________________
૨૪૨ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૩-૧૪
(૨૬ એપ્રિલ ૧૯૪૧ (ટાઈટલ પેજ ૩ ચાલુ) જ વિચારીએ તો ત્યાં માત્ર સૂત્ર, અર્થ અને તદુભય જ લીધેલા હોવાથી બીજા આચારો કે જે ક્રિયા માં
રૂપ છે તેને જણાવવા માટે કરણ એટલે ક્રિયાની પરંપરા જણાવવાની જરૂર છે અને તેથી ક્રિયા અને યાવત્ ચૈત્યવંદનની ક્રિયા કરવાનું આવશ્યક છે, એમ પરંપરાને માનવાવાળાથી કહી શકાય તેમ નથી આ વાત તો માત્ર સૂત્ર, અર્થ અને તદુભય ત્રણ ભેદોમાં તદુભય શબ્દથી સૂત્ર અર્થ અને સૂત્રાર્થને લેવાની અપેક્ષાએ જણાવી છે, પરંતુ કેટલાક બારીક અવલોકન કરનારાઓ સૂત્રનું અન્યથા કરણ કરીને ચાતુર્ગતિક અનન્ત સંસાર રખડવામાં માને છે વિગેરે સૂત્રોને ન માનનાર જમાલિ જેવાનાં ઉદાહરણો આપે છે અને અર્થને ન માનનાર તરીકે ગોષ્ઠામાહિલ કે જે બન્ધના વિષયમાં જે અર્થની વિરાધના કરનાર થયો હતો તેનું દ્રષ્ટાંત આપી તદુભયની વિરાધનામાં નીચે પ્રમાણે જણાવે છે -૩મયાજ્ઞયા પુન: પંવિધાવારપરિજ્ઞાન રોદાતાશાહિત્નક્ષપાયા गुरुप्रत्यनीकद्रव्यलिङ्गधार्यनेकश्रमणवत्
અર્થાત્ પાંચ પ્રકારના આચારોને જાણવા અને કરવામાં તત્પર એવા ગુરૂના આદેશ વિગેરેને ઉભયાજ્ઞા તરીકે ગણાવ્યા છે અને તે ઉપરથી એ શંકાને પણ સ્થાન નથી રહેતું કે સૂત્ર અને અર્થ એ બન્નેને જણાવ્યા પછી તદુભયમાં શું જણાવવાનું બાકી હતું? કેમકે સૂત્ર અને અર્થ કરતાં પણ પંચવિધ આચારને જાણવા અને કરવામાં ઉદ્યમવાળા ગુરૂના હુકમને ન માનવો અગર તેના હુકમથી વિરુદ્ધ વર્તવું તેનું નામ ઉભયાશાવિરાધના છે અને તેથી જ તેમાં દ્રષ્ટાંત તરીકે શાસ્ત્રકારો ગુરૂથી પ્રત્યેનીક એવા સાધુ વેષધારીઓને જણાવે છે અને તેથી કહે છે કે ગુરૂથી પ્રત્યેનીક એટલે કે ગુરૂના કહેવાથી પ્રતિકૂલ રહેવાવાળા (કૂલવાલક) જેવા અનેક દ્રવ્યલિંગ ધારી સાધુઓ ઉભયાન્નાના વિરાધક છે. એટલે સૂત્ર અને અર્થને બરાબર જાણવા, માનવા અને પ્રરૂપવાવાળા છતાં ગુરૂ મહારાજે જણાવેલી પરંપરાગત ક્રિયાની આજ્ઞાને નહિં માનનારા સાધુઓ અનંત સંસાર રખડનાર થાય એમ જણાવે છે એટલે આ વિવેચનથી સૂત્ર, અર્થ અને સૂત્રાર્થ ઉભયની વિરાધના કરતાં તદુભયની વિરાધના જુદી રીતે જણાવેલી છે. જો કે એ વાત સ્પષ્ટ છે કે અહિં તત્ શબ્દ પૂર્વે કહેલા એવા સૂત્ર અને અર્થના પરામર્શમાં નથી વાપર્યો, પરંતુ સૂત્ર અને અર્થને જાણનારા ગુરૂમહારાજને અંગે વાપરી બુદ્ધિમાં રહેલા પદાર્થને અંગે તત્ શબ્દ વાપર્યો છે. ટૂંકાણમાં સૂક્ષ્મ વિવેચનકારોની અપેક્ષાએ પરંપરાગત ક્રિયા અગર આચારોની માન્યતા કરનારો વર્ગ જ સંસારસમુદ્રથી તરવાને ભાગ્યશાળી થાય છે,
એ વસ્તુ શાસ્ત્રની શ્રદ્ધાવાળાઓને માન્યા સિવાય ચાલે તેમ નથી. અને પરંપરાગત પંચાચારની 4 નિપુણતાવાળા પ્રાભાવિક પુરૂષોથી કહેવાયેલી આચારક્રિયાને નહિં માનનારા અર્થાત્ તેનાથી વિરુદ્ધ %
વર્તનારા સૂત્રો, અર્થ અને તદુભાય એટલે સૂત્રાર્થને માનવાવાળા છતાં અનંતા સંસારમાં રખડવાવાળા થાય છે એમ શાસનની શ્રદ્ધાવાળાને તો માન્યા સિવાય છુટકો જ નથી. એટલે પંચાચાર સંપન્ન આદિ ગુણોવાળા આચાર્યોની પરંપરાએ આવેલી ચૈત્યવંદનક્રિયાનો આદર દરેક સભ્યદ્રષ્ટિને ફરજીયાત પણે અર્થાતુ નહિ કે મરજિયાતપણે કરવાની જરૂર રહે છે અને તેમાં પણ પંચાચાર સંપન્નાદિક ગુણવાળા આચાર્યોની પરંપરાએ કેટલાક ચૈત્યવંદનો પ્રણિધાનયુક્ત હોય છે. ત્યારે કેટલાંક ચૈત્યવંદનો પ્રણિધાન રહિત હોય છે. એટલે ૧. જાગરણ, ૨. ચૈત્ય, ૩. જેમણ, ૪. પચ્ચખ્ખાણ, ૫. શયન. આ પાંચ ચૈત્યવંદનો પ્રણિધાન સહિત હોય છે જયારે બાકીનાં બે જે બન્ને વખતના પ્રતિક્રમણવાળાં ચૈત્યવંદનો