SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદ્રાવતીનો ઈતિહાસ લેખકઃ—મુનિરાજ શ્રી ન્યાયવિજ્યજી આપણે ચંદ્રાવતીની વર્તમાન પરિસ્થિતિનું અવલોકન કરી ગયા. હવે તેને ભૂતકાલીન ઈતિહાસ અને જૈનેનો સંબંધ વગેરેનું અવલોકન કરીએ ! રાજવંશ-ચંદ્રાવતીને ભૂતકાલીન ઈતિહાસ ઘણે ઉજજવલ છે. તેના રાજાઓ મુખ્યતયા પરમાર વંશીઓ હતા, અને તેઓ ગુજરાતના સામંત કહેવાતા. પરમાર વંશનો પહેલો રાજા ધુમરાજ થયો, એમ મળે છે. પરંતુ એને સમય કયો હતો તે અદ્યાવધિ અનિશ્ચિત જ છે. તેની પછી ઉત્પલરાજ, તેને પુત્ર અરણ્યરાજ, તેનો પુત્ર કૃષ્ણરાજ જેનું બીજું નામ કાન્હડદે પણ મળે છે અને તેને પુત્ર ધરણુવાહ થયા. આ ધરણીવાહ ઉપર ગુજરાતના પ્રથમ સોલંકી રાજા મૂળરાજદેવે ચઢાઈ કરી; ઘરણીવાહ ઘણી વાર તેનાથી હારી અને નાઠો અને હથુંડીમાં ધવલરાજનો આશ્રય લીધો. પરંતુ પ્રતાપી અને આગ્રહી મૂલરાજે અન્ત તેને હરાવ્યો અને પિતાના તાબે કર્યો. ત્યારથી આબુના પરમારે ગુજરાતના તાબેદાર સામંત થયા. ધરણીવાહનો પુત્ર મહીપાલ છે જેનું બીજું નામ દેવરાજ છે, એમ શિલાલેખોમાં મળે છે. એનું એક તામ્રપત્ર વિ. સં. ૧૦૫૯ નું ઉપલબ્ધ થયું છે જેમાં એનું નામ દેવરાજ મળે છે. તેને ઉત્તરાધિકારી ધંધુક થયા. ધંધુકને ગુર્જરેશ્વરોનું આધિપત્ય સ્વીકારવામાં અપમાન અને માનભંગ ભાસ્યાં, જેથી તેને તેના સમકાલીન પ્રતાપી ગુજરેશ્વર ભીમદેવ (ભીમબાણાવાળી, જેને પ્રથમ ભીમદેવ પણ કહે છે) સાથે વિરોધ થયો હતે. એવામાં મહમદ ગજનીએ હિન્દ ઉપર ચઢાઈ કરી અને હિન્દુઓનું પ્રસિદ્ધ તીર્થ સોમનાથ પણ લુંટવું. ભીમદેવ તેમાં હાર્યો અને નાસીને કંથકેટના કિલ્લામાં ભરાયે. આ પરિસ્થિતિનો લાભ લઈ ચંદ્રાવતીના પરમારએ સ્વતંત્ર રાજવીનો ઝંડો ફરકાવ્યો. પરન્ત મહમદ ગજનીના ગયા પછી ટુંક સમયમાં જ ગુર્જરેશ્વરે પુનઃ ગુજરાત કબજે કરી પિતાનો પ્રતાપ જમાવ્યું. એમાં પ્રસિદ્ધ મહામંત્રી વિમલ પણ હતો. ગુજરાત ઠરીને ઠામ થયું કે ગુજરશ્વરે ચંદ્રાવતી તરફ નજર માંડી અને મહામંત્રી વિમલને સૈન્ય ૧. કાન્હડદે પ્રબંધ ગુજરાતના એક કવિએ બનાવેલ છે. કદાચ તે આજ હોય. તેની શોધખોળ થવાની જરૂર છે. ૨. આ સંબંધીનો ઉલ્લેખ મારવાડને ગોડવાડ જીલ્લાના વિજાપુરની પાસેના હથુંડીનાં રાજા ધવલનો એક શિલાલેખ જે વિ. સં. ૧૦૫૩ નો છે તેમાં મળે છે. આ હથુંડી કે જેને હરિતકુન્ડી તીર્થ કહે છે તે પ્રસિદ્ધ જૈનતીર્થ રાતા મહાવીર તરીકે પણ કહેવાય છે. હસ્તિકુન્ડીને મેટો શિલાલેખ અજમેરના મ્યુઝીયમમાં છે. જે અમે હમણાં જ નજરે જોયે છે. જેની નકલ એપીગ્રાફિકા ઈન્ડિકામાં છપાયેલ છે અને તે ઉપરથી પ્રસિદ્ધ ઈતિહાસવિત શ્રીમાન જિનવિજયજીએ પોતાના લેખસંગ્રહ ભાગ - બીજામાં એ લેખ અને તેનું વિસ્તૃત વિવેચન પણ પ્રગટ કર્યું છે. બની શકશે તે શ્રી રાતા મહાવીરજીના ઇતિહાસમાં આ લેખ પ્રગટ કરીશ. For Private And Personal Use Only
SR No.521514
Book TitleJain Satyaprakash 1936 08 SrNo 14
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy