________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ જેનદર્શનના લેખક શ્રીયુત વીરેન્દ્રકુમારને:–
૧. પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરિજી મહારાજને “દિગંબરની ઉત્પતિ ” શીર્ષક લેખ હજારો વર્ષ પૂર્વે રચાયેલ ગ્રંથના સારરૂપ છે. “સમીક્ષા” સાથે એને સીધો સંબંધ નથી, છતાં માનવી હોય તે કઈ રોકી શકે નહિ.
૨. અમારા પત્રમાં કટુતા વિગેરેને સ્થાન આપ્યું નથી, ને કે સમીક્ષાના પ્રતિવાદ તરીકે તેમ થાય તેમાં શંસય નથી.
૩. પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદમૂરિજી તે જ છે કે જેઓએ શ્રી કેશરીયાજી તીર્થ કે જે અસલથી વેતાંબરોનું છે તેમ જ તેમની જ માલીકી અને કબજાવાળું છે, તેમાં ઇવજાદંડ ચઢાવવાની બમણુયોગ્ય ક્રિયા કરી હતી, અને જેમાં દિગંબરો, પોતાની હંમેશની પદ્ધતિ પ્રમાણે, દંગે મચાવ્યો હતો અને નાસભાગ કરતાં ચાર દિગંબર ચગદાઈ ગયા હતા. “કેશરિયા હત્યાકાંડ' શબ્દ તે લેખકની ઈર્ષ્યાદેવ વિગેરેની લાગણીને જ આભારી છે.
૪. ગુજરાતી લોકમાં તામ્બર લેની સુઝ અને વિવેકવાળા વધારે સંખ્યા હોવાથી તમારે તેનું હિન્દી કરાવી સમજી લેવું એ જ શ્રેયસ્કર છે.
૫. પરમપૂજ્ય ઉપાધ્યાય મહારાજ શ્રી લાવણ્યવિજયજી (આચાર્ય મહારાજશ્રી વિજયેલાવણ્યસૂરિજી) મહારાજના લેખોનું તત્તવ વેતાંબર આગમોનું જિનક્તિપણું સાબીત કરવા માટે છે એ જ સમજાયું હતું તે “નદક” જેવી દિશા લેવી પડત નહિ.
૬. પરમ પૂજ્ય મુનિ મહારાજ શ્રી દર્શનવિજયજી મહારાજને લેખ જે બરોબર વિચાર્યું હોત તે માત્ર “પ્રતિસારૂપ જ વાકયો છે”, એમ લખવાની જરૂર ન રહેત.
૭. “આ પુર ” જેવાં “પુસ્તકમાં આગ લખાયાં” એવા ચેક અર્થવાળા વાક્યમાં પણ કદાગ્રહને આધીન થઈ રચનાકાળે ગણી લીધો. આવી હિમાલય જેવી ભૂલની આવૃત્તિ લેખક મહાશય સ્વને પણ હવે નહિ કરે એમ ઇચ્છવું સ્થાન સર જ છે.
For Private And Personal Use Only