________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૨ શ્રી જૈન સત્ય પ્રકાશ
અષાડ મૂર્તિ ૨. બિકાનેર નજદીક પાટા (Palta) નામના ગામના જિનમંદિરમાં લગભગ અગીઆરમાં સૈકાના સમય દરમ્યાનની ઉભી માનુષિઆકાર (Life size) ની સરસ્વતી દેવીની સુંદર મૂર્તિ છે. જેની પ્રતિકૃતિ ઈ. સ. ૧૯૩૨માં પ્રસિદ્ધ થએલ
Malavia Commemoration Volum” ના પૃષ્ઠ ૨૯૩ ની સામેની ચિત્ર લેટમાં છાપવામાં આવી છે.
આ મૂર્તિને ચાર હાથ છે. ઉપરના જમણા હાથમાં કમલનું કુલ છે અને ડાબા હાથમાં પુસ્તક પકડેલું છે તથા તેણીના નીચેના જમણા હાથમાં (અક્ષત્ર) માળા તથા ડાબા હાથમાં કમંડળ (પાણી ભરવાનું વાસણ) છે. વળી તેણીના મસ્તકના ભાગમાં જિનેશ્વરદેવની પદ્માસનસ્થ મૂર્તિ બિરાજમાન છે. તેણીના અંગોપાંગની પ્રમાણબદ્ધતા તથા તેના ચહેરાની હસમુખી શાંત અને મૃદુતાભરી રજુઆત, તેણીનાં ગળાનાં, હાથનાં તથા પગનાં આભૂષણ એવાં તો સ્પષ્ટ રીતે કારીગરે ઘડ્યાં છે કે જેનારને એમ જ લાગે કે જાણે મારી સામે સાક્ષાત સરસ્વતી માતા ઊભેલાં છે. તેણીના મસ્તકની પાછળ આભામંડળ તથા આજુબાજુ બે ગંધર્વો હાથમાં, કુલની માળા લઈને આવતા, શિપીએ બહુ જ ચતુરાઈથી રજુ કર્યા છે. તેણીના બંને પગની બાજુમાં બે સ્ત્રીઓ હાથમાં વીણું પકડીને ઉભેલી છે અને ઠેઠ પગના તળીઓ પાસે જમણી બાજુ એક પુરુષ અને ડાબી બાજુ એક સ્ત્રી બંને હાથની અંજલિ જેડીને રસ્તુતિ કરતાં શિલ્પીએ રજુ કરેલાં છે. મારી માન્યતા પ્રમાણે ઘણું કરીને આ બંને સ્ત્રી-પુરુષ તે બીજાં કોઈ નહિ પણ આ ભવ્ય મૂર્તિના ઘડાવનાર અને પ્રતિષ્ઠા કરાવનાર પતિ પત્ની જ હાવાં જોઈએ. પગની નીચેના ભાગમાં હંસનું વાહન સ્પષ્ટ કરેલું છે.
મૂર્તિ ૩. સરસ્વતીની એક ઉભી મૂતિ પાવાગઢના ડુંગર ઉપર પહેલાં હયાતી ધરાવતાં વેતામ્બર સંપ્રદાયનાં જિનમંદિરના ભગ્નાવશેષોમાંથી છુટી પડેલી હાલમાં ત્યાં બંધાયેલા નવા મહાદેવના મંદિરની દિવાલમાં જડી દેવામાં આવી છે, જેને ફોટોગ્રાફ હાલમાં મારી પાસે છે. આ મૂર્તિના અવયવોની રચના વગેરે જોતાં આ મૂર્તિ પણ લગભગ અગીઆરમી સદીની હોય તેવી લાગે છે. આ મૂર્તિની આજુબાજુ બે સરસ્વતી ભકતિ તેણીના પગની પાસે સ્તુતિ કરતા ઉભા છે. ડાબી બાજુ તેણીનું વાહન હંસ પણું શિપીએ રજુ કરેલ છે. તેણીને ચાર હાથ છે. ઉપરના જમણા હાથમાં વીણા અને ડાબા હાથમાં પુસ્તક છે તથા નીચેના જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં કમંડલું છે. આ મૂર્તિ ખારા પથરની છે છતાં તેના અવયવો વગેરે બહુ જ ભવ્ય અને આકર્ષક છે જેને બે ઘડી જોવાનું મન થઈ આવે. આવા તે કેટલાય પ્રાચીન જૈનમંદિરોના અવશેષે જગોજગાએ રખડતા મલી આવે છે. શું જૈન કેમના શ્રીમાને ધારે તે અમદાવાદ જેવી જેનપુરીમાં એક જૈન મ્યુઝીયમ ન બનાવી શકે ?
મૂર્તિ. ૪-૫ અજમેરના મ્યુઝીઅમના જૈન વિભાગમાં સરસ્વતીની બે મૂર્તિઓ વિ. સં. ૧૨૫૪ ના લેખવાળી છે, આ બંને મૂર્તિ એને ચાર હાથ છે, તે પૈકી ઉપરના જમણે હાથમાં કમળ અને ડાબા હાથમાં વીણું છે તથા નીચેના જમણા હાથમાં ( અક્ષસૂત્ર) માળા અને ડાબા હાથમાં પુસ્તક છે. બંને મૂર્તિના મસ્તક
For Private And Personal Use Only