________________
૨૯૨ : શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧ થઈ જણાવે છે. વળી શ્રીહરિભદ્રસૂરીજી શ્રીસંબોધપ્રકરણમાં જ્ઞાન-દર્શન અને આ
ચારિત્રની અપેક્ષાએ પણ તે તે તિથિઓની આરાધના જણાવે છે. એટલે પણ બીજ આદિ બાર તિથિઓ નિયમિતપણે દરેક મહિને માનવી જોઇએ અને X) આરાધવી જોઇએ. નવા પંથને હિસાબે જો પર્વતિથિનો ક્ષય માનીને તેમજ SM એક દિવસે બે તિથિ માનીને આરાધવાનું કરાય તો જ્ઞાનાદિ સંબંધી | તિથિવિભાગ રહે નહિં. વળી બીજ આદિની આરાધના બાર તિથિની ! આરાધનામાં નક્કી થવાથી આરાધ્યતિથિઓ અને આગળપાછળની તિથિઓ મેળવવાથી આરાધનાની લેશ્યાવાળી સર્વદા આરાધના પરિણતિ થાય. વળી આયુષ્યના ત્રીજા ભાગે અથવા ત્રીજા ભાગના પણ ત્રીજા આદિ ત્રીજા ભાગે પરભવનું આયુષ્ય બાંધવાનું હોવાથી ત્રીજા ત્રીજા ભાગે પર્વતિથિને અંગે થતી આરાધના સારા આયુષ્ય અને તે દ્વારા સારા પરભવને માટે થાય 6 તેમાં નવાઈ નથી. આઠમ-ચૌદશને ધ્રુવ તરીકે રાખવાથી ત્રીજી ત્રીજી તિથિના /
હિસાબે બીજ આદિ તિથિયો જ પર્વતિથિયો થાય તે વ્યાજબી ગણાય. વી. 5 પ્રશ્ન : આયુષ્યબંધનો વખત આખા ભવમાં એક અંતર્મુહૂર્તનો હોય છે અને તિથિ )
તો આશરે ૫૯ ઘડીની હોય છે. છે સમાધાન : આગળ જણાવ્યા પ્રમાણે જો કે આયુષ્યના ત્રીજા આદિ ભાગે પરભવનું છે.
આયુષ્ય બંધાય છે, પણ આગળ જણાવ્યા પ્રમાણે જ ત્રીજા ત્રીજા ભાગની IS તિથિ આરાધવાથી આગળપાછળ પણ આરાધના બુદ્ધિ રહે છે અને તેથી પર્વતિથિની આરાધના કરનાર ઉત્તમ આયુષ્ય જ બાંધે છે, અને તિથિમાં છે)
અંતર્મુહૂર્ત આવી જાય. પ્રશ્ન : ઉપર જણાવેલ હકીકતથી એ સારાંશ આવે કે ત્રીજે ત્રીજે ભાગે આયુષ્ય | L.
બંધાય અને ત્રીજે ત્રીજે ભાગે પર્વતિથિ એટલે પર્વતિથિની આરાધના કરવાથી VO
તે દિવસે બંધાતું આયુષ્ય શુભ બંધાય એમ ખરું? સમાધાન મુખ્યત્વે તો પર્વતિથિની આરાધના કરનારને સકલ તિથિયો પૂર્વોત્તરભાવે
આરાધનાના લક્ષ્યવાળી થાય અને તેથી પર્વતિથિને આરાધનાર શુભ આયુષ્ય જ બાંધે એટલે અપર્વતિથિએ પણ આયુષ્ય બાંધે અને અપર્વતિથિએ કાલ પણ કરે તો પણ પર્વતિથિ આરાધનાર તો શુભ આયુષ્ય બાંધે જ. આ કારણથી
પર્વતિથિએ પરભવાયુનો બંધ પ્રાયે હોય છે એમ કહેવાય છે. ) ધી બજૈન વિજયાનંદ પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ ) 5) મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું )
છે અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર * છે મુંબઇમાંથી પ્રગટ કર્યું.