________________
સ્ટ
(અનુસંધાન ટાઈટલ ૪ પાનાનું ચાલુ) 8 વર્ષથી ચતુર્વિધ શ્રી સંઘ તે લૌકિકપંચાંગ પ્રમાણે વર્તન રાખે છે અને ધર્મની આરાધના તેને અનુસાર છે કરે છે. પરંતુ આરાધના અને ધર્મની અનુકૂળતા માટે પૂર્વ કાલના થયેલા પૂર્વધર આદિ આચાર્યો એ શ જણાવેલા પૂર્વ વૃદ્ધ નિયમને લાગુ પાડીને સકલ શ્રી ચતુર્વિધ સંઘ લૌકિક પંચાંગમાં
8 આવતી પર્વતિથિની હાનિની વખતે તેનાથી પૂર્વ કે પૂર્વતર અપર્વ તિથિની હાનિ કરતો આવ્યો છે. છે અને તેજ લૌકિપંચાંગમાં આવતી પર્વતિથિની વૃદ્ધિની વખતે પણ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની વૃદ્ધિ કા કરતો આવ્યો છે. છતાં વિક્રમ સંવત ૧૯૮૯થી જૈન જનતામાં એક એવો પક્ષ ઉભો થયો છે કે
જે પૂર્વધર આચાર્યોના કાલથી પર્વતિથિની હાનિવૃદ્ધિને અંગે તેનાથી પૂર્વ કે પૂર્વતર મનાતી અપર્વતિથિની
હાનિવૃદ્ધિને ન માનતાં પર્વતિથિનો પણ ક્ષય માનવા લાગ્યો છે ! તથા તેવી જ રીતે પર્વતિથિની વૃદ્ધિને આ પણ માનવા લાગ્યો છે. આથી કેટલોક ભદ્રિકવર્ગ તો તેઓએ કહેલી પર્વતિથિની હાનિને માનીને
પર્વતિથિની આરાધનાને પણ છોડી દેનારો થયો છે, તથા પર્વતિથિની વૃદ્ધિને અંગે પર્વતિથિ માનવા Aણ છતાં તે દિન પર્વતિથિના નિયમ ન પળાય તેને લીધે નિયમોના વિરોધનનું પ્રાયશ્ચિત્ત માની શલ્યયુક્ત
હદયવાળો થયો છે. પરંતુ આ લેખથી અખિલ ભારત વર્ષીય ચતુર્વિધ શ્રીસંઘને સૂચના કરવાની યોગ્ય
ગણવામાં આવે છે કે હજારો વર્ષોના શાસ્ત્રીય પુરાવા અને સેંકડો વર્ષોની આચરણાને જણાવનાર 5 શાસ્ત્રીય પુરાવાને આ નવો પક્ષ શ્રદ્ધાહીન થઈ ઠોકર મારનારો થયો છે, માટે અંશે પણ જો આ આત્મકલ્યાણની દશા સાધવાને માટે તમોને ચાહના હોય તો લૌકિકપંચાંગ કે જે મિથ્યાત્વીના કહેલા અને મિથ્યાત્વરૂપ છે. તેને જ અનુસરવાની ઘેલછા આરાધનાના વિષયમાં કરવી નહિં.
આગામી મહાવદી અમાવાસ્યાની તે મિથ્યાત્વી પંચાંગમાં વૃદ્ધિ છે. પરંતુ પૂર્વધર આદિ જેવા જ પૂર્વાચાર્યોને માનનારો સકલ શ્રી ચતુર્વિધ સંઘ તો તેરસની જ વૃદ્ધિ કરવાનો છે અને તેથી આ પ્રમાણે કપર્વની આરાધના કરશે.
મહાવદ પહેલી તેરસ - રવિવાર મહાવદ બીજી તેરસ - સોમવાર મહાવદ ચૌદશ - મંગળવાર - પાક્ષિકપ્રતિક્રમણદિન મહાવદ અમાવાસ્યા - બુધવાર - બારતિથિ સચિત્ત ત્યાગ વિગેરેના નિયમોને પાળવાનો દિવસ ચૌદ
- ચૌદશ અને અમાવાસ્યા એ બે તિથિઓની વચ્ચે કોઈપણ તિથિનો આંતરો ન હોવો જોઇએ એ વાત અત્યાર ૪ સુધીના શ્રીસકલસંઘે માનેલી છે અને શ્રી પ્રવચન સારોદ્ધાર ટીકા આદિ ગ્રંથોના પાઠોથી નિશ્ચિત થયેલી જવું છે. માટે કોઇપણ સત્ય આરાધનાના અર્થીઓએ નવા પક્ષની જાળમાં નહિં ફસાતાં પૂર્વધર આચાર્યોથી કા અખંડપણે ચાલી આવેલી પરંપરાને વળગી પૂર્વતર અપર્વતિથિ તેરસની વૃદ્ધિ કરવી એ જ યોગ્ય છે.
તે નવા પક્ષે કોઈક વૃદ્ધ તપસ્વી જેવાને ઉન્માર્ગે દોર્યા પણ હોય તો પણ પૂર્વાચાર્યોના વચનોને માનવાવાળો _જ અને શ્રધ્ધાયુક્ત વર્ગ તો તેવા વૃદ્ધના આલંબને પણ સન્માર્ગને ચૂકશે નહિં અને ઉપર જણાવ્યા પ્રમાણે
જ તિથિઓ માની આરાધના કરશે. ( ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બિદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર
સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું..