કાઈ પણ જીવતા વધુ ન કરવાના શપથ લીધા છે તે મારા સ્વાર્થીની અપેક્ષાએ હાઈ એમાં પણ શ્રાવક ધર્મચિત ઘણા ઘણા ભાંગા છે. દેશની રક્ષા માટે કે રાજાની આજ્ઞાથી મારે વધક કરવું પડે તે એમ કરવામાં એક દંડનાયક તરિકે હું કર્તવ્ય સમજું છું; કારણ કે મારું' શરીર એ એક દૃષ્ટિએ રાષ્ટ્રની સંપત્તિ છે. તેથી રાષ્ટ્રની આજ્ઞા કે આવશ્યકતા મુજબ એને ઉપયોગ થવો જોઇ એ. શરીરમાં વાસ કરતા આત્મા યા મન એ મારી પોતાની સપત્તિ છે, અને તે બન્નેને સ્વાર્થી હિંસાના પરિણામથી અલિપ્ત રાખવાં એ મારા અહિંસાત્રતનું લક્ષણ છે. મે જોયું કે યુદ્ધભૂમિ પર મારી હાજરીની જરુર છે તે નજીકમાં કાઈ એકાંતસ્થાન પણ નથી એટલે હાથીની અંબાડી પર રહીને મારું મારું આત્મિક સાધન સાધવું પડયું, મારા મન સાથે દિવસભરના લાગેલા નાના મોટા દરેક દાષાની મેં આલેચના કરી, દેવગુરુના સ્મરણપૂર્વક મારા આત્માની શુદ્ધિ કરી. હેતુ વગર કાઈ પણ જીવને મારવાના તે શું પણ સામાન્ય રીતે કદના ઉપળવવાના પણ વિચાર મનમાંથી કાડી નાંખી મેં' મારાં હૃદયને નિર્મળ બનાવ્યું. ભીન્ન દિવસે મેં જે કઈ આચરણ કર્યું એમાં મારા પરિણામ મુસલમાની સેનાને વનાકારણ હાની પહેચાડવાના ન હતા, પણ જે રાજ્યનું હું ભૃણ ખાઉં છું એ રાજ્ય પર એણે ( એ સેનાએ ) હલ્લે લાવીને અપરાધ કર્યાં છે. એટલે એ સૈન્યને યાગ્ય શિક્ષા આપી માત્ર રાજ્ય પ્રતિની મારી ફરજ અદા કરવારૂપ જ મારા પરિણામ હતા. ફરજ બજાવવી એ તે સંસારસ્થ આત્મા ધમ રહ્યો. જ્યાં સુધી હું શ્રાવક ધર્માંમાં છું ત્યાં સુધી મારાથી સવ દેશી ય અહિંસાપાલનના રાપથ ન જ લઈ શકાય. મારે મારા ક્ષાત્રવ્યવસાયને ઉચિતકાર્ય કરવું જ ઘરે ! કેવળ સ્વચ્છંદતાથી, કેાઈ પણ હેતુ સિવાય હું કાઈ પણ જીવની હિંસા ન જ સેવું, ન જ કરી શકું, તેમ માત્ર મારી ઇન્દ્રિય લાલસા તૃપ્ત કરવા કે માનિસક શોખ અથે પણ્ અન્ય જીવાને ઘ્રાત ન જ કરી શકું, એમ કરવામાં તે ચાખા સ્વાર્થ જ સમાયેલે છે, અને જ્યાં સ્વા છે. ત્યાં અહિંસા ધર્માં ટકી શકતા નથી. ટુંકમાં કહું તે એટલું જ કે, ન ચાલે—નિરુપાયે પાપાચરણ કરવું પડે એમાં અને પાપાચરણ કરવાના શેખમાં ઘણા ફેર છે. પરિણામની ચઢઉતરમાં તે કમ બંધનમાં ઘણા ફેર પડી જાય છે. હિંસા-અહિંસાનું સ્વરૂપ સમજવામાં અતિ સુક્ષ્મ બુદ્ધિની જરુર છે. એના કેટલાય પ્રકાર
For Private And Personal Use Only