________________
(અનુસંધાન ટાઈટલ પાન ૪નું ચાલુ) ધ્યાનમાં રાખવું જરૂરી છે કે ઉપધાન નામના આચારની વખતે ૧ - કાળ ૨ વિનય - ૩ બહુમાન -૪ અનિદ્ભવ પ વ્યંજનભેદ ૬ અર્થભેદ ૭ તદુભયભેદ એ સંબંધી સાત આચારો નિયમિતપણે આરાધવામાં આવે છે, વળી સાધુઓની અપેક્ષાએ જેમ તે તે યોગને નહિં કર્યા છતાં તે તે સૂત્રોને વાંચનારો મનુષ્ય ભગવાન જિનેશ્વર મહારાજની આજ્ઞાનો વિરોધક ગણાય છે, તેવી જ રીતે શ્રાવક સંઘમાં પણ જેઓએ ૧ પંચમંગલ મહાશ્રુતસ્કંધ ૨ ઈરિયાપથિકાશ્રુતસ્કંધ ૩ અઈચૈત્યસ્તવ ૪ શકસ્તવ ૫ નામસ્તવ ૬ શ્રુતસિદ્ધસ્તવ એ છ શ્રીમહાનિશીથ સૂત્રમાં સ્પષ્ટપણે શિ જણાવેલા અને શ્રી ઉપધાન પંચાશક આચાર પ્રદીપ વિગેરે શાસ્ત્રોએ સ્પષ્ટ કરેલાં ઉપધાનોને વહન ન કરે અગર વહન કરવાની તૈયારીમાં ન રહે તેવાઓને જ શાસ્ત્રકારો સ્પષ્ટપણે આશાના વિરાધક જ ગણે છે.
વર્તમાન કાળમાં જે કેટલાક અંચલગચ્છીય કે પાયચંદ ગચ્છીય જેવા પૂર્વે જણાવેલા શાસ્ત્ર અને પરંપરાથી સિદ્ધ ઉપધાનોને માનવાની ના પાડે છે તેઓ છે આજ્ઞા વિરાધનાની કેવી ભયંકર જ્વાળામાં જવલી રહ્યા છે તે સમજવું સુજ્ઞોને માટે તો સહેલું છે.
ગ્રાહકોને વિજ્ઞપ્તિ આજના મંગલમય પ્રભાતે શ્રી સિદ્ધચક્ર પેપરનું નવમું વર્ષ શરૂ થાય છે. અમારા માનવંતા કે ગ્રાહકોને વિનંતિ કરવામાં આવે છે કે આ પત્રનું લવાજમ રૂ.બે તુરત મોકલી આપવા મહેરબાની
કરવી.
અત્રેના સ્થાનિક ગ્રાહકોએ એક માસની અંદર લવાજમ ભરી જવું. શિક જે ઠેકાણે આ પેપર ફ્રી મોકલવામાં આવે છે તેમને આ વર્ષે લવાજમ મોકલી આપવા
વિનંતિ કરવામાં આવે છે. કે જેઓ ગ્રાહક તરીકે ચાલુ રહેવા ઇચ્છતા ન હોય તેઓએ મહેરબાની કરી તુરત લખી શક જ જણાવવું જેથી ધાર્મિક સંસ્થાને નુકસાન ન થાય.
એક માસમાં લવાજમ જેમનું નહિં આવે તેમને વી.પી. કરવામાં આવશે.