SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ માર્ચ ૧૯૪૧) SIDDHACHAKRA (Regd. No. B. 3047 સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાન કયાં ક્યાં અને કેમ? સામાન્ય રીતે જગતમાં સર્વ પુરૂષાર્થ સિદ્ધિનું મૂલકારણ જ્ઞાનને જ ગણવામાં આવે છે, પરંતુ તે જ્ઞાન સમ્યમ્ અને મિથ્યા એ બે વિભાગમાં રહેલું હોય છે. અને તેથી જ કેટલાકો સગાનપૂર્વિવા પુરુષાર્થસિદ્ધિ અર્થાત્ પુરુષાર્થની સિદ્ધિ સમ્યજ્ઞાનપૂર્વક જ થાય એમ માને છે. કેટલાક પ્રમાથીના ૯િ પ્રમેયવ્યવસ્થા એમ કહી પદાર્થમાત્રની વ્યવસ્થા જ પ્રમાણને આધીન માને છે છે અને તેમાં સમ્યજ્ઞાનને જ પ્રમાણ તરીકે માને છે, વળી કેટલાકો / 9) स्वपरव्यवसायस्वभावं ज्ञानं प्रमाणम् मी तथा स्वपरावभासि ज्ञानं प्रमाणम् ७ એમ કહી તેમજ સ્વા૨વ્યવસાયી જ્ઞાનં પ્રમાણમ્ એમ કહી નિશ્ચય સ્વભાવવાળા ૯ કે જ્ઞાન અને શેયપદાર્થના નિશ્ચય સ્વભાવવાળા જ્ઞાનને પ્રમાણ માને છે. છે અર્થાત્ ન્યાયની સ્થિતિએ સમ્યગ્રજ્ઞાનને જ પ્રમાણ તરીકે માનવામાં O) સર્વદર્શનકારોનો એક જ મત છે. એ ઉપરથી હેજે સમજી શકાય કે મિથ્યાજ્ઞાન ( એ સ્વભાવે જ્ઞાનરૂપ છતાં પણ કોઈપણ સત્ય સિદ્ધિને માટે ઉપયોગી નથી, હિં એટલું જ નહિ પરંતુ જગતમાં અનર્થનું કારણ પણ તે મિથ્યાજ્ઞાન બને છે એમાં બે મત થઈ શકે તેમ નથી. આવી રીતે સામાન્ય ન્યાયદ્રષ્ટિએ જે / સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાનનો વિભાગ પાડવામાં આવ્યો છે તે ઇન્દ્રિયગમ્ય પદાર્થોને અંગે પાડવામાં આવેલો હોવાથી તેનો વિષય મુખ્યતાએ બાહ્યપદાર્થો જ ગણાય અને તેથી તે બાહ્યપદાર્થોની અપેક્ષાએ સંશયજ્ઞાન કે જે બને છે - બાજુનું જ્ઞાન ધરાવે, વિપર્યયજ્ઞાન કે જે ઉલ્ટી બાજુનું જન ધરાવે અને અનધ્યવસાય જ્ઞાન કે જે નિશ્ચય પર્યન્ત પહોંચેલું ન હોય. આવાં સંશય , (જુઓ ટાઈલ પાનું ૩ જું)
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy