________________
૨૪૪: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૩-૧૪ (૨૬ એપ્રિલ ૧૯૪૧ જ ૫. ગુરૂજનપૂજા - (માતાપિતા અને વડીલોની ત્રિકાલ નમન ક્રિયા વિગેરે પૂજામાં મારી માં પ્રવૃત્તિ નિયમિત અને અસ્મલિતપણે પ્રવર્તી)
૬. પરાર્થકરણ - (જગતમાં સર્વ જીવો સ્વાર્થની સિદ્ધિમાં જ તત્પર હોય છે. પરંતુ પરાર્થની શા પ્રધાનતા રાખી સ્વાર્થના ભોગે પણ તેમાં પ્રવર્તવાવાળા વિરલા જ જીવો હોય છે તેથી સ્વાર્થના ભોગે રાપણ પરાર્થ કરવાની પ્રાર્થના કરે છે.) જ ૭. શુભગુરૂનો યોગ - (મોક્ષના માર્ગે પ્રવર્તવાની સાથે જેઓ જગતના જીવોને પણ ઉદ્ધારની ઝ દ્રષ્ટિથી પ્રવર્તાવવાળા હોય છે તેઓ જ શુભગુરૂ કહેવાય છે અને તેવા શુભગુરૂનો સમાગમ મેળવવો એ સર્વ કરતાં પણ દુર્લભ હોઈને તેની પ્રાપ્તિ માટે શુભગુરૂયોગ નામની પ્રાર્થના હોય એ સ્વાભાવિક છે
આ ૮. તવચનસેવા - (જગતમાં રોગી મનુષ્યો એકલા વૈદ્યના સમાગમથી આરોગ્યને પામી ૬
શકતા નથી તેમ ભવિષ્યના આરોગ્ય માટે પણ લાયક થઈ શકતા નથી. પરંતુ જેઓ વૈદ્યોના કથન પ્રમાણે ઔષધ, પથ્ય અને વર્તનમાં નિયમિત રહીને પ્રવૃત્તિ કરે છે તેઓ જ વર્તમાનકાલમાં આરોગ્ય
મેળવવા સાથે ભવિષ્યના આરોગ્યને ધારવા લાયક બને છે, તેવી જ રીતે સદ્ગુરૂના સમાગમ માત્રથી કાં કા જીવોનું કલ્યાણ બની શકતું નથી, પરંતુ સદ્ગુરૂએ આપેલા સંસારથી તરવાના ઉપદેશનો અમલ કરવાથી આ
* જ સંસારરૂપી સમુદ્રથી તરવાનું થાય છે. માટે છેલ્લી પ્રાર્થનામાં સદ્ગુરૂના વચનની સેવાની પ્રાર્થનાને જ સ્થાન આપેલું છે. છે ઉપર જણાવેલ આઠ પ્રાર્થના કે જેને પ્રાર્થનાષ્ટક કહી શકીએ એવી પ્રાર્થનામાં જૈન સમાજ પ્રતિદિન રે
અનેક વખત લીન થઈને પ્રવર્તેલો હોય છે અને તેથી જ તે જૈનસમાજને યોગ્ય રીતિવાળો પ્રાર્થના જ સમાજ કહેવામાં કોઈપણ જાતની બાધા નથી અને તેથી જ તે પ્રાર્થનાષ્ટકને જણાવનાર સૂત્રને શાસ્ત્રકારોએ જ પ્રાર્થના પ્રણિધાન સૂત્ર કહેલ છે. 2 ઉપર જણાવેલ પ્રાર્થનાષ્ટક શ્રી લલિતવિસ્તરા અને પંચાશકસૂત્રમાં જેવી રીતે જણાવવામાં આવ્યું છે દિ છે, તેવી રીતે ચૈત્યવંદન બ્રહભાષ્ય વગેરેમાં પણ જણાવવામાં આવ્યું છે, પરંતુ તેમાં નીચેની ચાર
પ્રાર્થનાઓ વધારે જણાવવામાં આવી છે. ૩ ૧. દુઃખલય, ૨. કર્મક્ષય, ૩. સમાધિમરણ, ૪. બોધિલાભ.
આ નવી જણાવેલી ચાર પ્રાર્થનાઓ પૂર્વની આઠ પ્રાર્થનાઓથી જેમ જુદી પડે છે તેમ તેના જ હા હેતુ પણ જુદા પડે છે. પહેલાં જણાવેલ પ્રાર્થનાષ્ટકમાં માત્ર ભગવાનના પ્રભાવને હેતુ તરીકે જણાવવામાં ન
આવ્યો છે, ત્યારે આ ચાર પ્રાર્થનાઓમાં ભગવાનના નમસ્કારને હેતુ તરીકે જણાવવામાં આવ્યો છે. આ એટલે એ હિસાબે પ્રાર્થના દ્વાદશક પણ શાસ્ત્રોકત ગણાય, તેમજ આ ભવની અપેક્ષાએ સર્વસિદ્ધનમસ્કાર,
શ્રી મહાવીર ભગવાન નમસ્કાર અને સામાન્ય શ્રી વર્ધમાન નમસ્કારમાં અદ્વિતીય મહિમા જણાવનારા શત્રણ પદ્યોને પણ પ્રણિધાન તરીકે ગણવામાં આવે તો પ્રાર્થના પંચદશક પણ થાય અને શાસનની અદ્વિતીયતા
જણાવવા માટે સર્વ જગતમાં એની ઉત્કૃષ્ટતા ધોતક પ્રણિધાન ગણવામાં આવે તો પ્રાર્થનાષોડશક પણ
થાય. એવી રીતે પ્રાર્થના ષોડશકની અંદર પહેલાં જણાવેલું પ્રાર્થનાષ્ટક વિશેષપણે પ્રચલિત ગણાય છે Iછે, પરંતુ પ્રાર્થના રહિતપણે કરાતા ઉપર જણાવેલા ચૈત્યવંદનો વાસ્તવિક ગણાતા નથી માટે દરેક જૈને આ
જણાવેલી પ્રાર્થના તરફ ધ્યાન રાખવાની જરૂર છે.