________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાપ્રભાવશાલી પુચ્છાદાનીય છે. શ્રી સ્તંભ ન પા ર્વી ના થ આ લેખક–આચાર્ય મહારાજ શ્રી વિજયપઘસૂરિજી કે
(ગતાંકથી ચાલુ) ઇ કહેલી બીના જાણીને સૂરિજી મહારાજ ઘણા ખુશી થયા. તેમણે આ રીતે બનેલે તમામ વૃત્તાંત શ્રીસંઘને કહી સંભળાવ્યું. તે સાંભળીને શ્રીસંઘ યાત્રાએ જવાની તૈયારી કરી. જેમાં ૯૦૦ ગાડાઓ ચાલતાં હતાં. શ્રી સંઘના આગ્રહથી સૂરિજી મહારાજ પણ સાથે પધાર્યા. જ્યારે આ સંઘ સેઢી નદીના કાંઠે આવ્યો ત્યારે ત્યાં બે ઘરડા છેડા અદશ્ય થઈ ગયા. એટલે આ નિશાનીથી સંઘ ત્યાં રહ્યા. આચાર્ય મહારાજે આગળ જઈને પૂછ્યું ત્યારે એક ગોવાળે કહ્યું કે “ હે ગુરુજી, આ પાસેના ગામમાં મહીણલ નામે મુખ્ય પટેલ છે. તેની કાળી ગાય અહીં આવીને પિતાના ચારે આંચળમાંથી દૂધ ઝરે છે. એટલે અહીં ખાલી થઈને જ તે ઘેર જાય છે. અને ત્યાં દેડવામાં આવતાં મહામહેનતે પણ લગાર પણ દૂધ દેતી નથી. તેનું કારણ કંઈ સમજાતું નથી.” એમ કહીને તેણે તે સ્થલે ગુરુજીને દૂધ બતાવ્યું. એટલે પાસે બેસીને ગુરુજી પ્રાકૃત ભાષામાં શ્રી પાર્શ્વનાથનું મહાપ્રભાવક ગતિ ઈત્યાદિ બત્રીશ ગાથાઓનું નવું સ્તોત્ર રચીને બોલ્યા. ત્યાં ધીમે ધીમે જાણે પ્રત્યક્ષ પ્રભુનું પ્રતિબિંબ હોય તેવું શ્રી પાર્શ્વનાથ ભગવંતનું તેજસ્વિ બિંબ પ્રકટ થયું. એટલે સંઘ સહિત સૂરિજીએ તરત જ ચૈત્યવંદન કર્યું, અને એમને રાગ મૂલમાંથી દૂર થયો. તે વખતે શ્રાવકે એ ગંધદકથી પ્રભુબિંબને હવરાવીને કપૂર વગેરેનું વિલેપન કરવા પૂર્વક સાત્ત્વિક પૂજાનો અપૂર્વ લ્હાવો લીધો. તે સ્થલે નવું દહેરાસર બંધાવવા માટે એક લક્ષ રૂપિયા ભેગા થયા, અને ગામના મુખ્ય લોકેએ ત્યાં દેવાલય બાંધવાની હા પાડી. ( શ્રી મદ્વવાદિ – શિષ્યના શ્રાવકેએ ત્યાંના રહીશ આઐશ્વર અને બુદ્ધિનિધાન મહિષ નામના કારીગરોને ચૈત્ય બાંધવાનું કામ લેંગ્યું. થોડા જ સમયમાં તે કામ પૂર્ણ થયું. તે કામના ઉપરીને દરરોજ પગાર તરીકે એક દ્રશ્ન આપવામાં આવતો હતો. તેમાંથી થોડું ભોજનાદિના ખર્ચમાં વાપરતાં બાકીના બચેલા દ્રવ્ય વડે તેણે ચૈત્યમાં પોતાના નામની એક દેવકુલિકા
For Private And Personal Use Only