SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૯૯૨ www.kobatirth.org સંતખાલની વિચારણા અને મૂર્તિપૂજા-વિધાન '—જો તમેા ઈશ્વરને હૃદયથી ચિન્તનીય અને અરૂપી માના છે તે શબ્દના સબંધ ઇશ્વરની સાથે રહેશે નહિ. અને તે પછી એ પદ્ઘના ધ્યાન અને ઉચ્ચારણથી તમેાને શું લાભ થશે ? આ॰-જે વખતે હંમે પદ્મનું ધ્યાન અને ઉચ્ચારણ કરીએ વખતે મારા આન્તરિક ભાવ ૐ શબ્દમાં રહેતા નથી. બલ્કે એ પદના વાચ્ય-ઇશ્વરમાં રહે છે. છીએ તે જડરૂપ --જ્યારે તમારા ભાવ, વાચક ૯ પદને છેડી વાસ્થ્ય-ઇશ્વરમાં રહે છે તેા પછી તમારે વાચકપદ્મ શબ્દની શું જરુર છે ? આવયકતા આન્ધ્રપદની એટલા માટે છે કે ૐ શબ્દ વિના ઇશ્વરનું જ્ઞાન થતું નથી. મ—જેવી રીતે ૐ પદની સ્થાપના વિના ઈશ્વરનું ધ્યાન થઈ શકતું નથી એવી રીતે મૂતિ વિના ઇશ્વરનું જ્ઞાન પણ થઈ શક્તું નથી. કદાચ તમે કહે કે એ મૂર્તિ બનાવનારે ઇશ્વરને કયાં જોયા છે ? તે તે તમારું કહેવું ઠીક નથી, કારણકે જેમ નકશા બનાવવાવાલે સર્વ દેશ ઇત્યાદિ જોયા વગર નકશા તૈયાર કરે છે અને એ નકશા ઉપરથી માણસને સર્વ નગર ઇત્યાદિનું જ્ઞાન થઈ શકે છે. એ પ્રમાણે મૂર્તિમાં પણ સમજવું જોઇએ. જ આ—ભલા જ્યારે શાસ્ત્રથી ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત થાય છે તેા પછી મૂર્તિની શી જરુર છે? મં—તમારું એ કહેવું પણ ઠીક નથી, કારણ કે કેવળ વૃત્તાંત સાંભળ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૫ વાથી જે જ્ઞાન થાય છે તે કરતાં એ વૃત્તાંત સાથે એ વસ્તુનેા નકશે। પણ દેખાડવામાં આવે તે એ જ્ઞાન વધુ સ્પષ્ટ અને પાકું થાય છે આ—જો આપ, પત્થરની મૂર્તિને જોવાથી શુભ પરિણામ આવે છે, એમ માનેા છે તે એની જડતાના ભાવ આવશે. અને પણ આપમાં અવશ્ય જ્યારે બુદ્ધિ પત્થર થઈ જશે તા આપ પણ પાષાણુવત્ જડ થઇ જશે. મં—અરે ભાઇ, મૂખ પણ જાણે છે કે સ્ત્રીની પ્રતિમા દેખીને કામ જરુર ઉત્પન્ન થાય છે, પણ જોનાર માણસ સ્ત્રી ખનીજતે નથી. એવી રીતે શાન્ત, દાન્ત, વીતરાગ દેવની મૂર્તિ જોઈ ને માણસ શાન્ત, દાન્ત થઈ શકે છે, પણ કઈ જડ મની જતા નથી. વળી ૐ શબ્દ પણ જડ છે અને તમે તે અનેકવાર ૐ શબ્દ દેખ્યા હશે, પરન્તુ જડ તે ન બન્યા. આ~આપનું કહેવું અસત્ય છે, કેમકે ૐ શબ્દ દેખીને હુમાને પરમાત્માનું સ્મરણ થાય છે. સં—તેા પછી મૂતિ માટે પણ એ જ વાત છે એ કેમ ભૂલા છે? સંસારમાં કાઈ પણ મત એવા નથી કે જે મૂર્તિને ન માનતા હૈાય ? અલખત દરેકની માનવાની પદ્ધતિ જરુર ભિન્ન ભિન્ન છે, પણ તેટલા માત્રથી મૂર્તિનું ખંડન તે ન જ થઈ શકે. આ॰—પણ મૂર્તિ જડ છે તેથી એની ઉપાસનાથી મનુષ્ય પણ જડ મની જશે એ શંકા હજી હૃદયથી દૂર થતી નથી. [જુએ પૃષ્ઠ ૩૬૮] For Private And Personal Use Only
SR No.521511
Book TitleJain Satyaprakash 1936 05 SrNo 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy