SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩: શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧ (૧૬ ઓક્ટોબર ૧૯૪૦ છે શાસ્ત્ર અને પરંપરાને છુંદીફેદીને ચાલનારા છતાં પણ પોતાના વડલના જ વચન અને વર્તનોને છે શ્રી સુજ્ઞ સમાજને શિરે લાદી દેવાની કાળ જુની લતવાળી - આદતવાળી તેઓની કારમી રીતિ મુજબ છે ઇ તેમણે પણ જયારે આજે પલટો માર્યો ત્યારે એ વડિલનું અનુકરણ કરનાર પૂર્વોકત શ્રી જંબુવિ એ દળ પણ સ્વમત રસિકતાથી પૂ. ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષનો ઉલટો અર્થ કરીને ઉપર્યુકત દર્શાવેલા દME પ્રવચનકારનાં લેખિત વચનોથી વિરુદ્ધ લખીને અને વિરુદ્ધ વર્તને પણ અર્થ પલટો કરી સમાજમાં મહાન અનર્થ કરવાનું દુઃસાહસ કર્યું છે. પૂ. ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષનો સુસાર્થક ઘોષ કરનાર શાસનસ્તંભ મહોપાધ્યાય શ્રી 9 ધર્મસાગરજી મહારાજે રચેલ શ્રીતત્વતરંગિણી નામના ગ્રંથરત્નનું ભાષાંતર (?) પણ એ ત્રિપત્રી | પક્ષીના શ્રીજંબુ, એ તદન બેહુદું અને જુઠું જ કર્યું છે. એ ભાષાંતર ફકત જુઠા તરીકે જ નહિં, પરંતુ બ5|F જાણી જોઈને કદાગ્રહમાં પડીને જૂઠા જ લખાણથી ભરપૂર છે એમ અનેક વખત જાહેર કરવામાં પણ ' આવ્યું જ છે. અરે એની સન્મુખ જઈને પણ જાહેરની હાજરીમાં એ ચૂપ રહ્યા પર્યત તો એ ભાષાંતર | જૂઠું જ છે, અને એ સાબીત કરી આપવા પણ અમો તૈયાર છીએ, એમ પણ એ જંબુને ડિડિમિનાદે છે તે કહ્યું જ છે, જાહેર સભામાં પણ સાધુઓ દ્વારા બોલાવવામાં આવેલ છે, છતાં પણ એ દિશામાં એ જ જંબુ, કે એક કદમ ભરવા માત્ર પણ હિંમત બતાવી નથી. NU રૂબરૂમાં ખુલાસો કરી શકે તેવું કોઇપણ સત્ય એ ભાષાંતરમાં નહિં હોવાની એ જંબુને પણ છે ખબર જ હોવાથી તો એ લખીને આપો' એવી હલકી વાતો કરીને જનતાને છેતરે છે!પાલીતાણાથી નાશી છુટયા પછી શિહોરમાં પણ એમણે છેતરપીંડી શરૂ કરી છે એવી ખબર મળતાં શિહોરના આગેવાનો ઉપર પણ એને ચર્ચા કરવા રોકવાનું લખ્યા બાદ એને રોકવા ગયેલા આગેવાનોને મોઢે પણ “મારે ચર્ચા કરવી નથી' એમ કહી જે ભાવનગર જવા નાશી છૂટેલ તે જ આ જમ્બક છે અને એથી જ માંગણી કર્યા છતાં પણ ભાવનગરના આગેવાનોએ ચાતુર્માસની સાફ ના જણાવી ! એ ભાઈ આવાજ છે એમ જાણ્યા પછી તો ધ્રાંગધ્રા સંઘે કરેલી ચાતુર્માસની વિનંતિ પણ તમે અહિં આવશો જ નહિ એવું સાફ સંભળાવીને રદ કરી. એવા જૂઠાને પણ યેનકેન પ્રસંગમાં લાવવાની ફરજમાં મૂકતાં ચર્ચાનો સ્વીકાર કર્યા પછી પણ WA પાલીતાણાથી પલાયન કરી જનાર એ જ રંગ બહાદુર છે, કે આજે બે ચૌમાસી કરવા કુંડલામાં બેઠા \ કુંડલાકરની પણ હુંફ સાધવાથી બચાવ ઢંઢે છે.હા. દશા !! શ્રી તત્ત્વતરંગિણીમાં તો સ્પષ્ટ જણાવેલું છે કે “ચૌદશ પર્વતિથિનો ટીપ્પણામાં જયારે ક્ષય હોય @PI, THE ત્યારે જો કે તે વારે ઉદયવાળી તેરસ હોય છે, છતાં પણ તે વારે તેરસ છે એવું કહેવાનો પણ સંભવ IAS SK નથી અને તે વારે ચતુર્દશીનો ઉદય નહિં હોવા છતાં પણ પ્રાયશ્ચિત્તાદિ સર્વ ધર્મ કાર્યોમાં ચતુર્દશી જ Gીક કહેવી અને આખા શાસને પણ તે પ્રમાણે જ સ્વીકારેલ છે. વળી સાથે એમ પણ જણાવ્યું જ છે કે * “મુહૂર્નાદિકની અપેક્ષાએ તે દિવસ ગણપણે કથંચિત્ તેરસ ગણવામાં આવે તો પણ તે ગૌણ છે અને lur ચૌદશનું જ મુખ્યપણું છે, માટે ચૌદશ જ કહેવી. ધ્યાન રાખવું કે જગતમાં પણ વ્યવહાર તો SIS મુખ્યપણાથી જ થાય છે, અર્થાત્ ગૌણપણાથી વ્યવહાર થતો જ નથી શ્રી તત્ત્વરંગીણિકાર આ વાત SP/ સિદ્ધ કરીને તે દિવસે ચૌદશ જ છે એવો વ્યવહાર કરવાનું, સ્પષ્ટ સાબીત કરે છે. એટલે પર્વતિથિના V/ ક્ષયની વખતે તેનાથી પહેલાની અપર્વતિથિનો ક્ષય કરવો જ પડે અને તે દિવસે પર્વતિથિને જ આ
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy