________________
૬ ઃ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧
(૧૬ ઓક્ટોબર ૧૯૪૦ છે અને તેવી જ રીતે તે કથન સર્વથા શાસ્ત્ર વિરુદ્ધ હોવાથી ભવિષ્યમાં તેનું નાક સાચવનારો કોઈ જ
નીકળે તેવો પણ સંભવ નથી. તે રામટોળીને આ વખતે કાર્તિકી પૂનમ લૌકિક ટીપ્પણમાં છે બે હોવાથી ચોમાસી ચૌદશ પણ વર્તમાનમાં વિધમાન એવા સકલ શાસનાનુયાય સંઘથી વિરુદ્ધપણે જ કરવી પડશે એટલું જ નહિ, પરંતુ જે ચૌદશે ચોમાસી પ્રતિક્રમણ કરશે અને વિહારની છુટ વિગેરે કહેશે તેને બીજે દિવસે વિહાર નહિ કરે. શ્રી સિદ્ધાચલજીની યાત્રા તરીકે પટ જુહારવાનું પણ નહીં કરે છતાં પૂનમ જેવી પર્વતિથિ માનશે અને પછી તેને ખોખા તરીકે માનશે!!! પરંતુ રામટોળી સિવાય આખો શાસનાનુસારી શ્રમણ સંઘ જે વર્તવાનો છે તે ક્રમ તો નીચે પ્રમાણે છે.
કાર્તક સુદ - ૧૩ પ્રથમ વાર મંગળ કાર્તક સુદ - ૧૩ બીજી વાર બુધ કાર્તક સુદ - ૧૪ વાર ગુરૂ અને ચોમાસી પ્રતિક્રમણ
કાર્તક સુદ - ૧૫ વાર શુક્ર અને શ્રી સિદ્ધાચલજીની યાત્રા અને પટTહારવો. ન મળતા લખાણની અપેક્ષાએ શ્રી તપાગચ્છના નાયક ક્રિયોદ્ધારક પરમત્યાગી આચાર્ય ભગવાન * શ્રી આણંદ વિમલસૂરિજીના વખતથી એટલે સં. ૧૫૭૨ (૭૬)થી દરેક વખતે બે પૂનમો લૌકિક ટીપ્પણામાં આવે ત્યારે બે તેરસો કરવામાં આવી છે અર્થાત્ બે પૂનમો હોય ત્યારે બે તેરસો કરવી એ માટે જતીઓની માન્યતા છે એવું રામટોળીનું કથન સર્વથા જૂઠું જ છે. વળી એ કથનને અનુસાર તેમના ગુરૂ-દાદાગુરૂ અને પરદાદાગુરૂવિગેરેને તેઓ જતી જ ગણાવવા માગે છે કે શ્રી વિજયદેવસૂરીશ્વરજી કે જેઓના નામે જ દેવસૂરસંઘ ગણાય છે તેઓએ પણ પટ્ટક લખવા ધારાએ બેપૂનમ કે બે અમાવાસ્યા ની હોય ત્યારે બે તરસ કરવાનું સાફ જણાવેલું જ છે.
જો કે મારા નવા નવમા વર્ષના પ્રારંભના નિવેદનમાં મારે તમારી આગળ ભવિષ્યના વર્ષની \y, આગાહી, આશાઓ અને ઉત્સાહી જણાવવાના પ્રયત્નની જરૂર હતી, પરંતુ આગામી વર્ષમાં પણ આ રામટોળી કે બીજા કોઈ પણ શાસન તોળનારાઓના વચનોનો પ્રતિકાર કરવાની પણ મારી તેટલી જ ફરજ છે, એમ સમજીને નિવેદનમાં પણ મારે આ ફરજ બજાવવી પડી છે, તેથી વાચકો ધીરજ રાખીને મને સમજશે અને મારા ધ્યેયને પહોંચવામાં મને મદદગાર બનશે એ આશા યોગ્ય
સ્થાને જ છે એમ હું માનું છું. , મારા વાચકો સારી રીતે જાણે છે કે પત્ર અને પત્રકારનો ધર્મ જ એવો વિચિત્ર હોય છે કે જે all આ બજાવતાં તેનાથી વિરુદ્ધ પક્ષવાળાને અરૂચિ અને અપ્રીતિ ઉત્પન્ન થયા સિવાય રહે નહિં, પરંતુ ધર્મ
સંબંધી સત્યતાપૂર્વકની શ્રદ્ધાને અવિચળ રાખીને વિરુદ્ધ પક્ષની અપ્રીતિ અને અરૂચિને અંગે ક્ષમા છે યાચી તેઓને સત્યમાર્ગનો વિચાર કરવાની તો પ્રેરણા કરવી એ મારી જરૂર ફરજ સમજું છું.
કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી મહારાજ પણ ફરમાવે છે કે – તથાપિ સંપીન્ય ]]]] વિત્નોરનાનિ, વિચારયન્તાં નયનત્યં સત્યં આટલું નિવેદન કરી મારા વાચકોને મને અપનાવવા ||
જેટલી ધીરજ રાખવા સૂચવી વિરમું છું.