________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
, મહાપ્રભાવશાલી પુરુષાદાનીય છે શ્રી સ્તંભ ન પાર્શ્વ ના થ . હ લેખક–આચાર્ય મહારાજ શ્રી વિજયપઘ્રસૂરિજી છે
(ગતાંકથી ચાલુ) એક વખત સાંજે પ્રતિક્રમણ કરી રહ્યા બાદ શ્રી અભયદેવ મુનિને એક શિષે કહ્યું કે- હે મહારાજ !૧ શ્રી અજિતશાંતિસ્તવમાં કહેલી “ચંદ્રતવિચારગિ”િ ઈત્યાદિ ચાર ગાથાને કૃપા કરી અર્થ સમજાવે ! ત્યારે શ્રી અભયદેવે તે ગાથામાં જણાવેલા દેવાંગનાઓના તમામ વિશેષણનું શૃંગારરસથી ભરેલું સંપૂર્ણ વર્ણન કહી સંભળાવ્યું. તે વખતે ઉપાશ્રયની પાસેના જ રસ્તે થઈને ચાલી જતી શૃંગારરસમાં નિપુણ એવી કોઇ રાજકુંવરીએ આ વર્ણન સાંભળ્યું. આ અપૂર્વ બીના સાંભળીને કુંવરીએ વિચાર્યું કે- “ આ મારે સ્વામી થાય તો જન્મ સફલ થાય! હું ત્યાં જઈને તે શ્રેષ્ઠ નરને પ્રાર્થના કરીને લેભ પમાડું, એવું વિચારી ઉપાશ્રયના બારણુ પાસે આવીને બોલી કે હે બુદ્ધિમાન પંડિત બારણું ઉઘાડે ! હું મદનમંજરી નામની રાજપુત્રી ગુણગોષ્ઠી કરવા માટે આવી છું. આવો અકાળે સ્ત્રીને શબ્દ સાંભળીને ગુરુ શ્રી જિનેશ્વરસૂરિજીએ અભયદેવને ઠપકો આયો કે- “પહેલાં તમને જે શિખામણ આપી હતી તે બધી ભૂલી ગયા, અને જ્યાં ત્યાં હુંશિયારી બતાવે છે, પણ શું તમને શરમ આવતી નથી ? હવે શું કરશે ? તમારા ગુણથી આકર્ષાઈને પહેલી નરકમાં આવેલા પહેલા સીમંત પાથડા ( નારકાવાસ) માં લઈ જનારી આ સીમંતિની આવી છે. તે સાંભળી અભયદેવે કહ્યું કે- “હે પૂજ્ય ગુરુજી ! આપની કૃપાથી તે નિરાશ બનીને જેમ આવી તેમ જરુર જતી રહેશે, માટે આ બાબત આ૫ જરા પણ ચિંતા કરશે નહીં? પછી અભયદેવે બારણાં ઉઘાડી સર્વ શ્રાવકાદિની સમક્ષ તે રાજકન્યાને કહ્યું કે- હે રાજપુત્રી ! અમે જૈન સાધુ છીએ. તેથી અમે એક મુહૂર્ત માત્ર પણ સ્ત્રી સાથે ધાર્મિક વાતો પણ કરતા નથી, તો પછી ગુણગેષ્ઠી અમારાથી કરી શકાય જ નહીં. વળી અમે કોઈ પણ વખત દાતણ કરતા નથી, મુખ દેતા નથી, નાનાદિ બાહ્ય શુદ્ધિને પણ ચાહતા નથી. તેમ જ નિર્દોષ એવું
૧–આ રસ્તવનના બનાવનાર-શ્રી નેમિનાથના ગણધર શ્રી નંદિષણ જાણવા. અન્યત્ર એમ પણ કહ્યું છે કે શ્રેણિક રાજાના પુત્ર નંદિષેણે આ સ્તવન બનાવ્યું.
For Private And Personal Use Only