SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૨ શ્રી જૈન સત્ય પ્રકાશ वीणापुस्तकभृन्मराललुलितं धते च रूपं बहि:। पूजाहे भुवनत्रयस्य विशदज्ञानस्वरूपाऽपि या ॥६॥ . અર્થાત–જે (સરસ્વતી) સમસ્ત પદાર્થોના સમુદાયને તેના સ્વરૂપે સ્યાસ્પદથી વ્યાપીને રહેલી છે, જેના સિવાય આખુંય વિશ્વ અસત એટલે ઉત્પન્ન ન થયું હોય તેની પેઠે નિશ્રેષ્ટ જેવું થઈ જાય, જે ત્રણ ભુવનને પૂજવા યોગ્ય વીણા અને પુસ્તક સહિત તેમ જ હંસ ઉપર બેઠેલા બાહ્ય રૂપને ધારણ કરે છે અને જે નિમલ જ્ઞાન સ્વરૂપિણ છે. વિક્રમની ચઉદમી સદીમાં થએલા ખરતર ગચ્છાચાર્ય શ્રી જિનપ્રભસૂરીએ રચેલા ત્રાલયના સાતમા લોકમાં આ પ્રમાણે વર્ણન કરેલું છે – ८. मौक्तिकाक्षवलयान्जकच्छपीपुस्तकातकरोपशोभिते ! । पद्मवासिनि ! हिमोज्ज्वलाङ्गि! वाग्वादिनि ! प्रभव नो भवच्छिदे ॥७॥ અર્થાત–મોતીની અક્ષમાલા, કમળ, વણા અને પુસ્તકથી યુક્ત હાથથી શોભતી, કમલવાસિની, હિમ – બરફના સમાન ઉજ્જવળ – ભવેત વર્ણવાળી, હે રાગ દેવી (સરસ્વતી!) અમારા ભવના–સંસારના–નાશ માટે થા. આ ઉપરાંત કર્તાના નામો વાળાં તથા નામો વગરનાં સરસ્વતીના ભિન્ન ભિન્ન - પ્રકારનાં સ્વરૂપનાં વર્ણને સેંકડોની સંખ્યામાં મળી આવે છે જેમાંથી થોડાંએક નીચે • પ્રમાણે છે. ભક્તામર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ભાગ બીજાની પ્રસ્તાવના પાના ૩૪ ઉપર છપાએલા સ વતી - તક ના ચોથા લોકમાં તેના કર્તાએ કરેલા સરસ્વતીના સ્વરૂપનું વર્ણન આ પ્રમાણે આપેલું છે – ९. सरस्वति मया दृष्टा, वीणापुस्तकधारिणी । हंसवाहनसंयुक्ता, विद्यादानवरमदा ॥ ४ ॥ અર્થાત–વીણા અને પુસ્તકને ધારણ કરતી, હંસના વાહનવાળી, વિદ્યાદાનના વરને આપવાવાળી સરસ્વતીનું મેં દર્શન કર્યું. જૈન સ્તોત્ર સંદેહ (પ્રાચીન સ્તોત્ર સંગ્રહ) ભાગ ૧ લામાં સરસ્વતીના ૧૦૮ નામવાળું ૧૫ પદ્યનું મહામંત્ર ગર્ભિત સરસ્વતી સ્તોત્ર છપાએલું છે જેના ૬-૭માં શ્લેકમાં આ પ્રમાણેનું વર્ણન છે – १०. चन्द्रानना जगद्धात्री, वीणाम्बुजकरद्वया। . અમII સર્વ ચાણ, મિની તસ્મિની ચા . ૬ / काली कापालिनी कौली, विज्ञा राज्ञी त्रिलोचना । पुस्तकव्यग्रहस्ता च, योगिन्यमितविक्रमा ॥ ७ ॥ ૪. દે. લા. જૈન પુસ્તકેદ્ધાર ફંડ સુરત દ્વારા પ્રકાશિત. ૫. શ્રી જૈન પ્રાચીન સાહિત્યદ્વાર ગ્રન્થાવલિઃ અમદાવાદ:દ્વારા પ્રકાશિત. For Private And Personal Use Only
SR No.521507
Book TitleJain Satyaprakash 1936 01 SrNo 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy