________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४३०
-
શ્રી જૈન સત્ય પ્રકાશ
અષાડ
કેટયાચાર્ય) નામના આચાર્યો અગીયારે અંગની વૃત્તિઓ રચી હતી તેમાં હાલ કાલને લઈને બે અંગ (આચારાંગ, સૂયગડાંગ)ની જ વૃત્તિ હયાત છે. બાકીના અંગેની વૃત્તિઓ વિચછેદ પામી ગઈ. તેથી સંઘના હિતને માટે હવે શ્રી સ્થાનાંગાદિ નવે અંગેની નવી ટીકાઓ બનાવવાનો ઉદ્યમ કરે ! દેવીનું આ વચન સાંભળીને સૂરિજીએ કહ્યું કેહે માતાજી ! સુગૃહીતનામધેય શ્રી સુધર્માસ્વામી ગણધરે રચેલાં સૂત્રોનું યથાર્થ રહસ્ય જાણવાને પણ મારા જે અ૬૫બુદ્ધિ અસમર્થ છે, તો પછી ટીકાઓ તે કેમ બનાવી શકું? કારણ કે કદાચ કોઈ સ્થલે સૂત્રવિરુદ્ધ કહેવાઈ જાય તે મહા પાપ લાગે. જેથી સંસારમાં અનંતીવાર ભટકવું પડે. ત્યારે દેવીએ કહ્યું કે હે સુજ્ઞશિરોમણિ! આ કાર્ય કરવામાં તમે જ લાયક છે, એમ હું માનું છું. વૃત્તિઓ બનાવતાં કદાચ સંદેહ પડે તે મને પૂછવું. હું મહાવિદેહક્ષેત્રના વિહરમાન તીર્થકર શ્રી સીમંધર સ્વામિને પૂછીને તે બાબતને ખૂલાસો કહીશ. માટે આ કાર્ય તમે શરુ કરે. હું તમારી આગળ પ્રતિજ્ઞા કરું છું કે–તમે યાદ કરશે કે તરત જ હાજર થઈશ.
દેવીના વચનથી ઉત્સાહવંત થયેલા શ્રી આચાર્ય મહારાજે વૃત્તિઓ બનાવવાની શરુઆત કરી. ૧ટીકાઓ પૂરી થાય ત્યાં સુધી આયંબિલ તપ કરવાની પ્રતિજ્ઞા લીધી. અને પાટણમાં બનાવી. અન્યત્ર કહે છે કે પાટણની
હાર બનાવી. આ કામમાં દેવીએ પણ સંપૂર્ણ રીતે મદદ કરી. શ્રી દ્રોણાચાર્ય વગેરે વૃદ્ધ મહાકૃતધરેએ આ વૃત્તિઓને શુદ્ધ કરી. એટલે શ્રાવકેએ લખાવવાની શરૂઆત કરી.
એક વખતે શાસનદેવીએ ગુરુમહારાજને કહ્યું કે પહેલી પ્રતિત ટીકાની પ્રત) મારા દ્રવ્યથી લખાય એવી મારી ઇચ્છા છે, એમ કહી પિતાની
તિથી દષ્ટિતેજને આંજી, ત્યાં એક સેનાનું ઘરેણું મૂકીને દેવી સ્વસ્થાને ગયાં. પછી મુનિઓ ગેચરી લઈને આવ્યા. ઘરેણું જોઈને આશ્ચર્ય પામ્યા, પૂછતાં સૂરિજીએ બધી બીના કહી; પછી શ્રાવકને બોલાવી ઘરેણું બતાવ્યું, પરન્તુ તેનું મૂલ્ય ન જાણતાં તે શ્રાવક પાટણમાં ઝવેરીઓની પાસે ગયા. તેઓએ આ આભૂષણ જોઈને કહ્યું કે-“અહીં ભીમરાજાની આગળ આ ઘરેણું મૂકે. તે આપે તેટલું એનું મૂલ્ય સમજવું. અમે આ (દિવ્ય) ઘરેણાની
૧. આ બાબતમાં બીજાઓ એમ કહે છે કે- જે કે- અભયદેવસૂરિના સમયમાં નવ અંગેની ટીકાઓ હયાત ન હોવાથી તેમણે નવી ટીકાઓ બનાવી, એમ પ્રભાવકચરિત્રમાં કહેલ છે, પણ જેમ તે જ સૂરિએ શ્રી ભગવતીની સ્વકૃત ટીકામાં પંચમાંગની બે ટીકા છે એમ લખ્યું છે, તેમ બીજા સૂત્રેની પણ ટીકાઓ હતી એમ કહ્યું છે.
For Private And Personal Use Only