________________
• • • • • • • • • • :::
૨૪૩: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૩-૧૪ (૨૬ એપ્રિલ ૧૯૪૧ જો કે સિદ્ધાદિકની સ્તુતિરૂપ પ્રણિધાન યુક્ત છે. પરંતુ સમસ્ત ચૈત્ય ૧. સમસ્ત મુનિ વજન ૨ અને ૨ ૪ ૩. પ્રાર્થનાગર્ભ પ્રણિધાનવાળા નથી. પરંતુ ઉપર જણાવેલા પાંચ ચૈત્યવંદનો તો ૧. ચૈત્ય, ૨. મુનિ
અને ૩. વન્દન પ્રાર્થના પ્રણિધાનવાળા છે. આટલું છતાં પણ જૈનસંઘમાં પ્રણિધાનસૂત્ર તરીકે જો કોઈ પણ સૂત્રનો વ્યવહાર થતો હોય તો તે માત્ર પ્રાર્થનારૂપ પ્રણિધાન સૂત્રનો છે અને તેથી દેવવંદન સૂત્રવૃત્તિ
અને શ્રી પંચાશક આદિ શાસ્ત્રકારો ત્રણે પ્રણિધાનોને માનવાવાળા છતાં પ્રાર્થના પણિધાનનું સૂત્ર જે જ જયવીરાય નામનું છે તેનેજ પ્રણિધાનસૂત્ર કહે છે. હવે તે પ્રાર્થના પ્રણિધાન સૂત્રમાં કઈ વિશિષ્ટતા દ8 છે તે આપણે તપાસીએ કે જેથી તે પ્રાર્થના પ્રણિધાન સૂત્રની વિશેષપણે પ્રણિધાનસૂત્રતા ખ્યાલમાં આવે.
સમસ્ત ચૈત્ય અને સમસ્ત મુનિઓ કે જે સ્થાવર અને જંગમતીર્થરૂપ છે તેઓને વંદન કરવાની ક્રિયાને વંદ્દે એવા અને પ્રતિઃ (હિ) એવા પ્રયોગથી તત્કાળે એટલે વર્તમાનકાળને ઉદેશીને નમનરૂપનું પ્રણિધાન કરવામાં આવે છે. અર્થાત્ કોઈપણ ચૈત્ય કે કોઈપણ મુનિવંદન કરનારના પ્રણિધાન (ત્રિકરણ 8 યોગની શુદ્ધ પરિણતિ) માંથી શેષ ન રહી જાય, યાવત્ જે કોઈપણ ચૈત્યો અને મુનિઓ જગતમાં કે પંદર કર્મભૂમિમાં વિદ્યમાન છે તે સર્વને એક સ્વરૂપે વંદન કરવા માટે બે પ્રણિધાન સૂત્રો છે, જયારે ત્રીજું પ્રણિધાન સૂત્ર કે જેને પ્રાર્થનાવાળું હોવાથી પ્રાર્થના પ્રણિધાનસૂત્ર કહેવામાં આવે છે, તેમાં નીચેની વસ્તુઓ વર્તમાન જન્મમાં તો શું? પરંતુ મોક્ષની પ્રાપ્તિ થવા પહેલાંના દરેક ભવોમાં અને તે પણ
અખંડિતરૂપે મલવાની પ્રાર્થના જણાવનારું છે. અને તેથી તેને પ્રાર્થના પ્રણિધાનસૂત્ર કહેવામાં આવે ૪છે. વાચકોએ ધ્યાનમાં રાખવું જોઇએ છે કે આખો જૈન સમાજ પ્રાર્થના પ્રણિધાનને માનનારો હોવાથી પ્રાર્થનાસમાજ તરીકે ગણાય તો આશ્ચર્યભૂત નથી. પરંતુ અન્યમતવાળાઓની માફક આ જૈન સમાજ પાપકર્મની માત્ર કરેલા પાપોની માફી માંગવામાં જ પ્રાર્થના કરતાં પ્રાર્થનાની સફળતા ગણવાવાળો નથી. ઋકિંતુ પાપની ઉત્પત્તિ થાય નહિં, થયેલા પાપોનું નાશ કરવાનું બની શકે અને ભવિષ્યમાં પણ પાપોની
પ્રવૃત્તિથી દૂર રહેવાનું બને તેવાં કારણો અને સંજોગોને આધીન થવા સાથે તેવી જ સામગ્રીઓની હપ્રાર્થનાને પ્રાર્થના એટલે પ્રાર્થનાપ્રણિધાન તરીકે માન્ય કરવાવાળો છે. આ જણાવેલ પ્રાર્થનામય એવા
પ્રાર્થના પ્રણિધાનનું યથાસ્થિતપણું નીચે જણાવેલ પ્રાર્થનામાં માંગેલા પદાર્થોને વિચારવાથી સુજ્ઞમનુષ્યોનો ઋહેજે સમજાશે. ૪ ૧. ભવનિર્વેદ - (નારક તિર્યંચ - મનુષ્ય અને દેવતા રૂપ જે ચારે ગતિ છે તે સ્વરૂપ ભવમાં જો કોઈ દિવસ પણ રાચવાનું ન થાય પરંતુ ઉદ્વેગ જ રહે તે)
૨. માર્ગાનુસારિતા - (સમસ્ત કર્મના ક્ષયથી પુદ્ગલની પરાધીનતા મટી જઈને આત્માના જ સ્વરૂપથી આત્માના રહેવારૂપ મોક્ષનું જે માર્ગદ્વારાએ સમ્યક શ્રદ્ધા, સમ્યગુબોધ અને સમ્યક ક્રિયાથી
અનુસરવાપણું થાય. જ ૩. ઇષ્ટફળ સિદ્ધિ - પોતાના આત્માને અને બીજાઓના આત્માને મોક્ષના માર્ગે જોડવા શિવરૂપ ઈષ્ટફળ તેની પરાકાષ્ઠા)
૪. લોકવિરુદ્ધત્યાગ - (સામાન્ય રીતે સર્વ લોકની અને વિશેષ કરીને ગુણવાન કે સરલ ધનિષ્ટોની નિંદા વિગેરે જે જે કાર્યો અધમ છે તેમાં મારી પ્રવૃત્તિ મન, વચન અને કાયાથી કોઇ દિવસ પણ બને નહિ.)