________________
૧૬ ઓક્ટોબર ૧૯૪૦)
SIDDHACHKARA -
(Regd. No. B. 3047.
ઉપધાન અને શ્રાવક સંઘ
---
..
જૈન જનતામાં એ વાત તો જાણીતી છે કે સમ્યદ્રષ્ટિ આત્માઓનું પરમધ્યેય કેવલમોક્ષની પ્રાપ્તિ ઉપર જ હોય છે અને તે મોક્ષની પ્રાપ્તિ કોઇપણ કાળે પંચાચારની વિરુદ્ધતાથી થતી જ નથી. એટલે મોક્ષની ઇચ્છાવાળા ભવ્યાત્માઓએ ત્રિવિધ ત્રિવિધ પંચાચારનું જે પાલન કરવું તે આવશ્યક જ હોય. મોક્ષના સાધનભૂત પાંચ આચારોમાં પણ જો કોઇપણ આચાર આદિમાં કહેવા લાયક હોય અને કહેવાયો હોય તો તે માત્ર જ્ઞાનાચાર જ છે. જો કે શાસ્ત્રકારોએ મોક્ષનો માર્ગ બતાવતાં સમ્યજ્ઞાન કરતાં પણ સમ્યગદર્શનને પ્રથમ સ્થાન આપેલું છે. અને સમ્યગદર્શન જેને હોય તેને જ સમ્યજ્ઞાન હોય એમ નિશ્ચિત કરેલું છે, છતાં ઉત્પત્તિની અપેક્ષાએ તે વસ્તુ છે એમ સમજવું સુજ્ઞોને માટે અઘરું નથી, પરંતુ આચારની અપેક્ષાએ તો સમ્યગદર્શનના આચારો કરતાં પણ પહેલે નંબરે જ્ઞાનના આચારોને જ શાસ્ત્રકારોએ સર્વત્ર સ્થાન આપ્યું છે. શાસ્ત્રકાર મહારાજાઓએ પણ ગુરૂકુલ વાસના લાભો જણાવતાં નાખોફ ભાગી થયો છે. એમ જણાવી જ્ઞાનની એટલે જ્ઞાનાચારો આરાધવા પૂર્વક જ્ઞાનપ્રાપ્તિની પ્રથમતા જણાવેલી છે. તે જ્ઞાનના આચારો જો કે કાળ - વિનય વગેરે આઠ પ્રકારના છે, પરંતુ તેમાં સાત પ્રકારના આચારો યાવજીવને માટે આચારમાં મેલવા માટે ઉપયોગી છે જ, છતાં ઉપધાન નામનો આચાર એવો જબર જસ્ત છે કે જ્ઞાનની આરાધના કરનારાઓ માટે એક અપૂર્વ આરાધનાનું સ્થાન છે.
અનુસંધાન ટાઈટલ પાનું ૩ ાં
જ)