SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૬ શ્રી જૈન સત્ય પ્રકાશ નામની દ્વિવિધતા–કોઈ કોઈ વાર ગ્રંથનું નામ તેના કર્તા જાણે બે રીતે સૂચવતા હોય એવો ભાસ થાય છે. અર્થાત પ્રથમ સૂચવેલા નામના પર્યાયરૂપ બીજું નામ સૂચવાતું હોય એમ જણાય છે. વિવરણાત્મક કૃતિઓના સંબંધમાં તો કેટલીએ વાર વિવરણકાર પિતાની કૃતિને વૃતિ તેમ જ ટીકા અથવા વૃત્તિ તેમ જ વિવૃત્તિ કે એવાં કેઈ યુગલરૂપે ઓળખાવતા જોવાય છે. વિવરણાત્મક કૃતિઓનાં નામો–આપણે અત્યાર સુધી મૂળ કૃતિઓનાં નામ વિષે વિચાર કર્યો, હવે એના વિવરણાત્મક સાહિત્ય વિષે થોડોક ઉહાપોહ કરીશું. વિવરણાત્મક કૃતિઓનાં નામ બે પ્રકારે નોધાયેલાં મળી આવે છે; (૧) મૂળ ગ્રંથની સાથે વિવરણવાચક શબ્દ જોડીને અને (૨) સ્વતંત્ર નામ ઉપસ્થિત કરીને. આ બે પ્રકારમાંથી પહેલો પ્રકાર વિશેષ પ્રાચીન હોય એમ જણાય છે, જો કે એનો ચોક્કસ નિર્ણય કરવો બાકી રહે છે. અત્રે એ ઉમેરવું અનાવશ્યક નહિ ગણાય કે ભાસ, ભાષ્ય, નિજુત્તિ, નિર્યુક્તિ, ચુણિ, ચૂર્ણિ, ટીકા, વ્યાખ્યા, વિવરણ, વૃત્તિ, વિવૃત્તિ. પંજિકા, નિરૂક્ત, અવચૂરિ, અવચૂણિ ઈત્યાદી વિવરણવાચક શબ્દ મૂળ ગ્રંથ સાથે જોડીને વ્યવહાર કરવામાં જેટલી સુગમતા છે એટલી નવું નામ રચવામાં નથી. નવાં નામ રચવામાં પણ બે પદ્ધતિઓને અમલ થયેલો જોવાય છે: (૧) મૂળ કૃતિ સાથે કંઈક પ્રકારને સંબંધ જળવાઈ રહે તેવી પદ્ધતિ અને (૨) મળ કૃતિ સાથે કશો જ સંબંધ ન હોય એવી પદ્ધતિ. પ્રથમ પદ્ધતિના ઉદાહરણ તરીકે અધ્યાત્મકલ્પકુમની ટીકા અધ્યાત્મકલ્પલતા, જનતત્ત્વ પ્રદીપના વિવરણરૂપ આહંતદનદીપિકાને ઉલ્લેખ થઈ શકે. બીજી પદ્ધતિના દષ્ટાંત તરીકે અન્ય વ્યવછેદાવિંશિકાની વૃત્તિ સ્યાદવાદમંજરી, જંબુદ્દીવ પણુતિ (જબૂદીપપ્રજ્ઞપ્તિ) ની ટીકા પ્રમેયરત્નમંજૂષા વગેરે વિવરણાત્મક ગ્રંથ ગણાવી શકાય. આ પ્રમાણે સમય અને સાધન અનુસાર ગ્રંથોનાં નામો વિષે મેં જે ઉહાપોહ કર્યો છે તે ઉપરથી જોઈ શકાશે કે જેમ ગ્રંથોના સંપાદન માટે સમીક્ષાત્મક દૃષ્ટિની આવશ્યકતા છે તેમ ગ્રંથની યાદી રજુ કરતી વેળા તેમ જ મુખપૃષ્ટાદિ ઉપર ગ્રંથનું નામ રજુ કરતી વેળા પણ સમીક્ષાત્મક દૃષ્ટિની આવશ્યકતા છે. સંપાદકાદિ આ હકીકત તરફ એગ્ય લક્ષ્ય આપશે, અને મૃતધર પ્રસ્તુત વિષ્ય પર વિશિષ્ટ પ્રકાશ પાડશે એવી આશા રાખતો હું વિરમું છું. ૨૬, જુઓ ગણધરસાર્ધશતકની શ્રી સુમતિગણિ કૃત વૃત્તિ. For Private And Personal Use Only
SR No.521511
Book TitleJain Satyaprakash 1936 05 SrNo 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy