________________
હું
RG
A
A
A
A
જ
(ટાઇટલ પાના ૪નું ચાલુ) કે વિપર્યય અને અનધ્યવસાયરૂપી ત્રણ જ્ઞાનો જ્ઞાનસ્વરૂપ છતાં પણ બાહ્યપદાર્થની સિદ્ધિને માટે
ઉપયોગી નહિં હોવાથી અગર દુરૂપયોગવાળાં હોવાથી તે (સંશયાદિ જ્ઞાનો)ને મિથ્યાજ્ઞાનો કહેવામાં આવે છે, પરંતુ લોકોત્તર દ્રષ્ટિએ વિચાર કરનારને માલમ પડશે કે સ્થૂલદ્રષ્ટિથી જ્ઞાનના મતિજ્ઞાન વિગેરે પાંચ પ્રકારો જ છે અને તેથી જ જ્ઞાનને રોકનારા કર્મોના પણ પાંચ જ પ્રકારો માનવામાં આવ્યા છે. ધ્યાન રાખવું જરૂરી છે કે આવારક એવા કર્મના પાંચ પ્રકારો હોવાથી જ તે આવારકના અપગમને લીધે પ્રકટ થનારાં - થવાવાળાં પાંચ જ્ઞાનો છે એમ માનવામાં આવેલું નથી, પરંતુ મુખ્યત્વે આત્માના સ્વભાવરૂપ જે જ્ઞાન તેના જ પાંચ પ્રકારો હોવાથી એને રોકવાવાળા કર્મોના પાંચ પ્રકારો માનવામાં આવેલા છે અને તેથી કર્મ અને જ્ઞાનની સંખ્યાની સિદ્ધિમાં જ્ઞાનની સંખ્યાની સિદ્ધિ થવાથી કર્મની સંખ્યાની સિદ્ધિ થાય અને કર્મની સંખ્યાની સિદ્ધિ થવાથી જ્ઞાનની
સંખ્યાની સિદ્ધિ થાય એવા અન્યોન્યાશ્રય નામનો દોષ આવી શકે તેમ નથી. જૈન જનતાથી હતી એ વાત તો અજાણી જ નથી કે બીજાદર્શનોની માફક જૈનદર્શન કર્મના એકલા પુણ્ય અને પાપ
એવા નામના માત્ર બે ભેદો માનીને બેસી રહેવાવાળું નથી, પરંતુ જૈનદર્શન તો જેમ સુખ અને દુઃખ વિગેરેનાં કારણભૂત અગર શુભ અને અશુભપણાના કારણભૂત એવા કર્મના પુદગલોને છે ? પુણ્ય અને પાપરૂપે માનવાવાળું છતાં આત્માના જ્ઞાન-દર્શન-સમ્યકત્વ-ચારિત્ર અને દાનાદિ ગુણોને
રોકવાવાળા જુદા જુદાં કર્મોને માનનારું છે. અર્થાત્ આત્માના જ્ઞાનગુણને રોકવાનું કાર્ય કે જ્ઞાનાવરણીય કરે છે. દર્શનગુણને રોકવાનું તથા દર્શનનો ઘાત કરવાનું કાર્ય દર્શનાવરણીય કરે છે
છે. સમ્યકત્વગુણને રોકવાનું કાર્ય સમ્યત્વમોહનીય કરે છે. ચારિત્રગુણને રોકવાનું કાર્ય અને પર વિપરીત આચરણને કરાવવાનું કાર્ય ચારિત્ર મોહનીય કરે છે. તથા દાનાદિકના અન્તરાયોરૂપી કાર્ય અંતરાય કર્મ કરે છે. આવી રીતે કર્મનો એકલો પુણ્ય પાપ વિભાગ નહિં માનતાં જુદા જુદા વિભાગ માનવાથી નીચે જણાવેલા કોષ્ટક પ્રમાણે જીવોની સ્થિતિ સમજવાનું સહેલું પડશે.
જ્ઞાની |નિર્મલચક્ષુ | સુખી | શુદ્ધ માન્યતા શુદ્ધ વર્તન ખાનદાન દીર્ધાયુષ દાની
છે.
કિર
(
24 F
-
-
-
-
-
- - - - - - || |
T૦ -
૪૦
જ
કહે
છે
(પાના નં. ૨૧૯ જુઓ). ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર , છે. સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું. એ