________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરસ્વતી-પૂજા અને જેને
૨૨૭
અર્થાત–એક દિવસ સમગ્ર પક્ષીઓના કુળને વિષે શિરેભૂષણ સમાન હંસવડે વહન કરાયેલી શરદ (1)ના એકત્રિત થયેલા મેધના જેવી ઉજજવળ એવી પ્રભાઓના સમૂહેવડે દિશાની દુનિમાં વધારે કરનારી, હિમના જેવી કાંતિવાળા છત્રવડે આકારવાળી પૂર્ણિમાની જેમ શોભતી, સેવા કરવાને માટે સમીપ આવેલા તારારૂપ (અથવા મનહર એવી) દિવ્યાંગનાઓ વડે પાસેથી વીંટાયેલી, સ્વર્ગીય વારાંગનાઓ વડે વીંજાયેલા ચામરની શ્રેણિના મિલનરૂપ હંસીઓના વંશથી વ્યાપ્ત બનેલી શોભાવાળી, પવને નચાવેલા તરગેના જેવા ચપળ વાને ધારણ કરતી મૂર્તિ મતી ગંગાજેવી, અન્ય અક્ષરે વડે (યુન) દેષરહિત તેમ જ નૂતન ઉક્તિઓથી હૃદયંગમ એવાં પ તથા ગદ્ય વડે અનુક્રમે બંને બાજુએ રહેલા શિવ અને કેશવ દ્વારા અત્યંત સ્તુતિ કરાયેલી, મુરારિની નાભિરૂપ કમળના મધ્ય ભાગમાં આસકત થએલા દેહવાળા ચતુર્મુખના મૃતરૂપ મુંજ (એક જાતનું ઘાસ)ને કુંજ સમાન સામ (વદ) નું બરાબર ભ્રમરોની જેમ શ્રવણ કરતી, ગળામાં રહેલા સર્પના કુંકારથી મિશ્રિત એવા સુંઢના સુકારથી ચિત્રિત ચિત્કારવાળા, અતિશય મનોહર રીતે ફરનારાં તેમ જ સુંદર સુંઢવાળા એવા ગણપતિના
ત્યને નિહાળતી, વીણાના ધનિથી આકર્ષાયેલા હરિણના અનુરોધથી આવેલા ચન્દ્રની જેમ મસ્તક ઉપર છત્રને ધારણ કરનાર દેવર્ષિ નારદનાં સમૃદ્ધ ગીતને વિચાર કરતી, પિતા પોતાના ચિત્તને વલ્લભ એવા અર્થના લાભના અભિનિવેશથી સાહસ કરાયેલા એવા તેમજ તીરની ભૂમિને વિષે કલ્પિત શ્રેણિવાળા એવા દેવો અને દાન વડે “ક્ષીર” સમુદ્રના કિનારાની જેમ સેવાયેલી શરદની કુ (ચન્દ્રની કળા જેમાં નાશ પામી છે એવી પડવાથી યુક્ત અમાવાસ્યા) ની રાત્રિને વિષે સ્પષ્ટ દેખાતાં નક્ષત્રોના સમૂહના જેવી ગૌરવણ તથા પ્રણામ કરેલા જનોને અર્પણ કરવા માટે કવિતારૂપી લતાનાં સુન્દર બીજેની જાણે માળા હોય તેવી સ્ફટિક (રત્ન) ની અક્ષમાલાને એક હાથમાં ધારણ કરતી, નમ્ર પરંતુ દુઃખી જનની દરિદ્રતારૂપ કન્દને અદિતીયપણે વિનાશ કરવા માટે બીજા હાથમાં બળાત્કારપૂર્વક બન્દીવાન બનાવેલી લક્ષ્મીના નિવાસરૂપ કમળને ધારણ કરતી, વિકસ્વર–ખીલેલા કમળને વિષે સમકાળે પડતા ભ્રમરોન અથડાવાથી નમનારને પ્રત્યેક વાર જાણે નિવેદન કરતી હોય તેમ રણકાર કરતી વીણાને અપર હાથમાં ધારણ કરતી, ત્રણે વિદ્યાઓ તથા સમગ્ર કળાઓના વિલાસ તેમ જ સમસ્ત સિદ્ધાન્તના રહસ્યની મૂર્તરૂપ વાણી –-લતાના કન્દ સમાન પુસ્તકને અન્ય હસ્ત—કમળમાં ધારણ કરતી તેમ જ વિશ્વને પાવન કરનારી એવી શારદા દેવી આ સારસ્વતનું ધ્યાન કરતાં એક મુદ્દત (બે ઘડી અથવા ૪૮ મિનિટ) પર્વતની નિદ્રાને પ્રાપ્ત થએલા એવા મારી પાસે સ્વપ્રાંતમાં આવીને આદરપૂર્વક એમ વદી.
| વિક્રમની પંદરમી સદીમાં થએલા ચાર્ચ શ્રી મુનિસુન્દરસૂરિએ રચેલા જીરા રાતવાદ ના છઠ્ઠા કમાં આ પ્રમાણેનું વર્ણન છે:
७. तादात्म्येन समस्तवस्तुनिकरान् स्याद्व्याप्य या संस्थिता ।
निर्व्यापारतया भवेदसदिवाशे जगद् यां विना ॥
For Private And Personal Use Only