________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ગ પરિહારાદિથી વિભૂષિત કૃતિઓ
લે, પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ..
જેમ આપણું ધર્મની ઉત્તિ તેમ જ આપણા ધર્મના અનેકાંતવાદ અને અહિંસા જેવા મુખ્ય મુખ્ય સિદ્ધાંતના મૂળ વિષે પણ અનેક વિધ ક૯પનાઓ --- ખાટી કે ખરી – કરવામાં આવી છે ને આવે છે તેમ આપણા સાહિત્યની ઉત્તિ અને તેના વિકાસ વિષે પણ વિવિધ કલ્પનાઓ ઉદ્દભવેલી જોવાય છે. આવી ક૯પનાઓ પૈકી એક કલપના તો એ છે કે આપણું સાહિત્ય પ્રારંભિક દશામાં પ્રાકૃતમાં જ રચાયેલું હતું ને આ પણ પાસે ગીર્વાણ ગિરામાં ગુંથાયેલું સાહિત્ય હતું જ નડિ. હું ભૂલતા ન હોઉં તો હજી સુધી કેઈએ ચોદ પૂર્વની રચના સંસ્કૃતમાં થઈ હતી એ હકીકત પ્રબળ પ્રમાણે આપી સિદ્ધ કરી જણાતી નથી જે આ વાત સાચી હોય તે એ દિશામાં ૫ પ્રયાસ થવો ઘટે.
એમ કહેવાય છે કે અજૈનને હાથે સંસ્કૃત સાહિત્યનું ક્ષેત્ર ખેડાતું જે આપણા બહુશ્રત મુનિવરિએ પણ અજૈન સાહિત્ય સાથે ટક્કર ઝીલી રાકે તેવું સાહિત્ય રચવા કલમ હાથમાં લીધી. આ વિવાદાસ્પદ વિષયનું વિશેષ વિવેચન હાલ તુરત મે કુક રાખી પ્રસ્તુતમાં એટલું જ કહેવું બસ થશે કે ગમે તેમ છે, પરંતુ જેમ અજૈન સાહિત્યમાં અમુક અમુક અક્ષરો ન આવે એવી એટલે કે ૨૫મુક એારોના પરિહરથી વિભૂષિત કૃતિઓ ઉપલબ્ધ થાય છે તેમ આપણું જૈન સાહિત્યમાં પણ એવી કૃઓ મળી આવે છે, અહીં એમાંની કેટલીકનો નિર્દેશ કરવામાં આવે છે. - કવિ દંડીએ રચેલા દશકુમારચરિતનો સાતમો ઉવાસ પ, ફ, બ, ભ, અને મ એ પાંચ સ્થાનીય અક્ષરોના પરિવારનું સુંદર ઉદાહરણ છે. ઠંડીનો સમય ઈ. સ. ૭૦૦ ની આસપાસને મનાય છે. એની પૂર્વે કોઈએ અમુક વર્ગના પરિવાર વાળી સળંગ કૃતિ રચી હોય તો તે તરફ મારું લક્ષ ખેંચે છે તેનો ને વિજ્ઞપ્તિ છે. - આપણું જે મુનિર એ કેવળ એક જ વર્ગના પરિવાળવાળી કૃતિઓ ન રચતાં ત્રણ ત્રણ ને પાંચ પાંચ વર્ગના પરિહારવાળી પણ કૃતિઓ રચી છે. શ્રી પૃથ્વીચંસૂરિકૃત કલ્પસૂત્રટિપ્પણની પ્રશસ્તિના ચીન પદ્યમાં સચવાયું છે તેમ “શાકંભરી” ના ભૂપને પ્રતિબોધ પમાડનારા શ્રીધર્મ પાષસૂરિના શિષ્યશેખર તેમ જ શ્રીદેવસેન ગણિના ગુરુ એવા યશોભદ્રસૂરિએ ત્રણ વર્ગના અક્ષરોના પરિવારથી મંડિત કૃતિ રચી હતી.
- ૧, આની પૂર્વ પીઠિકા – બીજા ઉછવાસ (પૃ. ૨૭) માં જૈનધર્માદિનો ઉપહાસ કરાયેલા જોવાય છે,
૨ આવા એક બીજા ઉદાહરણ તરીકે શ્રીરામત કસધિન મહાકાવ્ય ૧માં રસ નો નિશ થઈ શકે તેમ છે. આ રિૌgય છે. અહીં ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિરમાં એક એક હસ્તલિખિત પ્રત છે અને તે મુજબ આ સંગ માં ૭ર પડ્યો છે.
૩ આની સંપૂર્ણ પ્રશસ્તિ ભાંડારકર પ્રાધા સંધ મંદિર (પૂન)તરફથી ટૂંક સમયમાં પ્રસિદ્ધ થનાર “ જેન હસ્તલિખિત પ્રતિઓનું વિસ્તૃત અને વર્ણનાત્મક મૂર્ચાપત્ર” ( પુ. ૧૭, ભા. ૨) ન ૧૯૭માં પૃષ્ઠમાં મેં આપેલી છે. આની અપૂર્ણ પ્રશસ્તિ પ્રો. પિટર્સનના ત્રીજા રિપોર્ટ (પૃ. ૧૫-૧૬ )માં નજરે પડે છે,
For Private And Personal Use Only