________________
૧૯: શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૧-૧૨
(૨૭ માર્ચ ૧૯૪૧ આ (ટાઈટલ પેજ ૩નું ચાલુ) ઉપર જણાવેલું કોષ્ટક જોતાં જેવી રીતે એકેકની ખામી એકેક કર્મના પ્રભાવે દેખાય છે છે, તેવી રીતે બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠની ખામી પણ તેવી રીતના કર્મો માનવાથી બની શકે છે, અને તે બધી હકીકત જગતના જીવોને તપાસનારો મનુષ્ય કોઈપણ પ્રકારે નાકબુલ કરી શકે જ નહિં. આજ કારણથી જૈનશાસ્ત્રકારો સમ્યકત્વગુણનું પ્રથમ પગથીયું
એજ માને છે કે સંસારભરના જીવોને આઠે કર્મોથી આવારિત માનવા જોઈએ. તેમજ પોતે રૂપણ આઠે કર્મોથી આવારિત છે અને એ વાત જ્યારે સમ્યકત્વના પ્રથમ પગથીયામાં જાણવા ક અને માનવાની જરૂરીયાત તરીકે ગણવામાં આવે ત્યારે જ તે આઠે કર્મોના આવરણોથી
છુટેલા જીવો તરફ તથા છુટવા માગતા એવા જીવો તરફ અને છુટવાના સાધનો તરફ રાdબહુમાનથી જોવાની અને તેના તરફ ભક્તિ, બહુમાન અને પૂજા આદિની પ્રવૃત્તિ કરવાનું ફિરજીયાત તરીકે સમજે. એટલું જ નહિ, પરંતુ તે દ્વારાએ પોતાના આત્માને પણ ઓઠે ૩ કર્મોના આવરણોથી રહિત કરવો એ જ સાચું ધ્યેય છે એમ સર્વથા માનનારો થાય છે.
આ જણાવેલા પગથીયામાં જે કંઈ ખામી માનસિક, વાચિક કે કાયિક પ્રવૃત્તિઓથી થાય છે તે સર્વને સમ્યકત્વના પ્રથમ પગથીયાવાળો પણ દૂષણરૂપ અને વિષરૂપ ગણનારો હોય. આ ઉપર જણાવેલા સમ્યકત્વનો પ્રભાવ એટલો બધો છે કે તે આત્માને જે જ્ઞાન થાય તે જ્ઞાન સમ્યગૂજ્ઞાન જ ગણાય. પછી ભલેને જ્ઞાન સ્વપરના વ્યવસાયવાળું હોઈને શુદ્ધ નિશ્ચયસ્વભાવવાળું હોય અગર સંશય, વિપર્યય કે અનધ્યવસાયરૂપ હોઈને બાહ્યપદાર્થને
માટે અનુપયોગી કે દુરૂપયોગી ગણાતું જ્ઞાન હોય, પરંતુ તે સર્વજ્ઞાન સમ્યગૂજ્ઞાન રૂપ જ કા હોય અને ગણાય. આ સ્થાને જરૂર શંકા થશે કે સમ્યકત્વવાળા જીવના શુદ્ધ રિઝનિશ્ચયસ્વભાવવાળા જ્ઞાનને સમ્યજ્ઞાન તરીકે કહેવામાં આવે તેમાં તો મતભેદ હોઈ શકે ? wજ નહિં, પરંતુ સંશય, વિપર્યય અને અનધ્યવસાય જેવાં જ્ઞાન કે જે શુદ્ધનિશ્ચયને માટે
અનુપયોગી જ થાય છે એટલું જ નહિ, પરંતુ શુદ્ધનિશ્ચય થવામાં ઘણી વખત વિધ્વરૂપ રાજ થાય છે, છતાં તેવા સંશયાદિ જ્ઞાનો કે જે સમ્યગુજ્ઞાન નહિં કહેવાતાં મિથ્યાજ્ઞાનો કહી
શકાય તેવા જ્ઞાનોને સમ્યકત્વને પ્રભાવે સમ્યગ્રજ્ઞાન તરીકે ઓળખાવવા તૈયાર થવું તે કેવલ સમ્યકત્વના પક્ષપાતની જ દૃષ્ટિ ગણાય. આ શંકાના સમાધાનમાં સમજવું કે સ્વભાવથી રંગે કરીને પીળો એવી જ્યોતિર્મય દીપક જો પ્રકાશ સ્વભાવનો છે તો તે દીપકને ફાનસમાં મૂકી તે પીતસ્વભાવથી વિરૂદ્ધ એવા કાળા, લીલા, ઉદા કે લાલ કાચોની વચ્ચે રાખવામાં
આવે તો તે દીવાનો પ્રકાશ જો કે કાળા, લીલા, વિગેરે રૂપે પડે છે અને તેમાં દીવાના રિંગ કરતાં વિરૂદ્ધ રંગો સામેલ થયેલા હોય છે, છતાં તે પ્રકાશ અંધકાર સ્વરૂપ તો હોતા શ્ય જ નથી. તેવા કાચમાંથી પણ નીકળેલું અજવાળું પ્રકાશ સ્વરૂપ તો જરૂર જ હોય છે. એવી
જ રીતે મોક્ષના ધ્યેયની સીડીએ ચઢેલા સમ્યક્તવાળા જીવને શુદ્ધજ્ઞાનાવરણીયનો ક્ષયોપશમાં ફથયેલો હોવાથી કદાચ તેવા વિપરીત સાધનોના સંજોગથી કે બીજા કોઈપણ બાહ્યપદાર્થના કિનિશ્ચયમાં સંશય વિપર્યાસ અને અનધ્યવસાયાદિ પણ થાય, છતાં બીજા રંગના કાચમાંથી