SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ | • • • • • • • • • • • • • • • • • • • • • ૧૫૬ : શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૭ (૧૩ જાન્યુઆરી ૧૯૪૧) તે મનુષ્ય જૈન ધર્મની અહિંસા લક્ષણતા કેવી છે? અને કેટલી ઉત્તમ છે? અને કેવી બારીક શ્ય દ્રષ્ટિથી યોજવામાં આવેલી છે? તે સમજવા અને માનવામાં જરૂર સફળ થશે. ને બં ક રીપમાંક - + + અમદાવાદના અગ્રગણ્ય ઉપાશ્રયના વહીવટદાર શેઠીયાઓને વિનંતિ જ તમોને એ વાત તો સ્પષ્ટપણે માલમ છે કે હમણાં હમણાં કેટલાક વર્ષથી પર્વતિથિઓની જ જ હાનિવૃદ્ધિ વખતે જે માન્યતા શાસ્ત્ર અને પરંપરાથી અનુસરીને શ્રીદેવસૂર તપાગચ્છમાં ચાલતી હતી તેમાં નવા પક્ષ તરફથી ઘણું જ ભંગાણ પાડવામાં આવ્યું છે અને તેને લીધે ગામેગામ, આ શહેરે શહેર, ઉપાશ્રયે ઉપાશ્રયે અને ઘેરઘેર પર્વ જેવા પવિત્ર દિવસોમાં ક્લેશમય વાતાવરણ જામી જાય છે. તેના પરિણામે પૌષધવાળાઓનાં પારણાં અને અંતરવાયણાં, પર્વોના પારણા આ છે અને અંતરવાયણાં મોટી તપસ્યાનાં પારણા અને અંતર વાયણાનાં જમણોમાં તથા સાધારણ પર્વોને અંગે કરાતાં સાધાર્મિક વાત્સલ્યોમાં કલેશો-વિબો અને અંતરાયો ઉભા થયા છે તેમજ 3 પકખી વિગેરે પાળવાની અનિયમિતતા થવાનો સંભવ ઉભો થયો છે. વળી કેટલાક શ્રદ્ધાહીન પણ જુવાનીયાઓ તો પર્વતિથિના ક્ષયને નામે પર્વની આરાધનાને ઉડાવી દે છે. કેટલાક માની # જ ચૌદશ અને બાપની ચૌદશ આદિ કહીને એકે પર્વ પાળતા નથી. સ્ત્રી ભર્તાર વિગેરેમાં જ પણ અંતરવાયણાં ઉપવાસ અને પારણાઓની ગડબડ થાય છે. આ બધી સ્થિતિ સામાન્ય રાસ રીતે પણ જૈન કહેવડાવનારને અસહ્ય જ લાગે તો પછી તમારા જેવા ઉપાશ્રયના આગેવાન શિક વહીવટદારોને તે સ્થિતિ અસહ્ય લાગી જ હોય તેમાં નવાઈ શી? જો એમ હોય તો તમારા તરફથી સહીયો સાથે બન્ને પક્ષના શ્રીશ્રમણ સમુદાયને પણ આ આહ્વાન મોકલવી જોઇએ. આહ્વાન પત્રિકાનો નમૂનો શ્રી તપાગચ્છીય દેવસૂરગચ્છના સકળ સાધુ સમુદાયને વિનંતિ આપ લોકોમાં કેટલાક વર્ષોથી પર્વતિથિની હાનિ અને વૃદ્ધિને અંગે મતભેદ ઉભો થયેલો છે અને તે મતભેદને અંગે આપણા સંઘમાં અસહ્ય સ્થિતિ ઉભી થઈ છે. માટે આપ સાહેબોને એટલી જ વિનંતિ કરવાની કે વૈશાખ સુદિ પૂનમ સુધીમાં આપ લોકો ? જ અમદાવાદમાં એકત્રિત થાઓ અને શાસ્ત્ર તથા પરંપરાને અનુસરીને તિથિ બાબતમાં એક જ પૂર્ણ નિર્ણય અમોને કરી આપો, જો એમ કરવામાં નહિ આવે તો આપણા સંઘમાં જે કંઈ આ અનારાધના અને કલેશ રહે છે તે નિવારવા માટે યોગ્ય પગલાં ભરવાની રીતિ અમો ગીતાર્થ કાજે મહારાજાઓની સલાહથી લઇશું તેને માટે તમો જવાબદાર રહેશો. તા.ક. બન્ને પક્ષો ચર્ચા કરતાં અર્થમાં જુદા પડો તો તેનો નિર્ણય અમો યુનિવર્સિટીના ૪ જ સારા પ્રોફેસરો પાસે કરાવી આપની આગળ રજુ કરીશું.
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy