________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ સરસ્વતી પૂજા અને જિને
૪૨૧ વિભાગ ૧ મૂર્તિઓ :–
સરસ્વતી દેવીની આજસુધીમાં મળી આવેલી કોઈ પણ સંપ્રદાયની મૂર્તિઓમાં સૌથી પ્રાચીનમાં પ્રાચીન મૂર્તિ જન શ્વેતામ્બર સંપ્રદાયની મથુરાના કંકાલી ટીલામાંથી લેખ સહિતની મલી આવેલી છે.
મૂર્તિ ૧. આ મૂર્તિની પ્રતિકૃતિ માટે ઈ. સ. ૧૯૦૧ માં પ્રસિદ્ધ થએલા અને પુરાતત્ત્વવિદ વીસેન્ટ રમીથઠારા સંપાદિત “The Jain Stupa of Mathura’ નામના પુસ્તકના પાના ૫૬ ની સામે પ્લેઇટ નંબર ૯૯ ઉપરનું ચિત્ર જૂઓ. અને એની બેઠકના લેખની નકલ એપિગ્રાફીયા ડીકાના પહેલા વોલ્યુમન પાના ૩૯૧ ઉપર પ્રસિદ્ધ થએલી છે જે અક્ષરશ : આ પ્રમાણે છે:--
1 [सिद् ] धम् सव ५४ हेमंतमासे चतुर्थे ४ दिवसे १० अ2 સ્વ પુર્વાયાં સોહિયાતો [T]Inતો સ્થાનિ []તો તો 3 वैरातो शाखातो श्रीगृह [1]तो संभोगातो वाचकस्यार्य4 [૨]સ્તસ્તિસ્ય ફાળો Tળ0 માર્યમસ્તિસ્ય શ્રદ્ધરો વાસ્થ [1]5 र्यदेवस्य निर्वर्तने गोवस्य सीहपुत्तस्य लोहिककारुकस्य दानं 6 सर्वसत्वानां हितसुखा एकसरस्वती प्रतिष्ठाविता अवतले रङ्गान[ तैन] } 7 મે [II]
આ સરસ્વતી દેવીની મૂર્તિને બે હાથ છે. જેમાંને જમણો હાથ કાંડા ઉપરથી ખંડિત થએલો છે, તેની સાથે તેણીના હાથમાં પકડેલી વસ્તુ પણ નાશ પામેલી છે,
જ્યારે ડાબા હાથમાં તેણીએ પુસ્તક પકડેલું દેખાય છે. વળી તેણુંને, બંને પગ ઉભા રાખીને બેઠેલી શિલ્પીએ કલ્પી છે. આ મૂર્તિ, આજના કેટલાક વિદ્વાનો જે એમ દાવો કરે છે કે જેનદર્શનમાં દેવદેવીઓની મૂર્તિપૂજા બૌદ્ધધર્મના અનુકરણરૂપે અને તેની એક શાખા મહાયાનવાદના અસ્તિત્વ પછી દાખલ થઈ છે તે વાતને નિમ્ળ ઠરાવવાના એક પ્રબળ સાધનરૂપ છે.
અજાયબીની વાત તો એ છે કે ડો. ત્રિભુવનદાસ લહેરચંદ શાહ જેવા ઇતિહાસના વિષયમાં રસ લેનાર મહાશય પિતાના પ્રાચીન ભારતવર્ષ' નામના ગ્રંથના પહેલા ભાગના મુખચિત્ર તરીકે આ સરસ્વતીની મૂર્તિને કલ્પિત મસ્તક અને જમણા હાથમાં માળા સહિત રજુ કરે છે અને એ રીતે ઇતિહાસને મહાન અન્યાય આપે છે. કોઈ પણ સુજ્ઞ માણસ સમજી શકશે કે આજથી લગભગ એગણસ સો વર્ષ પહેલાંની પ્રાચીન મૂર્તિની સાથે ઓગણીસ સો વર્ષ પછી કલ્પિત અવય જોડી દઈને તે મૂર્તિને પ્રાચીન તરીકે રજુ કરવાનું સાહસ ઈતિહાસ તો ન જ કરી શકે. જો કે હું મારા હાલના અભ્યાસ દરમ્યાન ઉપરના લેખની નકલમાં પણ કેટલીક ભૂલ જોઈ શકો છું, પરંતુ તેની ચર્ચાને અત્રે પ્રસંગ નહીં હોવાથી તે ચર્ચાને હાલમાં ભવિષ્ય ઉપર મુલતવી રાખું છું.
For Private And Personal Use Only