SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir www w w - ૧૯૨ જૈનોની અહિંસા અને દંડનાયક આભૂ ૧૦૯ સુણ. એ વૃતાત સાંભળીને એ સ્ત્રીહૃદય સંદિગ્ધ થયું. વણિકવૃત્તિમાં સાચું ક્ષાત્ર તેજ ન જ હોઈ શકે એમ તેણીને લાગ્યું. આભૂ વાણિયાને સૈન્યને અધિકાર સોંપવામાં ઉતાવળ થઈ છે એમ પણ સમજાયું, પણ હવે શું થાય? નિશાના અંધકારના ઓળા કયારનાયે રેતરફ પથરાઈ ચૂક્યા હતા. સવાર ઉગતાં તો શત્રુ સૈન્યની ભેટ કરવાની હતી ! આભૂ દંડનાયકને સર્વ પ્રકારની સત્તા પહેલેથી જ સોંપી દેવામાં આવી હતી, એટલે અત્યારે કંઈ કહેવાય તેમ પણ નહોતું. એટલે પ્રભુ પર ભરોસો રાખી, આવેલ સૈનિકને સાંત્વન આપી, જે થાય તે જોવાનો નિરધાર કર્યો અને સૈનિકને વિદાય કર્યા. સૂર્યોદય થતાં પૂર્વે તે યુદ્ધભૂમિ માર મારો અને કાપે કાપોના ભીષણ નાદથી ગાજી રહી હતી. રાજાની ગેરહાજરીને લાભ લઈ પાટણ પર હલ્લો કરી વિજયશ્રી વરવાના કોડ સેવતી મુસલમાન સેના ગુર્જર યોદ્ધાઓના હાથે સખત માર ખાતી હતી. ગઈ કાલનો, હાથીની અંબાડી પર બેઠે બેઠે “જે મે જવા વિરાહીઆ” ઇત્યાદિ પદ ઉચ્ચારતો વણિક આભૂ આજે કઈ જૂદા જ રૂપે દષ્ટિગોચર થતો હતો. તેની નાડીમાં આજે શૂરવીરતાનું શોણિત ધસારાબંધ વહી રહ્યું હતું. તે તરફ એક યમરાજના જેવા ભયંકર આટોપ સહિત ઘુમી રહ્યો હતો. નવીન આગંતુકને પહેલી દૃષ્ટિએ સ્વપ્નમાં પણ ન સમજાય કે ગઈ કાલને ધર્માચરણી આભૂ અને આજને આ વીર લડવૈયો એ એક જ વ્યકિત છે. નાયકના આ જાતના જુસ્સાએ સેનામાં અનેરા પ્રાણ પૂર્યા. આગલી સાંજે જેઓ હતાશ બન્યા હતા તેઓ દંડનાયકનું આ પરાક્રમ નીહાળી આભા બન્યા અને પૂર જોરથી લઢવા લાગ્યા. આવા પ્રબળ ઘસારા સામે–રાજધાની માટે પ્રાણ ન્યોછાવર કરવા માટે બહાર પડેલા લડવૈયા સામે–મુસલમાની સેના ટક્કર ન લઈ શકી. એના સરદારે શસ્ત્રો નીચાં કરી યુદ્ધ બંધ કરવાની પ્રાર્થના કરી. સેનાધપતિ આભૂએ ગૂર્જરના રાજવીને છાજે તેવી શરતેથી તેની સાથે સંધી કરી, અણહિલપુરને વજ અણનમ રાખ્યા અને ગૌરવવન્તી ગૂર્જર માતાના કંઠમાં એક વધુ વિજયમાળા પહેરાવી ! અણહિલપુર પાટણની પ્રજામાં દંડનાયક આભૂની વિજય વાર્તા પહોંચતાં જ સર્વત્ર જયજયકાર વતી રહ્યો. મહારાણીએ સન્માનપૂર્વક તેનું સ્વાગત કર્યું અને દરબાર ભરી રાજા તેમજ પ્રાન તરફથી યોગ્ય માન આપ્યું. આ આનંદના પ્રસંગે રાણીને મનમાં આ વણિક સરદાર પ્રત્યે પહેલાં જે શંકા ઉત્પન્ન થઈ હતી અને એની હાથીની પીઠ પરની ધર્મ ક્રિયાનું જે રહસ્ય સમજાતું ન હતું એનું નિરાકરણ કરવા, તેણીએ હસતાં હસતાં પ્રશ્ન કર્યો? સેનાપતિ મહાશય, તમોએ જ્યારે સમરાંગણમાં યુદ્ધ કૌશલ્ય દાખવી શગુનો પરાભવ કર્યો અને એમ કરવામાં સેંકડો માણસોનો સંહાર કરી હિંસા આચરી તો પછી આગલી સાંજે કરેલ પ્રતિક્રમણને શે હેતુ હતો? એમાં એક પ્રકારનો દંભ નથી જણાતે ? એક તરફ સેનાધિપતિ તરિકેનો અધિકાર છે જેમાં મારપીટને તલવારાદિ શસ્ત્રોના વારંવાર ઉપયોગ સિવાય બીજો વ્યવસાય જ નથી હેતે અને બીજી તરફ સૂક્ષ્મમાં સૂમ પાપની આલોચના કરવા તત્પર બની અહિંસાના ઉપાસક કહેવડાવવું, એને For Private And Personal Use Only
SR No.521515
Book TitleJain Satyaprakash 1936 10 SrNo 15
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy