________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ સરસ્વતી-પૂજા અને જેનો
૪૨૩. ઉપર જિનેશ્વર દેવની મૂર્તિ પદ્માસને બિરાજમાન છે. વધુ માહિતી માટે જૂઓ તા. ૩૧-૫-૩૬ ને “જૈન” પત્રનો અંક.
મૂર્તિ ૬. મારવાડના અજારી ગામમાં મહાવીર સ્વામીના જિનમંદિરની ભમતીમાં, મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની બરાબર પાછળની બાજુમાં સરસ્વતીની એક ઉભી મૂતિ છે, જેની નીચે વિ. સં. ૧૨ ૬૯ ની સાલને લેખ છે. તેણુના સ્વરૂપવર્ણન માટે
શ્રી જૈન સત્ય પ્રકાશ” ના વૈશાખ માસના અંકમાં ચાલુ લેખમાં મેં છપાવરાવેલ મુનિશ્રી શાંતિકુશલનો બનાવેલ શારદા છન્દ જૂઓ. આ મૂર્તિ માટે પારંપરિક માન્યતા એવી છે કે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિએ આ મૂર્તિનું ધ્યાન ધર્યું હતું અને સરસ્વતીની સાધના પણ અહીંયાં કરી હતી, પરંતુ તેઓશ્રીનું મૃત્યુ વિ. સં. ૧૨૩૦ માં થયું હતું જ્યારે આ મૂર્તિની પ્રતિષ્ઠા તેઓશ્રીના સ્વર્ગારોહણ બાદ ૩૯ વષે થયાને સ્પષ્ટ ઉલ્લેખ છે. વિદ્વાનો આ બાબતમાં વધુ પ્રકાશ પાડે !
મૂર્તિ . ભણતીર્થની પાસે આવેલા રાંતેજ ગામના જિનમંદિરની ભમતીમાં વિ. સં. ૧૩૦૯ની સાલના લેખવાળી દેવી સરસ્વતીની એક ખંડિત મૂર્તિ વિદ્યમાન છે.
મૂતિ ૮. પાટણના પંચાસરા પાર્શ્વનાથના દેરાસરના કમ્પાઉન્ડમાં સામેના દેરાસરમાં ડાબા હાથ તરફ આવેલા ગોખલામાં પીળા પાષાણની સરસ્વતી દેવીની વિ. સં. ૧૪૪૦ ના નીચે મુજબના લેખવાળી એક મૂર્તિ છે. જેના લેખની નકલ મુનિ મહારાજ શ્રીપુણ્યવિજયજીએ મને ઉતારીને મોકલાવી હતી જે અક્ષરશ: આ પ્રમાણે છે :
संवत् १४४० वर्षे पो (पो) ष सुदि १२ बु (०) श्री भडायरीयगछे (च्छे) उपकेशज्ञो. ५ श्री भडसी भा० मी गलदे सुत देपालेन भाथा (या) सोषलदे सुत सेगा जयसिंहदेवराजे सहितेन शारदामूर्तिः कारिता प्र० श्री सिद्धसूरिभिः ॥ श्रीः ।।
આ મૂર્તિને પણ ચાર હાથ છે. તેણીના ઉપરના જમણા હાથમાં વીણા અને ડાબા હાથમાં કમલ છે તથા નીચેના જમણા હાથમાં માલા છે અને ડાબા હાથમાં પુસ્તક છે. મૂર્તિના ડાબા પડખે તેણીનું વાહન હંસ છે, વળી ઉપર્યુક્ત લેખમાં ઉલ્લેખાએલા દેપાલ, જયસિંહ અને દેવરાજની પ્રતિકૃતિઓ પણ બે બાજુમાં શિલ્પીએ રજુ કરેલી છે, તે દરેક પ્રતિકૃતિની નીચે નામ છે.
મૂર્તિ ૯. શત્રુંજય પર્વતની તળેટીમાં ડુંગર ચઢતાં જમણી બાજુની ખીણમાં સરસ્વતીની એક નાની ગુફા છે જેમાં સરસ્વતીની મૂતિ કરેલી છે. તેમાં તેણી હસ ઉપર બેઠેલી છે અને બે હાથે વીણું પકડેલી છે અને બીજા બે હાથમાં ઘણું કરીને પુસ્તક અને માલા છે. આ મૂર્તિની નીચે લેખ વગેરે નહી હોવાથી અને તેના ઉપર લેપ ઘણીવાર થઈ ગએલ હોવાથી તેના સમયની કલ્પના કરવી ઘણી મુશ્કેલ છે.
મૂર્તિ ૧૦. અમદાવાદના ઝવેરીવાડના અજિતનાથ ભગવાનના દેરાસરની ભમતિમાં ગોખલામાં સરસ્વતીની સફેદ પાષણની સુંદર મૂર્તિ છે. તેણીને ચાર હાથ છે. ઉપરના જમણા હાથમાં કમલ અને ડાબા હાથમાં વીણા તથા નીચેના જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં પુસ્તક છે. આસન કમલનું છે તથા બંને બાજુ એકેક હંસની આકૃતિ શિલ્પીએ રજુ કરેલી સ્પષ્ટ જણાઈ આવે છે.
(અપૂર્ણ)
For Private And Personal Use Only