________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ લખન મ્યુઝીયમની જૈન મૂર્તિઓ
૪૧૫ J 143 મા નંબરવાળી પ્રતિમાજી બહુ જ સુંદર અને આકર્ષક છે. સુંદર હાસ્ય ઝરતી આ પ્રતિમાજી જાણે મૌનપણે ત્યાગ અને તપને અમોઘ મંત્ર સુણાવતી હોય તેમ લાગે છે. તેમાં લેખ નીચે મુજબ છે.
સંવત ૨૦૭૬ ાર્તિા () સુ Y ઢાડ્યાં શ્રી ચેતવર (૨) (પછી ઘસાઈ ગયેલ છે) માપુરી (૩) કાચાં શ્રી વિ.... (પંક્તિ પુરી) (બીજી પંકિત ઘસાઈ ગયેલ છે ) ત્રીજા ખંડમાં પ્રતિમા પ્રતિpપતા. ચેથામાં ઉપરની બે પંકિતઓ દેખાય છે.
J 144 પ્રતિમાજી ભવ્ય છે. લેખ નથી ઉકલતા. J 145 આ સુંદર વિશાલ પ્રતિમાજી ઉપરથી નીચે મુજબ લેખ લીધે છે –
संवत् ११३४ श्री सेताम्बर श्री, माथुर संघ श्री, देवतति (१) निमित प्रतिमा कारी આની નીચે વસ્ત્રધારી સાધુઓ ભકિતભાવે અંજલિ જેડી ઉભા છે. આ મૂર્તિ બહુ જ રમ્ય અને મનહર લાગે છે.
આ ચારે બેઠી પ્રતિમાઓ એક જ સમયની અને સમાન આકૃતિવાળી હશે; પરંતુ કઈ કારણવશાત્ ત્રણ પ્રતિમાઓ ન રહેવાથી થોડા જ સમયમાં બીજી મૂતિઓ બનાવરાવી તેનું સ્થાન પૂરવામાં આવ્યું હશે.
યદ્યપિ પ્રતિમાઓ તે ચારે મનોહર છે. કિન્તુ ૧૪૩ નંબરવાળી પ્રતિમામાં તો કોઈ કલાધર વિધાતાએ પરમ શાંતિના સમયે તેની રચના કરી સાક્ષાત પ્રભુતાને ઉતારી છે, એમ કહી શકાય. તેનું હૃદયંગમ હાસ્ય, અમૃત ઝરતું કાંઈક નમણું અને ખુલ્લું નેત્રકમલનું યુગલ પ્રેક્ષકને ત્યાંથી દૂર ખસવાનું મન જ નથી થવા દેતું. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર બિરાજમાન યુગાદિદેવ શ્રી આદિનાથ પ્રભુથી સહેજ નાની આ ચારે પ્રતિમાઓ છે. આ જિનમૂર્તિઓ માટેનું મ્યુઝીયમ યોગ્ય સ્થાન નથી, પરંતુ પર્વતના શિખર ઉપરનું કાઈ આલિશાન જિન મંદિર હોઈ શકે.
J 77 માં પ્રભુ પાર્શ્વનાથની મનોહર મૂર્તિ છે.
J 879માં પણ પાર્શ્વનાથ પ્રભુની બહુ જ સુંદર પ્રતિમાજી છે. નાગરાજનું મહિર આસન અને ધરણેન્દ્રની સેવા આદિ દશ્ય બહુ જ રળીયામણું લાગે છે.
J 236 નાના સુંદર મુખજી છે. આકૃતિ નાની છે, પરંતુ વૈરાગ્ય અને શાન્તિના ઉપદેશામૃતનો ધોધ વહેવરાવતી પ્રતિમાઓ છે.
| 636 હરિણગમેલી દેવ દેવાનંદાની કુક્ષીમાંથી ભગવાન મહાવીરને હસ્તસંપુટમાં ઉપાડીને રાણી ત્રિશલાની કુક્ષીમાં પધરાવવા લઈ જાય છે તે સમયનું આમાં આલેખન છે. એક બાજુ મનોહર શયામાં દેવાનંદા સુતાં છે. બીજી બાજુ રાજભુવનમાં પત્યેક શયામાં ત્રિશાલાદેવીજી સુતાં છે. પાસે દાસીઓ સુતી છે. વચ્ચે હરિણગામેથી દેવ પ્રભુ વીરને ભક્તિથી ઉપાડીને દેવરાણી ત્રિસલાના ભુવન પાસે આવ્યા છે. એવું સરસ દક્ય છે કે શિલ્પી જાણે તે સમયે દષ્ટારૂપે હાજર જ હોયને ? દેવાનંદાના, ત્રિશલા દેવીના અને હરિણગમેથીના ભાવે જાણે સાક્ષાત , જોયા હોય, સ્થિત્યંતર, પરાવર્તન જાણે નજરે નિહાળ્યું હોય તેમ મૂળ વસ્તુ જ સાક્ષાત આમાં દેખાય છે. આ ચિત્ર શોધતાં અમને એક કલાક થયો હતે.
For Private And Personal Use Only