SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ SIDDHACHAKRA તા. ૮મી જુલાઈ ૧૯૪૧) SIDDHACHAKRA (Regd. No. B. 3047. સ0000 આરાધનાને લીધે તિથિ કે તિથિને લીધે આરાધના જૈનજનતામાં એ વાત તો પ્રસિદ્ધ જ છે કે સમ્યગ્દર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્મચારિત્ર એ ત્રણને રત્નત્રયી ગણવામાં આવે છે અને જેવી રીતે જૈનશાસનમાં દેવ, ગુરૂ અને ધર્મરૂપી ત્રણ પદાર્થોને તત્ત્વત્રયી તરીકે ગણીને ઉચ્ચતમ પદ આપવામાં આવે છે, તેવી જ રીતે આ સમ્યગ્દર્શનાદિ રત્નત્રયીને ઉચ્ચતમપદ આપવામાં આવે છે. દેવાદિક ત્રણ પદાર્થરૂપી તત્ત્વત્રયીમાં પહેલાનાં બે તત્ત્વો જયારે આલંબનરૂપ છે, ત્યારે ત્રીજું જે ધર્મતત્ત્વ તે મોક્ષનું પરિણામી કારણ છે અને તેમ હોવાથી સમ્યગદર્શનાદિને રત્નત્રયીરૂપે માનવામાં આવે છે, જો કે દાન-શીલ-તપ અને ભાવ એ ચારને ધર્મ તરીકે ગણી ધર્મરત્ન કહેવામાં આવે S છે. પરંતુ તે દાનાદિકરૂપી ધર્મ પ્રવૃત્તિરૂપ હોઈને પર્યન્તમાં મોક્ષપ્રાપ્તિ વખતે કે મુક્તપણાની દશામાં તેનું અવસ્થાન હોતું નથી, પરંતુ સમ્યગ્દર્શનાદિક રૂપ ધર્મ છે જે છે તે પ્રવૃત્તિરૂપે જ નથી, પરંતુ આત્માના ગુણરૂપે જ છે, અને તેથી તે સમ્યગ્દર્શનાદિક ગુણોની ઉત્કૃષ્ટતા મોક્ષને પ્રાપ્ત થવાના કાળમાં હોય છે, અને / મુક્તિદશા પ્રાપ્ત થયા પછી પણ તે સમ્યગ્દર્શનાદિક ગુણોનો સદ્ભાવ હોય છે ૦િ છે, જો કે શાસ્ત્રકારો સંસારચક્રની અપેક્ષાએ સમ્યગ્રજ્ઞાન અને સમ્યગદર્શનને ) જ તો અનેક ભવો સુધી ચાલનાર ગણે છે, પરંતુ ચારિત્રને એકભવનું જ ગણે છે. છે અર્થાત્ જયારે ચારિત્ર બીજા ભવે પણ જઈ શકતું નથી તો અનેકભવોમાં જવાવાળું આ તો હોય જ કયાંથી? અને જયારે ભવચક્રમાં પણ અનેકભવોમાં જવાવાળું ચારિત્ર 6 ન હોય તો પછી સિદ્ધપણાની દશામાં ચારિત્ર રહી શકે જ નહિં અને તેથી છે જ તો પછી સિદ્ધપણાની દશામાં ચારિત્ર રહી શકે જ નહિ. અને તેથી જ આ શાસ્ત્રકારો પણ સિદ્ધ મહારાજને નોરિત્તી નોકરી નોરારિરી (જુઓ ટાઈટલ પાનું ૨)
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy