________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
संपादक मुनिराज श्री ज्ञानविजयजी
સંવત્ ૧૯૮૮ ના આગરાના ચાતુર્માસ દરમ્યાન, શ્રી ચારિત્ર-સ્મારક-ગ્રંથમાળા તરફથી બહાર પડનાર “પઢાવલી સમશ્ચય” (જેનો પ્રથમ ભાગ પ્રગટ થઈ ગયો છે તે) ના બીજા ભાગે માટે સંગ્રહ કરવાની દૃષ્ટિએ ત્યાંના શ્રી વિજયધમલમી જ્ઞાનમંદિરનાં હસ્તલિખિત પુસ્તક તપાસતાં કેટલીય સારી સારી વસ્તુઓ જેવામાં આવી હતી. આ વાદેવીસ્તોત્ર પણ ત્યાંથી જ મળેલ છે. કોઈ સ્થળે એ પ્રગટ થયું હોય એવું જાણવામાં નહિં હોવાથી અહિં એ આપ્યું છે.
આ વાગ્રેવીસ્તોત્ર આપવામાં આવે તે અગાઉ એ સંબંધી થોડુંક કંઈક લખવું જરુરી જણાય છે.
જૈન સાહિત્યમાં પરમાત્માને લક્ષીને અથવા દેવ દેવીઓને લક્ષીને રચવામાં આવેલી અનેક નાની મોટી છબદ્ધ કૃતિઓ ઉપલબ્ધ થાય છે. આવી કવિતામય કૃતિઓમાં સ્તુતિ, પ્રાર્થના કે પશ્ચાત્તાપઃ એમાંથી એક ભાવ પ્રધાનપણે હોય છે. સ્તુતિ અને પ્રાર્થના એ સામાન્ય રીતે એકાર્થક લાગે છે, છતાં એમાં જરર વિશિષ્ટ ભેદ છે ! જે કવિતામાં મુખ્યપણે, જેને લક્ષીને એ કવિતા રચવામાં આવી હોય એની સ્તુતિ કરવામાં આવી હોય, એના ગુણ, શક્તિદિનાં પ્રશંસા કે વર્ણન કરવામાં આવ્યાં હોય તેને સ્તુતિ કહી શકીએ. જ્યાખiયિર કે મમર ને આ કાટીમાં મૂકી શકાય. અને જે કવિતામાં મુખ્યપણે કર્તા પિતાના ભાવો રજુ કરતે હોય-એટલે કે જે કવિતાને આત્મલક્ષી બનાવતો હોય તે કવિતાને પ્રાર્થનાની કોટીમાં મૂકી શકાય. રત્નાકરપુરીજી ને આપણે પ્રાર્થના કહી શકીએ.
જે કવિતાઓ સ્તુતિપ્રધાન હોય છે તેને ત્રણ વિભાગમાં વહેંચી શકાય?
૧. સ્વરૂપવર્ણનાત્મક, ૨. ગુણવર્ણનાત્મક અને ૩, શક્તિવર્ણનાત્મક. પ્રસ્તુત વાદેવીસ્તોત્રને આપણે સ્વરૂપવર્ણનાત્મક સ્તુતિના એક સરસ ઉદાહરણ તરીકે ઓળખી શકીએ. અલબત એમાં શક્તિવર્ણનને પણ ભાવ તો છે જ, છતાં સ્વરૂપવર્ણનનો ભાવ વધુ આગળ પડતો જણાય છે. આ કવિતા વાંચતાં જે (સરસ્વતી દેવી) ને લક્ષીને એ કવિતા રચવામાં આવી છે એનું વ્યક્તિત્વ એકદમ નજર આગળ ખડું થઈ જાય છે.
કર્તાએ જેમ પ્રસંગને અનુકૂળ શબ્દોની પસંદગી કરવામાં ખૂબ ચીવટ રાખી છે એમ છંદની પસંદગી પણ ખૂબ સરસ કરી છે. બાર માત્રાત્મક આ છંદને પિંગલાચાર્ય પ્રણીત છંદશાસ્ત્રમાં સ્ત્ર છંદ તરીકે ઓળખાવીને તેનું નીચે પ્રમાણે લક્ષણ આપ્યું છે.
વિનો નાદ | ૬ ૩૮ || ટીજી-ચસ્થ પટ્ટે રચ્યવારસ્વત વિપીનામા એટલે કે જેના એક પાદમાં ચાર ૪ ગણ હોય તે અગ્રિણી છંદ કહેવાય છે. જેમાં પહેલો અને ત્રીજો અક્ષર ગુરુ અને વચલે લધુ –--) હેય તેને ૨ ગણ કહ્યો છે.
For Private And Personal Use Only