________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરસ્વતી – ૫ જા અને જૈન લેખક-શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ (આર્કિયોલેજિકલ ડીપાર્ટમેન્ટ, વડોદરા)
(ગતાંકથી ચાલુ) વિભાગ ૨ - ભાગ બીજે કપડાં પરનાં ચિ,
ચિત્ર ૬. આ ચિત્રની આકૃતિ માટે “જૈનચિત્રકલ્પમ” ગ્રન્થના “લેખનકળા” વિભાગમાં છાપેલાં ચિત્ર નં. ૭ની પ્રતિકૃતિ જુઓ.
પાટણના સંધના ફેફલીયાવાડાના ભંડારમાં આવેલા કપડાં ઉપર લખાએલા ધર્મવિધિપ્રકરણ અને કછલીરાસ” નામના ગ્રન્થના પ્રથમ પાના ઉપર સરસ્વતી દેવીની આકૃતિ માત્ર ચીતરેલી છે. આ ચિત્રવાળી પ્રતનો ઉલ્લેખ કરવાનું મૂખ્ય કારણ તો એ છે કે આજ સુધીમાં દુનિયાભરમાં મળી આવેલા કપડાં ઉપરના ગ્રન્થમાં આ ગ્રન્થ આ એક જ છે, તે જ તેની વિશિષ્ટતા છે. આ ગ્રન્થ વિ. સં. ૧૪૧૦ માં અગર ૧૪૦૮ માં લખાએલા છે.
ચિત્ર છે. આ ચિત્રની પ્રતિકૃતિ ઈ. સ. ૧૯૧૩ માં લંડનથી પ્રસિદ્ધ થએલા The Journal of Indian Art and Industry નામના પત્રના ૧૨૭ માં નંબરમાં અમેરિકાના બૅસ્ટિન મ્યુઝિયમના હિંદીકલા વિભાગના કયુરેટર શ્રીયુત ડે. આનંદકુમારસ્વામીએ લખેલા Notes on Jaina Art નામના નિબંધની સાથે પાએલી ચિત્ર પ્લેટ નં. ૧૨ માં ચિત્ર નં. પ૭ તરીકે છપાએલા એક કપડાં ઉપરના લગભગ પંદરમા સૈકાના જૈનચિત્રપટના વચલા વિભાગની જમણી બાજુએ રુપાએલી છે.
ઉપર્યુક્ત ચિત્રમાં સરસ્વતી દેવીને ચાર હાથ છે. ઉપરના જમણા હાથમાં કમલનું ફૂલ તથા ડાબા હાથમાં પુસ્તક છે, અને નીચેના જમણા હાથમાં વીણું તથા ડાબે હાથ વરદ મુદ્રામાં છેદેવી ભદ્રાસનની બેઠકે બેઠેલાં છે, બેઠકની નીચે બરાબર મધ્યમાં તેણીને વાહન તરીકે સામસામાં એ હંસ પક્ષીઓની આકૃતિ ચીતરેલી છે. આ ચિત્રપટમાં દેવીના વસ્ત્રાભૂષણો વગેરેથી આ ચિત્રપટ પંદરમા સૈકાનો જ છે તેમ તુરત જ જણાઈ આવે છે.
ચિત્ર. ૮. પાલનપુરના રહીશ અને પુરાતન સંશોધનના વિષયમાં રસ ધરાવતા શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહના સંગ્રહમાં વિ. સં. ૧૫ ૦૪ની સાલને કપડાં ઉપર ચીતરાએ એક વિજયપતાકા યંત્ર છે. તે યંત્રના ઉપરના મથાળાના ભાગમાં સોનાની શાહીથી ચીતરેલું સરસ્વતી દેવીનું એક સુંદર ચિત્ર છે જે હજુ સુધી અપ્રસિદ્ધ છે. તેમાં પણ દેવીને ચાર જ હાથ છે તેના આયુધો વગેરેનું વર્ણન બરાબર હાલમાં મને યાદ નથી અને તેમાં કાંઈ વિશિષ્ટતા નહિ હોવાથી તેનો ઉલ્લેખ હું અત્રે કરી શકતો નથી.
ચિત્ર ૯. આ ચિત્રની પ્રતિકૃતિ માટે મારા તરફથી હવે પછી પ્રસિદ્ધ થનાર ‘મંત્રાધિરાજ-ચિંતામણિ” નામના પુસ્તકમાં છપાયેલ યંત્ર નંબર ૬૪નું ચિત્ર જેવા ભલામણ છે.
For Private And Personal Use Only