________________
(ટાઈટલ પાનાં ૨ નું ચાલુ) , જેટલી સાધ્યતા અધુરી હોય અને સાધવા યોગ્ય હોય તે સાધવાનું થાય, પરંતુ વિશેષે જ નિગ્રંથતા એટલે સાધુતાની સાધ્યતા માટે જ વિશેષ પ્રયતની જરૂર સૂચના છે અને તે જ , કારણથી શ્રાવકોના વર્ણનમાં જગા જગા પર ચૌદશ-આઠમ-અમાવાસ્યા અને પૂનમના દિવસોએ ચારે પ્રકારના પૌષધો કરવાનો અધિકાર વર્ણવવામાં આવ્યો છે અને તે અધિકારના , ફલરૂપે તિથિયોની આરાધનાએ જૈનશાસનમાં અધિક સ્થાન લીધું છે એમ કહીએ તો ખોટું છે નથી. આ સ્થાને એટલું જ વિચારવાનું છે કે તે તે શાસ્ત્રકારો તે તે તિથિયોને અંગે પૈષધની ( આરાધ્યતા જણાવે છે કે પૌષધની આરાધ્યતાને અંગે તિથિયો જણાવે છે.
જૈનશાસનને યોગ્ય રીતિએ માનનારા મનુષ્યો તો પોષધને અંગે તિથિની માન્યતાને આગળ કરી શકે તેમજ નથી કારણ કે મૂલસૂત્રો અને તત્ત્વાર્થભાષ્યાદિકનાં સ્પષ્ટવચનોથી એ વાત તો સિદ્ધ જ છે કે પૌષધો તો પ્રતિપ (પડવો) વિગેરે કોઇપણ તિથિને આશ્રીને આ થાય છે. વળી જૈનશાસનની પ્રવૃત્તિ તરફ લક્ષ્ય દઈએ તો પર્વદિવસ સિવાય શું જૈનજનતા કોઇપણ પ્રકારનો તપ કરતી નથી? ઉલ્કટ કે અનુચિત એવા શરીર સત્કારોને શું છોડતી
નથી? શું અંગારકર્માદિ કે ખેતીઆદિકના વ્યાપારનો ત્યાગ કરતી નથી? કહેવું જ જોઈશે ) KA કે ચારે પ્રકારની ક્રિયાઓ વગરથિયે પણ શાસનમાં બને છે, પરંતુ તે સર્વકાળને પર્વતિથિ આ ) તરીકે ગણવામાં આવતો નથી. વળી જૈનજનતામાં બધાં જે સચ્ચિત્તાદિક ત્યાગના નિયમોની )
પ્રવૃત્તિ છે તે પણ તિથિને નામે છે. અર્થાત્ નિયમને નામે તિથિ નથી, પણ તિથિને નામે * નિયમ છે એટલે જૈનશાસનને ખરી રીતે માનનારો મનુષ્ય તો માનવાને બંધાયેલો જ છે “ ) ISS કે આરાધના કરાય તેથી તિથિ કહેવાય એમ નહિં. પરંતુ તિથિ કહેવાય અને ગણાય તેથી IS. છે, જ આરાધના થાય. આ વસ્તુ વિચારનારો સુજ્ઞ મનુષ્ય આરાધનાનો નિર્ણય કરવા પહેલાં છે.
આરાધના કરવા માટે તિથિનું જ્ઞાન, નિર્ણય, અને કથન કરવામાં તત્પર જ થાય અને આજ આ કારણથી શાસ્ત્રકાર મહારાજા પણ ક્ષયે પૂર્વી તિથિઃ ઋથિ વિગેરે કહીને ઉદયવાળી પણ અપર્વતિથિનો ક્ષય કરીને તેમજ એક ઉદયવાળી અપર્વતિથિને પણ બે ઉદયવાળી ગણીને પર્વતિથિનું નિયમિતપણું કરીને આરાધનાનું નિયમિતપણું કરેલું છે, તેમજ શ્રાવકના વર્તનને અંગે મૂલશાસ્ત્રરૂપ એવા શ્રીશ્રાદ્ધવિધિ આદિ શાસ્ત્રોમાં પણ તિથિના નિર્ણય આદિને કરીને તેને અનુસારે જ આરાધના કરવાનું જણાવેલું છે.
શાસ્ત્રકારોએ પર્વતિથિયોને દિવસે પ્રાયઃ પરભવના આયુષ્યનો બંધ થાય છે એવું પ્રાયિક વચન કહીને તિથિની માન્યતા વિગેરે મજબૂત કરીને આરાધનાની કર્તવ્યતા જણાવેલી છે. પરંતુ આરાધનાને અંગે તિથિ ગણવી અર્થાત્ જે દિવસે આરાધના કરીએ તે દિવસે
પર્વતિથિ ગણવી અને તેવી ગણેલી પર્વતિથિએ પ્રાયઃ પરભવનું આયુષ્ય બંધાઈ જાય એવું છે કોઇએ કહ્યું નથી કે માની શકાય તેમ પણ નથી. એટલે એ પ્રાયિક વચન પણ પર્વતિથિને
આધારે જ આરાધના તરફ ભવ્યોને આકર્ષણ કરનાર થાય છે. સંપૂર્ણ ) ધી બજૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ ) ૧) મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું છે 8 અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર છે *D) મુંબઈમાંથી પ્રગટ કર્યું.