________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂર્તિની પ્રાચીનતાના પુરાવા
લેખકશ્રીયુત રતિલાલ ભીખાભાઈ સાહિત્ય, સંગીત અને કલાને વેગ સાથે સંબંધ છે એ વસ્તુ આ જ માસિકના પહેલાંના અંકમાં હું જણાવી ગયો છું. એન્ડ એનસાઈક્લોપીડીયામાં સાહિત્યને ઉદ્દેશીને લખવામાં આવ્યું છે કે ક્રાઈસ્ટ પહેલાં લગભગ ૪ ૦ વર્ષ પહેલાં ચીનમાં પુસ્તક લખતાં હતાં અને તે એક મોટા સંગ્રહસ્થાનમાં રાખવામાં આવતાં હતાં. સંગ્રહસ્થાનમાં રાખવામાં આવતાં પુસ્તકોનું સૂચિપત્ર ચિત્રકારના હાથે એ મકાનની ભી ઉપર લખી રાખવામાં આવતું હતું જેથી ગમે તે વ્યક્તિ ગમે તે વખતે તેને છુટથી ઉપયોગ કરી શકે. કેટલો બધે સાહિત્યને પ્રેમ! આત્મજ્ઞાનના પવિત્ર ૫ થ તરફ આમ જનતાને દોરતા સાહિત્ય માટે ચીનમાં કેવી સરસ વ્યવસ્થા રાખવામાં આવતી હતી ! આ વસ્તુનું વિશદ વિવરણ એ ગ્રંથમાં આપવામાં આવ્યું છે. અસ્તુ.
કાઈરટ પહેલાંની આપણી કરોડોની સંખ્યા દિવસે દિવસે ઓછી થતી જાય છે એ માટે જેઓના દિલમાં લાગણી થતી હોય તેવા સાક્ષરો-વિદ્વાનો જે વ્યવસ્થિત રીતે સાહિત્યના ઉદ્ધારનો પ્રયત્ન કરે તો આજે પણ જગતને એ બતાવી શકાય એમ છે કે જનસાહિત્યમાં યોગના સુંદરમાં સુંદર માર્ગોનું નિદર્શન આપવામાં આવેલું છે.
ટાઈમ્સ ઓફ ઇડીયા” તરફથી પ્રકટ થયેલ ન્યુ એન્ડ એન્સાઈકલે પીડીયામાં સંગીત માટે લખ્યું છે કે માનવજાતના ઈતિહાસના પ્રારંભકાળથી જ જુના ગ્રીક લાકેથી પણ પહેલાં સંગીતની ઉત્પત્તિ થઈ છે. આ સંગીતને પણ યોગ સાથે કેવો ગાઢ સંબંધ છે એ વિષયક એક સરસ નિબંધ થઈ શકે એમ છે. આ સ્થાને એ વસ્તુ લખવી વિશેષ જરુરી નથી એટલે એ ઈછા ભવિષ્ય ઉપર જ મુલતવી રાખી છે.
કલાની ઘણી વ્યાખ્યામાં એક વ્યાખ્યા એ પણ છે કે-જે દ્વારા વ્યવસ્થિત રીતે ઉત્પન્ન થતી કલ્પના શક્તિ અને લાગણીઓનું વર્ણન થઈ શકે તેનું નામ કલા. આ વ્યાખ્યાની દષ્ટિએ કલાને સાહિત્ય અને સંગીત સાથે બહુ જ નિકટનો સંબંધ છે એમ લાગ્યા વગર નથી રહેતું.
કળાની ઉપર કરવામાં આવેલ માખ્યા ઉપરાંત બીજી પણ વ્યાખ્યા થાય છે અને તેમાં મુખ્યત્વે કરીને કોતરકામ શિલ્ય, ચિત્રકામ વગેરેનો સમાવેશ થાય છે. આ દદીએ મૃતિ અને મૂર્તિવિધાનનો પણ કળામાં સમાવેશ થઈ જાય છે. વળી મૂર્તિનું સૌથી અધિક સન્માન અને મહત્ત્વ ધાર્મિક દૃષ્ટિએ કરાતું આપણે જોઈએ છીએ. એટલે આ પ્રમાણે ધર્મ સાધનમાં મૂર્તિની મારફત કળા બહુ જ સારે ભાગ ભજવે છે. અને એનું જ એ કારણ છે કે જુનામાં જુના કાળની પૂર્વીય દેશની પ્રજાઓ પણ મૂર્તિ દ્વારા આત્મસાધનાનો માર્ગ સિદ્ધ કરતી હતી. આ રહ્યાં એનાં ઉદાહરણે ( આ ઉદાહરણેની નેધ ટાઈ તરફથી બહાર પડેલ ન્યુ સ્ટેન્ડ એન્સાઈક્લોપિડીયાના આધારે તૈયાર કરવામાં આવી છે):
For Private And Personal Use Only