________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨
શ્રી સ્તંભન પાર્શ્વનાથ
૪૨૯
અન્ન ભિક્ષા વૃત્તિએ મેળવીને ફક્ત ધર્માધાર શરીરને ટકાવવા માટે જ ખાઈએ છીએ. આ શરીર મલ, મૂત્ર વિદિથી ભરેલું હોવાથી મહાદુર્ગધમય અને બીભત્સ છે. તેમાં સારભૂત શું છે? તામસી વૃત્તિવાળા છ જ નિંદનીય કિંપાકફલની જેવા વિષયોને ચાહે છે. તેઓની સેવનાથી મહાભૂરા રોગો પિદા થાય છે. જેવી તીવ્ર ઉત્કંડા દુર્ગતિદાયક વિષયાદિની સેનામાં અજ્ઞાનિ
જીવ રાખે છે, તેવી અથવા તેથી પણ અધિક તીવ્ર ઉત્કંઠા ધર્મની સાધના કરવામાં રાખે તો થોડા જ ટાઈમે મુક્તિપદને પામે અમારા શરીરની સારવાર નાનપણમાં માતાપિતાએ જ કરી હશે, ત્યારપછી અમે તો બીલકુલ કરી નથી. માટે આવા અમારા દુર્ગધમય શરીરને સ્પર્શ તારા જેવી સમજુ રાજપુત્રીને સ્વમમાં પણ કરવા જેવો નથી. આ પ્રમાણે બીભત્સ રસનું વર્ણન સુણને તે રાજપુત્રી પોતાની ભૂલ કબૂલ કરી તરત જ જતી રહી.
પછી તે ગુરુની પાસે આવ્યા, ત્યારે શ્રી ગુરુ મહારાજે કહ્યું કે તારું બુદ્ધિકૌશલ્ય સમુદ્રના પૂર જેવું છે. પરંતુ વર્તમાનકાલમાં તેને શમાવવી વ્યાજબી છે. તેથી તેમ કરવા માટે તારે હવેથી છાશમાં કરેલ જુવારનો હુમરો તથા કાલિંગડાનું શાક વાપરવું. જેથી તારી બુદ્ધિ ન્યૂન થશે. આ બાબતમાં પ્રાચીન મહર્ષિયાએ પણ કહ્યું છે કે
तडवूज कलिंगं च, भोज्यं शीतं च वातुलम् ।
कपित्थं बदरीजंबू-फलानि घ्नति धीषणाम् ।। અર્થ–તડબૂચ, કાલિંગડું, ઠંડું તથા વાયુ કરનાર ભોજન, કેક, બોર અને જાંબૂ એ સાત વસ્તુઓ બુદ્ધિને હણે છે.
શ્રી અભયદેવે ગુરુના વચન પ્રમાણે જ આહાર કરવા માંડ્યો. કેટલાક સમય વીત્યા બાદ ગુરુ શ્રીજિનેશ્વરસૂરિજીએ અભયદેવને રેગ્ય જાણીને સં. ૧૯૮૮ માં આચાર્ય પદવી આપી. ત્યારથી તેઓ આચાર્ય અભયદેવસૂરિના નામથી ઓળખાવા લાગ્યા. આ શ્રી અભયદેવસૂરિએ ઘણું ભવ્ય જીને સન્માર્ગની દેશના દઈ સાત્ત્વિક માર્ગના ઉપાસક બનાવ્યા. અનુક્રમે વિહાર કરતાં તે સૂરિ પત્યપદ્રપુર તરફ ગયા.
એક વખત દુકાળ પડવાથી દેશની દુર્દશા થઈ. સિદ્ધાંત તથા વૃત્તિઓને પ્રાચે ઉચછેદ થવા લાગ્યા. જે કાંઈ સૂત્રાદિ રહ્યાં, તેઓને વૃત્તિ આદિ સાધને નષ્ટ થયેલાં હોવાથી યથાર્થ શબ્દાર્થ મહા પ્રજ્ઞાશાલિ મુનિઓને પણ જાણ મુશ્કેલ થયો. આ પ્રસંગે એક વખત અર્ધરાત્રે ધર્મધ્યાનમાં સાવધ રહેલા શ્રી અભયદેવસૂરિને વંદના કરી શાસનની અધિષ્ઠાયિકા દેવીએ કહ્યું કે–પૂર્વે મહાશાસનના થંભ સમાન પરમ પૂજ્ય શ્રી શીલાંગ કટિ (શીલાંગાચાર્ય
For Private And Personal Use Only