________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિત્ર
* * *
*
* * * * * * *
* * *
૩૦૬
શ્રી જૈન સત્ય પ્રકાશ માળાઓ અને ગુર્નાવલી વિગેરેમાં આદિ પાર્શ્વનાથનું અને નેમીનાથનું મંદિર હેવાનો ઉલ્લેખ મળે છે. શ્રી મુનિસુંદરસૂરિકૃત ગુર્નાવલીના ૨૮ મા શ્લોકમાં કહેવા પ્રમાણે “માણ રાજાના કુળમાં થયેલ સમુદ્રસૂરિએ દિગમ્બરોને જીતી નાગવહનું પાર્શ્વનાથનું તીર્થ પિતાને સ્વાધીન કર્યું હતું” શ્રી મુનિસુંદરસૂરિએ બનાવેલા અહીંના પાર્વનાથના સ્તોત્ર ઉપરથી જણાય છે કે– શ્રી પાર્શ્વનાથનું મંદિર સંપ્રતિ–રાજાએ બનાવ્યું હતું.
શ્રી નેમિનાથનું નામ શ્રી શીલાવિજયજીએ અને જિનતિલકસૂરિએ પોતપોતાની તીર્થમાળાઓમાં પણ લીધું છે. શ્રીમતિલકસૂરીએ બનાવેલા એક સ્તોત્રમાં અહિંનું નેમિનાથનું મંદિર પેથડ શાહે બનાવ્યાનો ઉલ્લેખ છે.
અત્યારે ન પાર્શ્વનાથનું મંદિર છે, ન નેમિનાથનું. એક માત્ર શ્રીઅદબદછનુંશ્રીશાન્તિનાથ ભગવાનનું મંદિર છે. બાકી આસપાસમાં તૂટેલાં મંદિરોની શોધખેલ કરવામાં આવે તે ઘણા શિલાલેખો અને ઘણી મૂત્તિઓ પ્રાપ્ત થઈ શકે.
આ શાન્તિનાથ ભગવાનના મંદિરની પૂજા પાઠની વ્યવસ્થા પહેલાં તે બરાબર હેતી પરન્તુ હમણાં એકલિંગજીમાં જે હાકેમ સાહેબ છે, તેમણે પોતાની નીચેના ઓફીસરમાંથી અને બીજી રીતે પ્રયત્ન કરી પૂજા પાઠની વ્યવસ્થા કરી છે. એટલે નિયમિત પૂજા થાય છે.
ઉદયપુર આવનારા યાત્રાળુઓએ અહિંની યાત્રા અવશ્ય કરવી ઘટે. પાકી સડક છે, મોટર, ટાંગા ગાડી જાય છે. અહિંથી થોડે જ દૂર–માત્ર ૩-૪ માઇલના છે. દેલવાડા તીર્થ પણ છે.
૪ દેલવાડા એકલિંગજીથી ૩-૪ માઈલ દૂર દેલવાડા નામનું ગામ છે. આ દેલવાડામાંથી પ્રાપ્ત થયેલા શિલાલેખો સાથે દેવકુલપાટક” નામની એક બુક સ્વર્ગસ્થ ગુરુદેવ શ્રી વિજયધર્મસૂરિમહારાજની લખેલી બહાર પડી ચૂકી છે. એના ઉપરથી દેલવાડાના સંબંધમાં ઘણી માહિતી મેળવી શકાય છે. દેલવાડા જેનાર કોઈ પણ દર્શક કહી શકે તેમ છે કે કોઈ સમયે અહિં ઘણાં જૈનમંદિર હોવાં જોઈએ. પ્રાચીન તીર્થમાલાઓ વિગેરેમાં અહિં ઘણાં મંદિર હોવાનો ઉલ્લેખ મળે છે. વળી એક તીર્થમાલામાં તે અહિંના બે પર્વત ઉપર શત્રુંજય અને ગિરનારની સ્થાપના પણ ઉલ્લેખ છે –
“દેલવાડિ છિ દેવજ ઘણું, બહુ જિનમંદિર રળીયામણાં; દેઈ ડુંગર તહાં થાપ્યા સાર, શ્રી શત્રુ ને ગિરનાર
(શ્રી શીલવિજયજી કૃત તીર્થમાલા, સંવત્ ૧૭૪૬ ની) અત્યારે અહિં ત્રણ મંદિરે વિદ્યમાન છે. જેને “વસહિ” કહેવામાં આવે છે. આ મંદિરે ધણું વિશાળ છે. ભોંયરાં પણ છે. વિશાળ અને મને હર પ્રભુમૂર્તિઓ ઉપરાન્ત અહિં કેટલાક આચાર્યોની મૂર્તિઓ પણ છે. ૧૯૫૪ માં અહિંના જીર્ણોદ્ધાર પ્રસંગે ૧૨૪ મૂર્તિઓ જમીનમાંથી નીકળી હતી. પ્રાચીન સમયમાં આ એક વિશાળ
For Private And Personal Use Only