________________
SIDDHACHAKRA
(Regd. No. B. 3047.
અખિલ ભારતીય-ચતુર્વિધ-શ્રીસંઘને
સવેળાની ચેતવણી
જૈન જનતાને એ વાત તો સ્પષ્ટપણે માલમ છે કે વિક્રમ સંવત્ ૧૯૮૯ પહેલાં જૈન જનતાનો કોઈપણ વર્ગ કે વ્યક્તિ પર્વની તિથિઓની હાનિ કે વૃદ્ધિને માનવાને તૈયાર નહોતો, પરંતુ દુઃષમાકાલના પ્રભાવને લીધે લૌકિક પંચાંગ કે આ જે જૈનશાસ્ત્રની જયોતિષ માન્યતાથી સર્વથા વિરુદ્ધજ છે. કેમકે તે લૌકિકપંચાંગો કે જેમાં જૈન જયોતિષના હિસાબ પ્રમાણે અનુક્રમે આસો વદ વિગેરેમાં બીજ આદિ તિથિઓનો અનુક્રમે થતો ક્ષય હોતો નથી. વળી જૈન જયોતિષની આ ગણતરીના હિસાબે લગભગ ૫૯ ઘડીનું જ તિથિમાન હોવાથી ૬૦ ઘડીનું પણ પૂરું તિથિમાન હોતું નથી, તો પછી તિથિની વૃદ્ધિનો તો એકસઠ આદિ ઘડીનું પ્રમાણ ન હોવાને લીધે સંભવ હોય જ ક્યાંથી? છતાં આ લૌકિક પંચાંગોમાં તિથિની વૃદ્ધિઓ પણ ઘણી વખત આવે છે, તેમજ શ્રી જૈનશાસ્ત્રના જયોતિષના A હિસાબે પાંચ વર્ષમાં ચંદ્ર વર્ષ અને કર્મ વર્ષના આંતરાની અપેક્ષાએ ત્રીસ તિથિઓ આ
અને કર્મ વર્ષ અને સૂર્ય વર્ષના આંતરાની અપેક્ષાએ ત્રીસ તિથિઓ નહિં પણ ત્રીસ દિવસોનો ફેર ટાળવાને અંગે બે મહિના કે જે પોષ અને અષાઢ રૂપ જ હોય છે તેની વૃદ્ધિ થાય છે, છતાં લૌકિકપંચાંગમાં ચૈત્રથી ભાદરવા સુધીના જ મહિનાઓ વધારવામાં આવે છે. એટલે જૈનજયોતિષના અગર જૈનધર્મના હિસાબે સર્વથા લૌકિકપંચાંગ વિરોધી અને જૂઠું છે, છતાં માત્ર વ્યવહારને અંગે તે શસ્ત્રવિરુદ્ધ એવા લોકિકપંચાંગને અનુસરવાનું હોવાથી હજારો
(ટાઈટલ પાનું ૩ જુઓ)