________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ લખની મ્યુઝીયમની જૈનમૂર્તિઓ
૪૧૭ J 26 કુશાન કાલીન મનોહર મૂર્તિ છે જેમાં સં. ૬ ને ઉલ્લેખ છે.
J 2 ભગવાન મહાવીરની મનોહર પ્રાચીન પાદુકા છે. લગભગ ૧થી ૪૦ સુધીના નંબરમાં કુશાન અને કનિષ્ક કાલીન મૂર્તિઓ છે.
J 777 મનાથ ભગવાનની સુંદર મૂર્તિ છે. ગાદીમાં સુંદર નકશીકામ ખાસ જેવા યોગ્ય છે.
આ સિવાય બહારના વરડાની આકૃતિઓ પણ બહુ જ મનોહર છે. જેમાં વીશ વટા સહિતની શ્રી આદિનાથ પ્રભુની સુંદર મૂર્તિ છે. તેમાં મનહર કોરણીવાળું પરિકર, સુંદર વૃષભ લાંછન અને શાસન દેવી આળેખેલ છે. - એક પત્થર કે જેનો નંબર મને ન જળ્યો તેમાં ભગવાન મહાવીરનો જન્મોત્સવ દેવતાઓ આનંદથી ઉજવે છે તેનું દરય છે.
સુંદર બારીક નકશીથી ભરેલા મંદિરના સ્થળે અને તેમાંય સિંહાસનના પાયાની કારણીમાં તે શિલ્પકારે પોતાનું જીવન રેડયું હોય તેમ લાગે છે. કોઈ પણ કલા વર્ષોની આરાધના સિવાય સિદ્ધ નથી થતી–પરન્તુ તે માટે અથાગ પરિશ્રમ, અપૂર્વ ત્યાગ અને ઉન્નત જીવન જોઈએ. આમાં એવા જ શિલ્પકારે પોતાની તપસ્યાની સિદ્ધિ અહીં કરી છે એમ લાગે છે.
આ સિવાય બીજી પણ ઘણી નોંધ મારી પાસે છે. ઘણા નંબરો નેધેલા છે. પરન્તુ લંબાણના ભયથી તે બધા નંબરોની વિગત નથી આપી. આ ઉપરથી ભૂતપૂર્વ ગૌરવશીલ જૈન જીવનની આપણને ઝાંખી થાય છે. આથી વીતરાગ પ્રભુ ઉપરના ભક્તિભર્યા હૃદયો અને તેમની સ્થિતિને કંઈક ખ્યાલ જરૂર આપણને આવશે.
આવતે અંક વી. પી. જેઓ “શ્રી જન સત્ય પ્રકાશ”ના પ્રથમ અંકથી ગ્રાહક થયા છે તેઓનું લવાજમ આ અંકે પૂર્ણ થાય છે, એટલા માટે બીજા વર્ષને પ્રથમ અંક બહાર પડે તે પહેલાં એટલે મેડામાં મોડું આવતી શ્રાવણ સુદી ત્રીજ પહેલાં જેઓની તરફથી કોઈ પણ જાતની સૂચના અથવા માસિકના એક વર્ષના લવાજમના રૂ. ૨) અંકે રૂપીયા બે મનીઓર્ડરદ્વારા નહિ મળે તેઓને આવતા અંક વી. પી. કરીને મોકલવામાં આવશે.
ટપાલ ખર્ચના ચાર આના બચાવવા હોય તેમણે મનીઆ ઑર્ડરથી પૈસા મોકલી આપવા.
For Private And Personal Use Only