________________
KA
છે
૧૭૪ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ હતો. પરંતુ જૈનશાસ્ત્ર તો શું? પણ અન્ય કોઇપણ દર્શનકારના શાસ્ત્રોએ વનસ્પતિ છે. હક આહારી કરતાં માંસાહારીને ઉત્તમ માન્યા નથી, અને હોય પણ નહિ. એટલે વનસ્પતિ છે
આહારી કરતાં માંસાહારીને અલ્પ જીવ વિરાધનાને નામે તાત્પર્યથી ઉત્તમ માનનારો આ તેરાપંથ આર્યભૂમિ ઉપર પણ રહેવાને લાયક નથી. બહુ વિરાધના વર્જવા અલ્પની કર્તવ્યતા ખુદ એમના સાધુ આચારની અપેક્ષાએ પણ વિચારીએ તો પ્રાણાતિપાતની
સર્વથા વિરતિરૂપ દયાના પાલનને માટે પ્રામાનુગ્રામ વિહાર કરવાનું થાય છે અને હ. તે શાસ્ત્રકારોએ પણ ૩વસંપનામ માત્ર નહિં કહેતાં ૩વસંપન્નતા વિદરમ એમ
કહીને સ્પષ્ટ પણે કહેલું છે, અર્થાત્ પ્રાણાતિપાતની વિરતિને અંગીકાર કરીને
માસિકલ્પાદિક મર્યાદાએ વિહાર કરવો તે જ મહાવ્રતના અંગીકારની પ્રતિજ્ઞાનું તત્ત્વ જ છે. એ ઉપરથી સ્પષ્ટ થશે કે અધિક વિરાધના વર્જવા માટે અલ્પ વિરાધનાની કર્તવ્યતા ર મહાવ્રતધારીને પણ યોગ્ય ગણાઇ છે અને તે શાસ્ત્રકારોએ કરવા લાયક પણ ફરમાવી પર
છે. એ વાત તો ચોખ્ખી જ છે કે ગ્રામાનુગ્રામ વિહાર કરનારને ઇરિયાવહિયાસૂત્રમાં દર જણાવ્યા મુજબ એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવોના અભિઘાતાદિ દશ પ્રકારોએ વિરાધના થવાનો સંભવ છે જ, છતાં તે સર્વજીવોની અભિઘાતાદિ વિરાધનાના સંભવવાળો એવો પણ વિહાર શાસ્ત્રકારોએ સાધુપણાના આચારના બચાવ માટે ફરજીયાત ગણેલો છે. આ તેરાપંથીઓના મુદા પ્રમાણે તો મહાવ્રતોનો અંગીકાર કરવા સાથે જ આહાર-વિહારાદિ છોડીને અનશન જ કરવું જોઈએ અને શાસ્ત્રકારોએ પણ તેમના હિસાબે તત્કાળ અનશન કરનારને જ મહાવ્રત લેવાની આજ્ઞા આપવી જોઈએ. વળી એક ગામથી બીજે ગામ વિહાર કરતાં વચમાં જે નદી-નાળાં આવે તેને પણ ઉતરીને કે નાવ વિગેરે દ્વારાએ ઉતરીને પણ તેમની અપેક્ષાએ જવાની આજ્ઞા જે શાસ્ત્રકારોએ આપી છે. તે પણ અયોગ્ય જ ગણાય, પરંતુ વિહાર નહિ કરવાને લીધે એકસ્થાને રહેતાં થતી શકાય જીવોની વિરાધનાના પ્રસંગને ટાળવા માટે જ જયારે શાસ્ત્રકારોએ નદી આદિ ઉતરીને પણ વિહાર કરવાની સાધુ મહાત્માઓને આજ્ઞા ફરમાવી, એટલું જ નહિ, પણ વિહાર કરવો એ જ આચાર છે અને મર્યાદા પ્રમાણે
વિહાર ન કરવો એ અનાચાર છે, એમ જણાવ્યું છે ત્યારે તે જ સ્પષ્ટપણે જણાવે છે છે કે સાધુમહાત્માઓને પણ ઘણા જીવોની ઘણી વિરાધના વર્જવા માટે અલ્પજીવોની હિર
અલ્પવિરાધના કરવાનો પ્રસંગ આવે તો પણ તે પરિહરવા લાયક નથી, પણ આદરવા પર લાયક છે. અર્થાત્ વિહારની વિરાધનાને નામે તે નદી નાળાં ઉતરવાને નામે હિંસાનો કર હાઉ આગળ કરીને મહાવ્રતધારીઓને સ્થિર થવું એટલે એકજ ગામમાં રહેવાવાળા
થવું તે નથી તો શાસ્ત્રકારોએ ફરમાવ્યું અને નથી તો કલ્યાણકારક તરીકે ગણવામાં હ આવ્યું. શું આ તેરાપંથીઓ એ મુનિઓના વિહાર રૂપ ગમનાગમનને એકેન્દ્રિયાદિ
છે
હર*
જ હેક
છે
,