________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨
શ્રી જૈન સત્ય પ્રકાશ
ભાદ્રપદ
લઈ ચંદ્રાવતી જીતવા મોકલ્યા. વિમલનો પ્રતાપ, ધાક, રણકુશલતા અને મુત્સદ્દીપણાનો. તે વખતે ગુજરાતમાં સિક્કો બેઠો હતો. ચંદ્રાવતીના પરમારએ સાંભળ્યું કે વિમલ સૈન્ય લઈ આવે છે એટલે યુદ્ધ તો થયું પરંતુ ધંધુક હારીને નાઠો અને ધારાનગરીના પ્રસિદ્ધ ભેજરાજ કે જે પરમાર હતા અને આ વખતે ચિત્તોડના કિલ્લામાં રહેતા તેની શરણે પહોંચી ગયે. વિમલે ચંદ્રાવતી કબજે કર્યું, પરમારને વશ કર્યા અને તેમને ગુજરાતના સામંત બનાવ્યા એટલું જ નહિ પરંતુ ચિત્તોડના કિલ્લામાં ભરાઈ બેઠેલા ચંદ્રાવતીનરેશ ધંધુકરાજને સમજાવી, પુનઃ પાછો બોલાવી તેની ગાદી તેને સોંપી અને ગુજરાત અને ગુર્જરેશ્વરની આજ્ઞા મનાવી. ભીમદેવે વિમલને ત્યાં દંડનાયક બનાવ્યો.
વિમલે ત્યાં જઈ આબુ ગિરિરાજની મહત્તાનું માપ કરી ત્યાં સુંદર કારીગરીવાળાં જૈનમંદિર બનાવવાનો નિશ્ચય કર્યો અને જિનવરેન્દ્રો ઉપર પરમ ભક્તિ અને દઢ અનુરાગથી પ્રેરાઈ ઉદારતાથી કરોડો રૂપિયા ખર્ચા વિમલવસહી નામનું આદિનાથ ભગવાનનું પ્રસિદ્ધ મંદિર બનાવ્યું.
૩. આ મંદિરની મહત્તા સમજવા માટે નીચેના ત્રણ અભિપ્રાયો ઉપયોગી થઈ પડશે.
(૧) ભારતના પ્રસિદ્ધ પુરાતત્ત્વવિદ્ અને ઈતિહાસકાર શ્રીમાન ગૌરીશંકર ઓઝા લખે છે –
भीमदेव ने विमलशाह को, जो पोरवाड जाति का महाजन था अपनी तरफ से दंडनायक (सेनापति ) नियत कर आबुपर भेज दिया, जिसने धंधुक को चित्तोड से बुलाया और उसीके द्वारा भीम को प्रसन्न करवा दिया। फिर उस (विमलशाह ) ने आबूपर वि. सं. १०८८ (इ. स. १०३१) में विमलवसही नामक आदिनाथ का जनमंदिर करोडों रुपये लगाकर बनवाया.
–“રિસોટીાથે I ના” (૨) મંત્રીશ્વર વિમલશાહના આ અદ્ભૂત જગપ્રસિદ્ધ મન્દિરની અનુપમ કલા, રચના-બાંધણું અને સુમચિત્રકામ જોઈ કર્નલ ટોડ મુગ્ધ થયા હતા. તેમના ઉદ્દગારો આ પ્રમાણે છે –
हिन्दुस्तानभर में यह मन्दिर सर्वोत्तम है, और ताजमहल के सिवाय कोई दुसरा स्थान इसकी समानता नहीं कर सकता। इसके पास ही लुणवसही नामक नेमनाथ का मन्दिर है जिसको लोग वस्तुपाल-तेजपाल का मन्दिर कहते हैं । यह मन्दिर प्रसिद्ध मंत्री वस्तुपाल के छोटे भाई तेजपालने अपने पुत्र लुणसिंह तथा अपनी राणी अनुपमादेवी के कल्याण के निमित्त करोडों रुपये लगाकर वि. सं. १२८७ (इ. स. १२३१) में बनवाया था। यही एक दुसरा मन्दिर है जो कारिगरी में उपर्युक्त विमलशाहके मन्दिर की समता कर सकता है।
(૩) પ્રસિદ્ધ ઇતિહાસવિદ્દ વિનેશ્વરનાથ રે “આબુ કે પરમાર” નામક લેખમાં લખે છે કે:--
___ x x x विक्रम संवत् १०८८ में इसी विमलशाह ने देलवाडे में आदिनाथ का प्रसिद्ध मन्दिर बनवाया । मन्दिर बहुत ही सुन्दर है। वह भारत के प्राचीन शील्प का अच्छा नमुना है। उसके बनवाने में करोड़ों रुपये लगे होंगे ।
–સરસ્વતી, મા. ૧૬. કાંવ , વૃ૦ ૨૮૬,
For Private And Personal Use Only