SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ બVE ૫ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧ (૧૬ ઓક્ટોબર ૧૯૪૦ છે કરતાં ત્રણસોને એકસઠ જ દિવસો થવાના છે અને તેથી તેઓ તો જરૂર શાસ્ત્ર પરંપરા અને છે પોતાના વચનો મુજબ પણ અનંતાનુબંધી કષાયનો ઉદય તો જરૂર મિથ્યાત્વનો ઉદય ભોગવવા છે સાથે શાસનથી વેગળા જ જઇ પડે છે.) પ.ચૌદશના ક્ષયને માની તેરસ માની તેરસે ચૌદશની ક્રિયા કરનારાઓ તે રામટોળીને બીજી જs ચૌદશે પ્રત્યાખ્યાનાવરણીય કષાયની સ્થિતિવાળા બનવું પડે, ચોમાસી ચૌદશના ક્ષયની વખતે SM તેરસ માનીને ચોમાસી કરનારી તે ટોળીને બીજી ચોમાસી ચૌદશ વખતે અપ્રત્યાખ્યાનાવરણીય કષાયની સ્થિતિવાળા થવું પડે. તેમજ ભાદરવા સુદ ચોથના ક્ષયની વખતે ભાદરવા સુદ ત્રીજ માનીને તે તિથિએ સંવચ્છરી કરનારાને બીજે વર્ષે ભાદરવા સુદ ચોથની સંવચ્છરી કરતાં અનંતાનુબંધી કષાયના ઉદયની સ્થિતિમાં અને મિથ્યાત્વના ઉદયમાં જવાનું થાય તેમાં કોઈથી ) બચાવ થઈ શકે તેમ નથી. ઉપરનાં કારણો હેતુઓ અને શાસ્ત્રવચનોને સમજનારો મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકે કે શાસ્ત્ર અને પરંપરાને અનુસરનારા આચાર્ય મહારાજાઓ વિગેરેએ પૂર્વકાળમાં ટીપ્પણામાં આવતી ? પર્વતિથિના ક્ષયે પૂર્વની અપર્વતિથિ કે પૂર્વતર અપર્વતિથિનો ક્ષય જે કરેલો અને ગણેલો છે તે S વ્યાજબીજ છે, (આચાર્ય મહારાજ આનંદવિમલસૂરિજી કે જેઓના રાજયમાં શ્રી તત્ત્વતરંગિણી II ગ્રંથ રચાયો, તેઓ ક્રિયાઉદ્ધારક હોઇને પરમત્યાગી હતા, એવા પરમપુરુષને માટે પણ રામટોળી II જે એમ કહે છે કે પર્વતિથિના ક્ષયે પૂર્વની અપર્વ તિથિનો ક્ષય કરવો એ રિવાજ તો જતીઓનો છે, UP પણ સંવિગ્નોનો નથી એ કેવલ તેનો બકવાદ જ છે. એવી જ રીતે તે રામટોળી સિવાય કોઈપણ તપગચ્છનાકે વિજયદેવસૂરિજીના અનુયાયીઓએ ચૌદશ આઠમ આદિ પર્વતિથિઓનો ક્ષય કર્યો Tue નથી તેમ માન્યો પણ નથી, વર્તમાનમાં પણ રામટોળી સિવાયનો સમસ્ત ચતુર્વિધ સંઘ જુદા જુદા ઉLao ગચ્છ, જુદા જુદા સંઘાડા અને જુદા જુદા સંપ્રદાયો રૂપે પ્રવર્તે જ છે, તેઓ પણ પર્વતિથિના ક્ષયે ?) તેનાથી પહેલાંની પૂર્વની કે પૂર્વતર અપર્વતિથિનો ક્ષય જ માને છે. આ રામટોળી પણ અત્યાર સુધી તેમજ માનતી હતી, પરંતુ હમણાં થોડા જ વર્ષથી એ ઉન્માર્ગગામી બનીને પર્વતિથિની લોપક બની છે છે!એમ છતાં રામટોળીના અગ્રણીઓ કે તેને અનુસરનારાઓ કદાચ પર્વતિથિનો ક્ષય માને અને NIક તેના કદાગ્રહથી રામટોળી પણ સાચે માર્ગે ન આવતાં તે તરફ દોરાય તો તેની સાથે જૈન શાસનને કોઈ પણ જાતનો સંબંધ નથી.) આ રામટોળી જેવી રીતે શાસ્ત્ર અને પરંપરાથી વિરુદ્ધ, તથા વર્તમાન આચાર્ય ઉપાધ્યાય અને શ્રમણ સંઘથી વિરુદ્ધપણે પર્વતિથિને લોપનારી બની છે તેવી જ રીતે એ રામટોળી પર્વતિથિને બેવડી છે માનનાર પણ થઈ છે. પર્વતિથિ બેવડી થવાની વાત તો શું? પરંતુ જૈન જયોતિષના પંચાંગના હિસાબે તો સામાન્ય પણ તિથિ બેવડી થઈ શકતી નથી ! જૈન જયોતિષના હિસાબે ૨ થી વધારે પ્રમાણવાળી તિથિ હોતી જ નથી!શાસ્ત્રોમાં જે અતિરાત્ર તરીકે છ અતિરાત્રો જણાવવામાં આવે છે, તે કર્મવર્ષ અને સૂર્યવર્ષ વચ્ચેના છ દિવસના વધારાને અંગે જ છે, પરંતુ તિથિઓના ASIA વધારાને અંગે નથી જ આજ કારણથી રામટોળીને અનેકવખત ચેલેન્જ સાથે કહેવામાં આવ્યું કે બDI જેમ આસો વદ એકમ વિગેરે અવમરાત્રોની તિથિઓ શાસ્ત્રકારોએ બતાવેલી છે, તેવી રીતે જો Alb તિથિઓ વધતી હોય તો કઈ કઈ તિથિઓ વધે છે? એમ પણ શાસ્ત્રમાંથી વચન બતાવવા સાથે / સાબીત કરો, પરંતુ રામટોળીમાંથી કોઈપણ તે ટોળીનું નાક રાખનાર હજી સુધી નીકળ્યો નથી. 5
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy