________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ મેવાડની પંચતીર્થી
૩૦૭ નગરી હતી. અને કહેવાય છે કે એક વખતે અહિં ત્રણ સે ઘંટાઓને નાદ એક સાથે સંભળાતો હતો. અર્થાત ત્રણ સે સાડાત્રણ સો મંદિર અહિં વિદ્યમાન હતાં. ઘણીખરી ઐતિહાસિક ઘટનારો આ નગરીમાં બન્યાનાં પ્રમાણ મલે છે. સેમસુંદરસૂરિ કે જેઓ પંદરમી સદીમાં થયા છે. અહિં અનેક વાર આવ્યા હતા, અને પ્રતિષ્ઠાઓ, પદવીઓ વિગેરેના ઉત્સવો કરાવ્યા હતા. એમ “સેમસૌભાગ્ય કાવ્ય” ઉપરથી જણાય છે.
અહિંના શિલાલેખો અને બીજાં ઐતિહાસિક પ્રમાણોથી એ માલૂમ પડે છે કે પંદરમી, સેલમી અને સત્તરમી શતાબ્દિમાં આ શહેર પુર જાડેજલાલીવાલું હતું. અહિંની પ્રત્યેક મૂર્તિ ઉપર પ્રાયઃ શિલાલેખ છે. બીજા પણ શિલાલેખો ઘણા છે. પૂજ્યપાદ સ્વર્ગસ્થ ગુર્દેવ શ્રીવિજયધર્મસૂરમહારાજે જેમ દેવકુલપાટક'માં અહિંના કેટલાક શિલાલેખો આપ્યા છે, તેવી જ રીતે શ્રીયુત પૂરણચંદ્રજી નાહરે પણ અહિંના ઘણું શિલાલેખ જેનલેખ સંગ્રહના બીજા ભાગમાં આપ્યાં છે.
અત્યારે જે ત્રણ મંદિરે છે તે બાવન જિનાલય છે. મૂર્તિઓ વિશાળ અને ભવ્ય છે. ચોથું એક મંદિર તિજીના ઉપાશ્રયમાં છે. મોટા ત્રણ મંદિરોમાં બે ઋષભદેવ ભગવાનનાં અને એક પાર્શ્વનાથનું કહેવાય છે. અહિં ઓસવાલોનાં લગભગ સો સવા સો ઘર છે, પરંતુ તે બધાં સ્થાનકવાસી છે. એક ગૃહસ્થ શ્રીયુત મોહનલાલજી ઉદયપુરના વતની છે, તેઓ મૂર્તિપૂજક હાઈ યથાશક્તિ પૂજા પાઠ કરે છે. અહીં મહાત્મા શ્રીલાલજી અને મહાત્મા રામલાલજી વિગેરે મહાત્માઓ સજજન પુરુષ છે. મહાત્માઓની અહિં ૧૦-૧૨ પાસાલો છે, તેઓ કુલગુર છે, જૈનધમી છે, અને ભૂતિ પૂજમાં માનનારા છે. અહિંની યાત્રા પણ ખાસ કરવા લાયક છે.
પ દયાળશાહનો કિલ્લે “નવ ચોકી નવ લાખકી, ક્રોડ રૂપરો કામ; રાણે બંધાયો રાજસિંહ, રાજનગર હૈ ગામ. વહી રાણા રાજસિંહ, વહી શાહ દયાળ;
વણે બંધાયો , વણે બંધાઈ પાળ.” વિક્રમની ૧૮ મી શતાદિમાં ઉદયપુરની ગાદી ઉપર થયેલ રાણું રાજસિંહે, કાંકરોલીની પાસે રાજનગર વસાવ્યું-આ રાજનગરની પાસે જ રાજસાગર નામનું એક વિશાળ તળાવ છે. જેનો ઘેરાવો ૨૮ માદલનો કહેવાય છે. આ તળાવની પાળ એટલી બધી જબરદસ્ત છે કે જેની પાછળ રાણું રાજસિંહે એક કરોડ રૂપીયાને વ્યય કર્યો હતો. તળાવની પાળની પાસે જ એક મોટો પહાડ છે. આ પહાડ ઉપર એક કિલ્લો છે, જે દયાળશાહનો કિલ્લે” એ નામે ઓળખાય છે. ખરી રીતે આ કિલ્લે નથી, પણ એક વિશાળ મંદિર છે. “દયાળશાહને કિલા” તરીકે ઓળખાતું આ મંદિર, દયાળશાહ નામના ઓસવાલ ગૃહસ્થ બનાવ્યું હતું. દયાળશાહ મહારાણા રાજસિંહના એક વફાદાર મંત્રી હતા. દયાળશાહના મંત્રી હોવાની ઘટના જેમ રહસ્ય પૂર્ણ છે, તેવી જ રીતે તેમના આ મંદિર બનાવવાની ઘટના પણ વિચિત્ર છે.
For Private And Personal Use Only