SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૨ સ્તંભન પાર્શ્વનાથ કરાવી, . કે જે હાલ પણ હયાત છે. પછી શુભ મુહૂતૅ અભયદેવસૂરિજીએ ત્યાં ભિષ્મની પ્રતિષ્ઠા કરી. તે ` જ દિવસે રાતે ધરણેન્દ્રે આવીને સૂરિજીને વિનતિ કરી કે-મારા ઉપર કૃપા કરી આપ આ સ્તવનમાંની છેલ્લી એ ગાથાઓ ગે પતી રાખા. સૂરિજીએ તેમ કરી ત્રીસ ગાથા કાયમ રાખી. ત્યારથી તે સ્થલ તીર્થ તરીકે ગણાયું. જન્મકલ્યાણકના મહાત્સવમાં પ્રથમ ધાળકાના મુખ્ય શ્રાવકે જળ કળશ લઈને ભગતને અભિષેક કર્યાં. ત્યાં બિબાસનના પાછળના ભાગમાં ઐતિહાસિક અક્ષર પંક્તિ પૂર્વે લખવામાં આવેલ છે, એમ લેાકેામાં સંભળાય છે. ૪૧ શ્રી જિનેશ્વરસૂરિ તથા બુદ્ધિસાગરસૂરિ ચિરકાલ સંયમજીવન પાવી છેવટે અનશન કરીને સ્વર્ગે ગયા. શ્રી અભયદેવસૂરિ મહારાજાએ પ્રથમ ઉપાંગ શ્રી ઔપપાતિક સૂત્રની અને પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીએ બનાવેલ શ્રી પંચાશકશાસ્ત્રની ઉપર અપૂર્વ વિદ્વતા ભરેલી ટીકા બનાવી છે, જે થાડા વર્ષો પહેલાં શ્રી જૈનધમ પ્રસારક સભાએ છપાવી છે. શ્રી અભયદેવસૂરિના અને શ્રી સ્તંભન પાર્શ્વનાથના સબંધમાં શ્રી ઉપદેશ પ્રાસાદને અનુસારે આ વૃત્તાંત છે—આચાર્ય પદથી વિભૂષિત થયા બાદ શ્રી અભયદેવસૂરિજી મહારાજ વિહાર કરતાં સભાણક ગામથી પેાલકા થઇને થંભનપુરમાં પધાર્યા. ત્યાં અતિ તુચ્છ આહાર કરવાથી કાઢના મહારાગથી તે એવા દુઃખી થયા કે હાથપગ હલાવવાની પણ તેમનામાં શક્તિ રહી નહી. એક દિવસ સાંજે સૂરિજીએ પ્રતિક્રમણ કરીને શ્રાવકને કહ્યું કે-આ રાગની પીડા બહુ થતી હાવાથી હું એક પણ ક્ષણ તે સહન કરવા સમર્થ નથી, તેથી કાલે અનશન કરીશ. તે સાંભળી શ્રાવકે ઘણા દીલગીર થયા. તે પછી તેરસની અડધી રાતે શાસન દેવીએ આવીને સૂરિજીને કહ્યું કે- હે ગુરુજી! ઉંઘા છે કે જાગેા છે? ગુરુએ ધીમે સ્વરે કહ્યું કે- જાગુ દેવીએ સ્થુ કે– ઊઠે, આ સૂતરની નવ કાકડી ઉકેલેા ! ગુરુ ખેલ્યા કે- આવા શરીરે હું શી રીતે ઉકેલી શકું ? દેવીએ અધિજ્ઞાનથી જાણીને કહ્યું કે- લાંબા કાળ જીવીને હજી નવ અંગની વૃત્તિ કરવાનું જેના હાથમાં છે તેને આ તે શા હિસાબમાં છે? દેવીનું વચન સાંભળીને ગુરુએ કહ્યુ` કે- આવા શરીરે હું For Private And Personal Use Only ૧. આ રાગ સંભાળુક ગામમાં થયા, એમ સ્તંભનકકલ્પશિલાચ્છમાં કહ્યું છે. ૨. આ શ્રાવકામાં ઘણાખરા પ્રતિક્રમણ કરવા માટે આવતા નજીકના ગામેમાં રહેતા હતા, અને પાક્ષિક અનશનની ઇચ્છાવાળા ગુરુએ ખમાવવા માટે હતા. પણ તેમને ખેલાવ્યા હતા.
SR No.521513
Book TitleJain Satyaprakash 1936 07 SrNo 13
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy