________________
૨૨૦ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૧-૧૨
(૨૭ માર્ચ ૧૯૪૧ પર નીકળેલા પ્રકાશની માફક તેનો શુદ્ધજ્ઞાનસ્વભાવ તો જરૂર રહે છે, અને અંધારાના સ્વભાવની જ
માફક અજ્ઞાન સ્વભાવ થતો જ નથી. આ વિચારમાં તત્ત્વ એટલું જ છે કે સમ્યગદષ્ટિ !
જીવ બાહ્ય પદાર્થોને અંગે સંશય, વિપર્યય અને અનધ્યવસાયરૂપ જ્ઞાનવાળો થાય તો પણ આ છે તે દ્વારાએ તે સમ્યગદષ્ટિ જીવ પોતાના આઠે કર્મોના આવરણોને ખસેડવાના ધ્યેયથી અને મારું છે તેના બોધથી તો ચૂકે જ નહિં. એટલે કહેવું જોઈએ કે સમ્યગ્દષ્ટિ જીવના બાહ્ય પદાર્થની જ
અપેક્ષાએ નિશ્ચય સ્વભાવવાળાં જ્ઞાનો તો જ્ઞાનરૂપ જ છે, પરંતુ બાહ્યપદાર્થની અપેક્ષાએ આ સંશય વિપર્યય અને અનધ્યસાય જેવાં અજ્ઞાનો કે મિથ્યાશાનો પણ જ્ઞાનરૂપ જ છે, આ છ વસ્તુ સમજનારો મનુષ્ય સ્ટેજે સમજી શકશે કે જગતમાં ગણાતા મતિનાં જ્ઞાનો અને
શાસ્ત્રનાં જ્ઞાનો ભલે મિથ્થારૂપ સ્વભાવે હોય કે મિથ્થારૂપ થાય તેવાં હોય, પરંતુ તે સર્વ સમ્યગૃષ્ટિ જીવને સમ્યકત્વને પ્રતાપે શુદ્ધજ્ઞાનરૂપ જ છે. વળી દવા વગરના ફાણસના કાચ ચાહે જેવા સારા છતાં પણ જેમ અંધારારૂપ જ હોય છે, તેવી રીતે બાહ્યપદાર્થની જ અપેક્ષાએ ચાહે તેવાં ચોખ્ખાં અને નિર્મલ મતિ અને શ્રુતજ્ઞાનો હોય તો પણ તે અજ્ઞાનરૂપ
જ હોય છે અને ગણાય છે. આ વાત સમજવાથી શાસ્ત્રકારોએ જે જણાવ્યું છે કે મતિ માં છે અને શ્રુતનું સમ્યગુમતિજ્ઞાનપણું અને સમ્યકશ્રુતજ્ઞાનપણું સ્વભાવે નથી. પરંતુ આ gી સમ્યગદર્શનવાળાના પરિગ્રહના પ્રતાપે જ છે. તથા મતિ અને શ્રુતનું મિથ્યાપણું પણ સ્વભાવે
નથી, પરંતુ મિથ્યાદર્શનવાળાના પરિગ્રહના પ્રતાપે જ છે. અને આ વાત માનવાવાળાને આ #ાં જ સમ્યકશ્રદ્ધાન નહિં હોવાને લીધે સ્યાસ્પદ જોડવાનું કેમ ન બને તેમ જ ક અનાભિગ્રહિકમિથ્યાત્વ હોવાને લીધે એકાન્તશબ્દ જોડવાનું ન બને તો પણ તે અજ્ઞાન જ નથી એમ કહી શકાય જ નહિ. તત્ત્વથી એકાન્ત પદ જોડો કે ન જોડો. પરંતુ સ્વાસ્પદ જ જોડ્યા વગર જો શ્રુતને સમજે તો તે સર્વ કૃત (લૌકિક કે લોકોત્તરશ્રુત) મિથ્યાત્વવાળાને જ મિથ્યાશ્રુત જ છે અને જ્યારે તેને સ્યાસ્પદની મર્યાદાથી સમજવામાં આવે ત્યારે જ તેને જ સમ્યગૂજ્ઞાન કહી શકાય. જેવી રીતે મતિ અને શ્રુતને અંગે સમ્યગૂ અને મિથ્યાપણાનો રે ના વિચાર કરવામાં આવ્યો તેવી જ રીતે અવધિજ્ઞાન જેવા અતીન્દ્રિયજ્ઞાનને અંગે પણ સમ્યકત્વ છે છે અને મિથ્યાત્વદ્રારાએ જ જ્ઞાન અને અજ્ઞાનપણું થાય છે. પરંતુ મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન
નામના બે શાનોને અંગે સમ્યગૂજ્ઞાન અને મિથ્યાજ્ઞાન એવો પેટાભેદ થઈ શકતો નથી. આ જો કારણ કે જેમ દશપૂર્વથી અધિકનું શ્રુતજ્ઞાન તેઓ જ ગ્રહણ કરે કે જેઓ સમ્યગદર્શનવાળા છે આ જ હોય. અર્થાત્ મિથ્યાદર્શનવાલાને સંપૂર્ણ દશપૂર્વથી ચૌદપૂર્વ સુધીનું જ્ઞાન હોઈ શકે જ જ નહિં, અને તેથી તે સંપૂર્ણ દશપૂર્વથી ચૌદપૂર્વ સુધીનું જ્ઞાન એકાંતે જેવી રીતે સમ્યગૂજ્ઞાન માં જ હોય છે, તેવી રીતે મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન નામનાં બે જ્ઞાનો પણ સમ્યગ્દર્શન ન હોય તેવા જીવોને હોય જ નહિં અને તેથી તેમાં મિથ્યાજ્ઞાનનો પેટાભેર આવી શકતો આ
જ નથી, પરંતુ તે જ્ઞાનો સમદર્શનવાળાને જ હોય છે એટલું જ નહિ પરંતુ સમ્યગદર્શન થી પછી પણ ઘણી ઉંચી પાયરીએ ચઢેલાને જ હોય છે. માટે તે મનપર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન નામનાં બે જ્ઞાનો એકાન્ત સમ્યગૂજ્ઞાનરૂપ જ હોય છે.
સપૂર્ણ