________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લખન મ્યુઝીયમની જોન મતિઓ લેખકઃ– મુનિરાજ શ્રી ન્યાયવિજયજી
(ગતાંકથી પૂર્ણ) સંગ્રહસ્થાનના મકાનમાં મુખ્ય ત્રણ વિભાગ છે: જમણી બાજુના ત્રણ હોલ, ડાબી બાજુના ત્રણ હોલ, અને એક વચલી લાઈન છે. આ ઉપરાંત જમણી બાજુના હેલની પાછળ પણ એક સીદ્ધી લાઈન છે, જેમાં ખાસ કરીને કનિષ્ક અને કુશાન કાલીન મૂર્તિઓ છે. દરેક મૂર્તિ ઉપર ઇંગ્લીશમાં J લખેલ છે, અને નંબરે છે તે પણ ઈગ્લીશમાં જ છે. લગભગ નવસોથી હજારના નંબરે છે. આખા મકાનમાં, માત્ર થોડા અપવાદ સિવાય, બધા પ્રાચીન અવશેષો જૈનધર્મદ્યોતક જ છે. ઈ એ ખાસ જૈન વિભાગનું સૂચન કરે છે. જો કે M તથા - સંજ્ઞા વાળી પણ જૈન મૂર્તિઓ છે. પણ તે થોડી જ છે.
વચલા વિભાગમાં નાની સુંદર જિનમૂર્તિઓ ઘણી છે. આઠ દસ મેટી મૂર્તિઓ છે. આમાં થોડી અખંડિત છે. પ્રાયઃ ઘણી મૂતિઓ ઉપર શિલાલેખો છે. શાસનદેવી, મંદિર, અને આયાગપટ્ટના ટુકડાઓ અસ્ત વ્યસ્ત પથરાયેલ છે / 776 નંબરવાળી પંચતીર્થી જે બન્ને બાજુ કાઉસગીયાવાળી છે તે શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાજી બહુ જ મનોહર છે. પ્રભુના મસ્તક ઉપર સુંદર મુગટ છે, આભૂષણ છે અને લંગોટ છે. આભૂષણ અને પંચતીથી બનાવવામાં તો શિપીએ ખૂબ કળા વાપરી છે. સુંદર, કાળા અને કંઈક લીલાશપડતા પત્થર ઉપર બહુ જ મનોહર મૂતિ રચવામાં આવી છે. સુંદર પરિકર સહિત તેની ઉંચાઈ એક બેઠા મનુષ્ય જેટલી છે. એની નીચે આ પ્રમાણે લેખ છે –
सं० १०६३ माघ सुदी १३ बु....सावट वास्तव्य प्रागवट बलीकुरी सीया [] થોઃ સુતન વીવા નાન....[૨] બાવન પત્તય મુનિસુવ્ર ૨ તસ્ય પ્રતિમા !
લેખ તો લાંબો હતો પરંતુ વાદળાંનું અંધારું હોવાથી અને લેખ ઘસાઈ ગયેલ હોવાથી તેમ જ સાધનોનો પણ અભાવ હોવાથી આખા ઉતારી શકાયો નથી. અગીયારમી શતાબ્દીની આ મૂર્તિની રચના બહુ જ આકર્ષક છે. મુગટ, કુંડલ અને બીજા અન્ય આભૂષણ એવાં સુરુચિપૂર્ણ આલેખાયાં છે કે તે જોતાં જ મન લલચાઈ જાય છે.
આવી જ રીતે વચલી ચાલીમાં જ J 790, J 793 સુંદર અર્ધચન્દ્રાકાર બે મનહર ચોવીસીઓ છે. અર્ધચંદ્રાકાર પત્થરમાં નાના જિનેશ્વરોની મૂર્તિ બહુ જ આકર્ષક લાગે છે. આ સિવાય બીજી પણ નાની પ્રતિમાઓ બહુ જ સુંદર અને હૃદયંગમ છે.
જમણા મોટા હોલમાં તો ઘણી જ પ્રાચીન અને મનોહર પ્રતિમાઓ છે. જેમાં મુખ્ય પદ્માસનસ્થ ચેમુખજીની પ્રતિમાઓ છે. મથુરાના પ્રાચીન જૈનસંગ્રહના મુગટમણિની આને ઉપમા આપવી યોગ્ય છે. તેના નંબર અનુક્રમે ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૫, છે.
J 142 પ્રતિમાજી બહુ જ સુંદર અને વિશાલ છે.
For Private And Personal Use Only