________________
(અનુસંધાન ટાઈટલ ૪ પાનાનું ચાલુ) જ અને કહેવામાં આવે છે. જેવી રીતે સિદ્ધ પરમાત્માને જ્ઞાનાદિક ભાવપ્રાણોની અપેક્ષાએ .
જીવરૂપે ગણવામાં અને કહેવામાં આવે છે તેવી જ રીતે સાંસારિક પ્રાણીઓને માટે પણ જીવરૂપે ગણવાનું મુખ્ય લક્ષણ કે મુખ્ય કારણ તો જ્ઞાનાદિક ભાવપ્રાણોને ધારણ કરવારૂપ છે જ. કારણ કે કોઇપણ સાંસારિક પ્રાણી કોઇપણ કાળે જ્ઞાનાદિક ભાવપ્રાણથી રહિત હતો નહિં, છે નહિં અને થશે પણ નહિં : અને તેથી જ શાસ્ત્રકારો જીવનું લક્ષણ જણાવતાં ૩૫યો નક્ષUએમ કહે છે. આ સ્થાને એક વાત ધ્યાનમાં રાખવાની છે કે જ્ઞાન નક્ષન્ એમ કહી જ્ઞાન એ જીવનું લક્ષણ છે એમ કહી શકત અને જ્ઞાન એ જીવ સિવાયના
પદાર્થમાં નથી હોતું એ વસ્તુ સિદ્ધ હોવાથી લક્ષણ શબ્દનો લિંગ અર્થ લઇએ તો કોઈપણ આ પ્રકારની અડચણ આવત નહિ, પરંતુ અહિં લક્ષણ શબ્દનો સ્વરૂપ અર્થ હોવાથી જીવનું
જ્ઞાન એ લક્ષણ છે એમ જણાવ્યું નહિં. છે સુશમનુષ્યોના ધ્યાન બહાર તો એ વાત નહિં જ હોય કે જગતના દરેક પદાર્થો માં સામાન્ય અને વિશેષ એટલે સમષ્ટિ અને વ્યષ્ટિરૂપે રહેલા છે અને તેથી જયારે જયારે
સમષ્ટિપણાની મુખ્યતા અને વ્યષ્ટિપણાની ગણતા રહે છે ત્યારે ત્યારે બોધને દર્શન એવું નામ આપવામાં આવે છે, અને જ્યારે જ્યારે વ્યષ્ટિપણાની મુખ્યતા લેવા સાથે સમષ્ટિપણાની પર ગૌણતા રહે છે ત્યારે તે બોધને જ્ઞાન એવું નામ આપવામાં આવે છે અને એ પણ વાત સર્વપક્ષે સિદ્ધ જ છે કે એક ક્ષણે છઘસ્થ જીવનો એક જ ઉપયોગ હોય છે અને તેથી સર્વ આચાર્યોના મતે છઘસ્થજીવ હોય તો જે ક્ષણે જ્ઞાનના ઉપયોગવાળો હોય તે સમયે દર્શનના ઉપયોગવાળો ન હોય, અને જે સમયે દર્શનના ઉપયોગવાળો હોય તે સમયે જ્ઞાનના ઉપયોગવાળો ન હોય, એટલું જ નહિં પરંતુ છઘસ્થજ્ઞાન એટલે અસંપૂર્ણ જ્ઞાનની અવસ્થાવાળા જીવનો કોઈપણ ઉપયોગ અંતર્મુહૂર્તથી ઓછા કાળનો હોઈ શકતો નથી,
જો કે જાણવાની શક્તિ સમય સમયની પણ હોય છે અને તેથી પરમ અવધિ વિગેરેને આ અંગે સમય જેટલો પણ અવસ્થાનકાળ અને જ્ઞાન વિષય માનવામાં આવ્યો છે, પરંતુ આ સર્વ છાઘસ્થિમજ્ઞાનમાં અંતર્મુહૂર્ત સિવાય યથાર્થ પદાર્થનો બોધ કાળ હોતો જ નથી, આવી આ સ્થિતિમાં જો જીવનું લક્ષણ જ્ઞાન કે દર્શન એ બેમાંથી એક પણ કરવામાં આવે તો કે તે યથાર્થ થઇ શકે નહિં. માટે જ શાસ્ત્રકારોએ ૩૫યોગો નક્ષણમ્ એમ રાખેલું
(અનુસંધાન પાન. ૧૫૪ જુઓ) શા ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ
બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર તક સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું.