________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૭
ગ્રંથાનાં નામ છે અને તેમાંના અનેકનાં નામ પણ પડેલાં છે એટલે ગ્રંથના નામકરણ માટે યોગ્ય સામગ્રી ઉપસ્થિત હોવાથી ગ્રંથકાર એમાંથી એક સુંદર નામ પસંદ કરી પોતાની કૃતિને બંધબેસતું થઈ પડે તેવું તેમાં પરાવર્તન કરીને કે તેમ કર્યા વિના ગ્રંથનું નામ પાડે એ સંભવિત છે. દાખલા તરીકે એક વખતે આપણા દેશમાં ભિન્ન ભિન્ન ગ્રંથ ઉપર વાર્તિક ૧૧ રચવાની ધૂન જાગી હતી.૧૨ એ વાતિગયુગની અસર નીચે શ્રીવિદ્યાનંદિએ પિતાની એક સુંદર કૃતિનું નામ તત્ત્વાકવાતિક રાખ્યું હોય એમ ભાસે છે. મેટે ભાગે કુમારિલભટ્ટની લોકવાતિક નામની કૃતિના નામનું અત્ર અનુકરણ કરાયું હોય એમ જણાય છે.
જરા પણ પરાવર્તન કર્યા વિના એટલે કે પૂર્વે રચાયેલા ગ્રંશેનાં નામો કાયમ રાખીને જે ગ્રંથનાં નામે પડેલાં છે એવા ગ્રંથ તરીક તક૯૫૧૩, કર્મવિપાકદિ કર્મગ્રંથ અને અજિતશાંતિસ્તવનો સામાન્યત: નિર્દેશ થઈ શકે તેમ છે.
અનામક કૃતિનું નામકરણ–જે કૃતિનું નામ તેના કર્તાએ ગમે તે કારણસર ન પાડયું હોય કે ન જણાવ્યું હોય તેનું નામ પાછળથી યોજાય તેનું શું કારણ હશે એવો પ્રશ્ન સહજ ઉદ્દભવે છે. આના ખુલાસા તરીકે એમ સૂચવી શકાય કે એ કૃતિ વિષે ઉલ્લેખ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થતાં તેનું નામ યોજાયું હોય. આ પ્રસંગ ચાર રીતે ઉપસ્થિત થવા સંભવ છે (૧) એ કૃતિનું વિવરણ રચતી વેળા, (૨) એ કૃતિને ઉલ્લેખ કરતી વેળા, (૩) એ કૃતિમાંથી કોઈ અવતરણ રજુ કરતી વેળા અને (૪) એ કૃતિની પ્રતિકૃતિ કરતી વેળા. આ ઉપરથી સમજાશે કે કયાં તો વિવરણકારને હાથે, કયાં તે સાક્ષીરૂપે ઉલ્લેખ કરનારને હાથે, કાં તો અવતરણ રજુ કરનારને હાથે કે કયાં તે પ્રતિના લેખકને હાથે અનામક કૃતિના નામકરણ વિધિ થાય છે.
પ્રતિના લેખકને હાથે જે કૃતિનું નામ જોયું હોય તે કૃતિનાં અન્યાન્ય નામે કેટલીક વાર નજરે પડે છે. ૧૪ વળી કેટલીક વાર અશિક્ષિત લહિયાને હાથે નામ ભ્રષ્ટ પણ બને છે. અત્રે એ પણ સચવવું અનાવશ્યક નહિ ગણાય કે જયારે કોઈ કૃતિનું નામ તેના કર્તાના હાથે ન પડવું હોય ત્યારે તે ક્યારથી પડયું છે એ જાણવું અને તેની તપાસ કરવી એ પણ એક રસપ્રદ વિષય છે.
(અપૂર્ણ)
૧૧ વાર્તિક એ વ્યાખ્યાના ત્રણ પ્રકારે પૈકી એક છે (બીજા પ્રકારો ભાષા અને વિભાષા છે ). વાર્તિકરૂપ વ્યાખ્યા મુતકેવળી કરી શકે. શ્રીકેટચાચાર્યે પોતાના વિવરણમાં વિશેષાવશ્યકભાષ્યને “વાર્તિક” જેવું વિશિષ્ટ સ્થાન આપ્યું છે.
૧૨ કારિકાના સંબંધમાં પણ આ રીતે વિચાર થઈ શકે તેમ છે. ભાષ્યકારિક, મધ્યમકારિકા (નાગાર્જીનીય), સાંખ્યકારિકા, ભd હરિની કારિકા ઇત્યાદિ એના ઉદાહરણરૂપ છે,
કેટલાક ગ્રંથોના નામના અંતમાં “ મંજરી' ઇત્યાદિ શબ્દ પણ જોવાય છે. આ સંબંધમાં આહતદર્શનદીપિકાના પ્રારંભમાં મેં થોડોક ઊહાપોહ કર્યાનું મને સ્કુરે છે.
૧૩. જુઓ “જૈન હસ્તલિખિત પ્રતિઓનું વર્ણનાત્મક સૂચીપત્ર” (પુ) ૧૭ ભાવ ૨૦, ૫૦ ૨૮.)
૧૪. દાખલા તરીકે રત્નાકર પંચવિંશતિકાના રત્નાકરપચીસી, આત્મગહસ્તોત્ર, આયણરત્નાકરપચીસી ઇત્યાદિ નામ જોવાય છે.
For Private And Personal Use Only